SAvsENG: હોટલ કર્મી કોરોના પોઝિટીવ જણાતા વન ડે મેચ રદ કરી દેવાઇ, ખેલાડી સંક્રમિત જણાતા બે દીવસ અગાઉ મેચ મોકુફ કરાઇ હતી

કોરોના વાયરસને કારણે સાઉથ આફ્રીકા અને ઇંગ્લેંડ વચ્ચે રમાનારી પ્રથમ વન ડે મેચ ફરી એકવાર રદ કરી દેવામા આવી છે. રવીવારે પાર્લ ખાતે રમાનારી વન ડે સીરીઝની મેચ ફરી એકવાર રદ કરી દેવાનો નિર્ણય મેચ ના અગાઉ કેટલીક મીનીટો પહેલા જ કરી દેવામાં આવ્યો છે. જાણકારી મુજબ જે હોટલમાં બંને ટીમોએ રોકાણ કર્યુ હતુ તે […]

SAvsENG: હોટલ કર્મી કોરોના પોઝિટીવ જણાતા વન ડે મેચ રદ કરી દેવાઇ, ખેલાડી સંક્રમિત જણાતા બે દીવસ અગાઉ મેચ મોકુફ કરાઇ હતી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 06, 2020 | 5:04 PM

કોરોના વાયરસને કારણે સાઉથ આફ્રીકા અને ઇંગ્લેંડ વચ્ચે રમાનારી પ્રથમ વન ડે મેચ ફરી એકવાર રદ કરી દેવામા આવી છે. રવીવારે પાર્લ ખાતે રમાનારી વન ડે સીરીઝની મેચ ફરી એકવાર રદ કરી દેવાનો નિર્ણય મેચ ના અગાઉ કેટલીક મીનીટો પહેલા જ કરી દેવામાં આવ્યો છે. જાણકારી મુજબ જે હોટલમાં બંને ટીમોએ રોકાણ કર્યુ હતુ તે હોટલના જ બે સદસ્યોને કોરોના સંક્રમણ હોવાનુ જણાતા જ મેચ શરુ થતા પહેલા જ રદ કરી દેવાઇ હતી. આ અગાઉ મેચને થોડીક મોડે થી શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ કેટલાક સમય બાદ મેચને રદ જ કરી દેવામાં આવી હતી.

ઇંગ્લેંડની ટીમના સદસ્યોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. જે રીપોર્ટ અંગે હજુ જાણકારી જારી કરાઇ નથી, ક્રિકેટ દક્ષિણ આફ્રીકાએ એક નિવેદન દ્રારા હોટલ સ્ટાફને કોરોના પોઝિટીવ હોવાને લઇને પુષ્ટી કરી હતી. જોકે હવે સતત બે વાર આમ થવાને લઇને ત્રણ મેચોની સીરીઝ નુ ભવિષ્ય હવે દાવ પર લાગી ગયુ છે. નિયત કાર્યક્રમ મુજબ ગત 4 ડિસેમ્બરે કેપટાઉનમાં પ્રથમ મેચ રમાનારી હતી. જે દરમ્યાન એક આફ્રીકી ખેલાડી કોરોના સંક્રમિત હોવાની જાણકારી મળતા મેચ રદ કરાઇ હતી અને જે 6 ડિસમ્બરે આયોજીત કરવનામાં આવી હતી. જ્યારે 7 ડીસેમ્બરે બીજી અને 9 ડીસેમ્બરે આખરી ત્રીજી મેચ નુ આયોજન કરાયુ હતુ.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">