AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક કેચ જેના લીધે બદલાઈ ગયો મેચ, ભારત બન્યું વિશ્વ વિજેતા

જ્યારે પણ ક્રિકેટની અને તેમાં પણ વિશ્વકપની વાત આવે ત્યારે દરેક ભારતીયને 1983નો વિશ્વકપ ચોક્કસ યાદ આવી જાય. 1983નો વિશ્વકપ જીતીને ભારતે બતાવી દીધું હતું કે જો જીતવાની પ્રબળ ઈચ્છા શક્તિ હોય તો વેસ્ટ ઈન્ડિઝ જેવી ખૂંખાર ટીમ પણ ઘૂંટણીએ પડી જાય. આ મેચ દરેક ભારતીય ક્રિકેટ પ્રેમીને યાદ હશે, પણ આ મેચમાં કપિલ દેવે […]

એક કેચ જેના લીધે બદલાઈ ગયો મેચ, ભારત બન્યું વિશ્વ વિજેતા
Follow Us:
| Updated on: Jun 21, 2019 | 11:15 AM

જ્યારે પણ ક્રિકેટની અને તેમાં પણ વિશ્વકપની વાત આવે ત્યારે દરેક ભારતીયને 1983નો વિશ્વકપ ચોક્કસ યાદ આવી જાય. 1983નો વિશ્વકપ જીતીને ભારતે બતાવી દીધું હતું કે જો જીતવાની પ્રબળ ઈચ્છા શક્તિ હોય તો વેસ્ટ ઈન્ડિઝ જેવી ખૂંખાર ટીમ પણ ઘૂંટણીએ પડી જાય. આ મેચ દરેક ભારતીય ક્રિકેટ પ્રેમીને યાદ હશે, પણ આ મેચમાં કપિલ દેવે કરેલો શાનદાર કેચ ભાગ્યે જ કોઈને યાદ હશે. આજે આપણે વાત કરીશું કપિલ દેવના આ શાનદાર કેચની.

વાત છે 25 જૂન, 1983ની. ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે વિશ્વકપની ફાઈનલ મેચ ચાલી રહી હતી. પહેલાં બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાએ માત્ર 183 રનનો સરળ સ્કોર કર્યો હતો. જવાબમાં ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમે પહેલી વિકેટ જલ્દી ગુમાવી દીધી હતી, પરંતુ બીજા નંબરે આવેલ તેજ તર્રાર બેટ્સમેન વિવિયન રિચર્ડસે ધુંઆધાર શરૂઆત કરી.

ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીનો પગાર કેટલો હતો?
શું મીઠાઈ ખાવાથી ડાયાબિટીસ થાય છે?
Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો વરિયાળી, આ છે સૌથી સરળ ટીપ્સ
Vitamin P: આ વસ્તુઓ ખાવાથી તમને વિટામિન P મળશે, તમારા આહારમાં તેનો સમાવેશ કરો
Vastu tips: પૂજા સ્થાનમાં લગાવો સૌભાગ્યના આ 5 રંગો, સુખ-શાંતિ ઘરમાં રહેશે
વિકી કૌશલનો પરિવાર છે ફિલ્મી, જુઓ ફોટો

આ પણ વાંચો: વિશ્વ યોગ દિવસ નિમિત્તે તારક મહેતાના ઉલ્ટા ચશ્માની ટીમે લોકો સાથે કર્યા યોગ, જુઓ આ VIDEO

117.85ની સ્ટ્રાઈક રેટથી રમતા તેઓએ 7 ચોગ્ગા લગાવીને 33 રન બનાવી લીધા હતા. ત્યારબાદ મદનલાલના એક બોલે રમતની દિશા જ બદલી નાખી. મદનલાલના બોલ પર વિવિયન રિચર્ડસે જેવો શોટ માર્યો કે બોલ હવામાં ઉછળ્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કપિલ દેવે બોલને જોઈને ઊંધી દોટ લગાવી અને અશક્ય લાગતા કેચને પકડી લીધો. રિચર્ડસનાં આઉટ થતાં જ વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ 143 રન પર આઉટ થઈ ગઈ અને ભારતે 1983નો વિશ્વકપ જીતી લીધો. રિચર્ડસે એ દિવસે એક ઈન્ટરવ્યૂમાં વાત કરતાં કહ્યું હતું કે, મને નહોતી ખબર કે કપિલ ક્યાંથી આવી ગયો કેચ કરવા માટે.. જ્યારે મેં જોયું કે કપિલ ઊંધો દોડી રહ્યો છે અને બીજા સાથીઓને રસ્તામાંથી હટી જવા માટે હાથ વડે ઈશારો કરી રહ્યો છે.. તો હું સમજી ગયો હતો કે અહીં મારી ઈનિંગ પૂર્ણ થઈ ચૂકી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">