ઈદના પવિત્ર તહેવારને લઈ ભારત સહિત વિશ્વ ભરના અનેક સ્ટાર ક્રિકેટરોએ તેમના ચાહકોને સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ખાસ મેસેજ શેર કર્યો હતો. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ મહોમ્મદ શમી, ઉમરાન મલિક, આવેશ ખાન સહિતના ખેલાડીઓએ આ અવસર પર ફોટો શેર કર્યા હતા.
Do not be selfish in prayer by praying for yourself. Pray for others too and stand a better chance of having your prayers answered.
May Allah bless you with good health, wealth, and happiness. Let’s celebrate the festival of Eid Ul Adha with love, compassion, and unity. Happy Eid… pic.twitter.com/gnYAoZKhSs
સ્ટાર ભારતીય ફાસ્ટ બોલર મહોમ્મદ શમીએ ખાસ મેસેજ ટ્વિટર પર શેર કર્યો હતો અને સૌને ઈદની શુભેચ્છા આપી હતી. આ અવસર પર શમીએ ભાવુક મેસેજ શેર કર્યો હતો. તેણે સાદગીથી તહેવાર ઉજવ્યો હતો અને તેની પુત્રી તથા ભાઈ સાથેનો ખાસ ફોટો પણ શેર કર્યો હતો.
ગુજરાત ટાયટન્સના ખેલાડી અને અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને પણ બકરી ઈદની શુભેચ્છા પાઠવી હતી. અફઘાન સ્પિનરે પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ પર ખાસ પોસ્ટ શેર કરી હતી. તેણે ફોટો પોસ્ટ કરી નીચે કેપ્શનમાં ‘દરેકને ઈદ મુબારક’ લખ્યું હતું. રાશિદ પરંપરાગત પોશાકમાં સજ્જ જોવા મળ્યો હતો.
રાશિદ ખાન, મોહમ્મદ શમી અને કેટલાક ટોચના ક્રિકેટરો 29 જૂનના રોજ ઈદની ઉજવણી કરી હતી. બકરી ઈદ પર મહોમ્મદ શમી, ઉમરાન મલિક, આવેશ ખાન, રાશિદ ખાને સહિતના સ્ટાર ખેલાડીઓ પરંપરાગત પોશાકમાં સજ્જ જોવા મળ્યા હતા. આ શુભ દિવસે તેમણે પરિવારજનો અને મિત્રો સાથે સમય વિતાવી તહેવારની ઉજવણી કરી હતી.
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો