AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વલ્ડૅકપના ઈતિહાસમાં બદલાઈ ગયા 107 કેપ્ટન પણ સૌરવ ગાંગૂલીના આ વલ્ડૅ રેકોર્ડને કોઈ તોડી શક્યુ નથી

વલ્ડૅકપના 44 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી 107 ખેલાડીઓએ કેપ્ટનશીપ કરી છે. તેમાં થોડા જ કેપ્ટનોના નામ વલ્ડૅકપ જીતવાના રેકોર્ડમાં દાખલ થયું છે પણ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગૂલીનું નામે એક એવો વલ્ડૅ રેકોર્ડ દાખલ છે કે તે અત્યાર સુધી તુટ્યો નથી. પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગૂલીના નામે વલ્ડૅકપની એક સીઝનમાં સૌથી વધારે સદી ફટકારવાનો વલ્ડૅ […]

વલ્ડૅકપના ઈતિહાસમાં બદલાઈ ગયા 107 કેપ્ટન પણ સૌરવ ગાંગૂલીના આ વલ્ડૅ રેકોર્ડને કોઈ તોડી શક્યુ નથી
| Updated on: May 31, 2019 | 8:58 AM
Share

વલ્ડૅકપના 44 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી 107 ખેલાડીઓએ કેપ્ટનશીપ કરી છે. તેમાં થોડા જ કેપ્ટનોના નામ વલ્ડૅકપ જીતવાના રેકોર્ડમાં દાખલ થયું છે પણ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગૂલીનું નામે એક એવો વલ્ડૅ રેકોર્ડ દાખલ છે કે તે અત્યાર સુધી તુટ્યો નથી.

પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગૂલીના નામે વલ્ડૅકપની એક સીઝનમાં સૌથી વધારે સદી ફટકારવાનો વલ્ડૅ રેકોર્ડ છે. 4 દાયકાથી વધારે સમયમાં વલ્ડૅકપમાં 100થી વધારે કેપ્ટને ટીમનું નેતૃત્વ કર્યુ છે પણ એવા બેટ્સમેને ઘણાં ઓછા છે જે ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટમાં તેમની છાપ છોડી શકયા હોય. તેમાંથી એક છે સૌરવ ગાંગૂલી. તેમનું નામ વલ્ડૅકપની એક પણ ટ્રોફીમાં નથી પણ ટીમ ઈન્ડિયાને તેમને જીતતા શિખવાડ્યું હતુ.

વર્ષ 2003માં વલ્ડૅકપમાં સૌરવ ગાંગૂલીની કેપ્ટનશીપ વાળી ટીમ ઈન્ડિયા ફાઈનલ સુધી પહોંચી હતી. ફાઈનલમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ હરાવી હતી પણ તે વર્ષે વલ્ડૅકપમાં સચિન તેંડુલકર પછી જો કોઈ ખેલાડીએ બેટિંગ કરી હોય તો તે હતા સૌરવ ગાંગૂલી. તેમને વલ્ડૅકપ 2003માં 11 મેચમાં 465 રન બનાવ્યા હતા. જેમાં 3 સદી સામેલ હતી.

આ પણ વાંચો: એગ્ઝિટ પોલથી રોકાણકારોનો ઉત્સાહ વધ્યો, રેકોર્ડબ્રેક ઉંચાઈએ શેર બજાર

વલ્ડૅકપના ઈતિહાસમાં એવુ પહેલીવાર હતું કે જ્યારે એક ખેલાડીએ 1 સીઝનમાં કેપ્ટન તરીકે 3 સદી ફટકારી હોય. સૌરવ ગાંગૂલી પછી બીજા નંબર પર રિકી પોન્ટિંગ હતા. તેમને તે વલ્ડૅકપમાં 2 સદી ફટકારી હતી. લગભગ 16 વર્ષ પહેલા બનેલો આ રેકોર્ડ આજ પણ કોઈ તોડી શક્યું નથી. ત્યારબાદ વલ્ડૅકપના 3 સીઝન રમાઈ છે પણ કોઈ પણ કેપ્ટન 2 સદી પણ ફટકારી શક્યો નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી રહેશે ગરમીનું મોજૂ, હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી રહેશે ગરમીનું મોજૂ, હવામાન વિભાગની આગાહી
ધનસુરા-અમદાવાદ હાઇવે પર ભડકે બળી કાર, જુઓ Video
ધનસુરા-અમદાવાદ હાઇવે પર ભડકે બળી કાર, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">