ન્યૂઝીલેન્ડ સામે સંજુ સેમસનને મળી કેપ્ટનશીપ, BCCIએ લીધો મોટો નિર્ણય

સંજુ સેમસનને હાલમાં જ T20 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમમાં જગ્યા મળી ન હતી, જેના કારણે સેમસનના ચાહકોએ BCCIની ખૂબ ટીકા કરી હતી.

ન્યૂઝીલેન્ડ સામે સંજુ સેમસનને મળી કેપ્ટનશીપ, BCCIએ લીધો મોટો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામે સંજુ સેમસનને મળી કેપ્ટનશીપ
Image Credit source: Twitter
Nirupa Duva

|

Sep 16, 2022 | 4:22 PM

T20 વર્લ્ડ કપ (T20 World Cup)માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત બાદથી ઘણા ખેલાડીઓની પસંદગી ન થવાની ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસનને ફરીથી અવગણવામાં આવતા તેના ચાહકો નારાજ છે. સેમસન (Sanju Samson)ને ભલે વર્લ્ડ કપ માટે બીજી તક ન મળી હોય, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સેમસન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેને ભારત A ટીમનો કેપ્ટન બનાવ્યો છે. સેમસન ટૂંક સમયમાં ન્યુઝીલેન્ડ A સામે શરૂ થનારી ODI સિરીઝ માટે ટીમની કમાન સંભાળશે.

ભારત અને ન્યુઝીલેન્ડ હવે બંને ટીમો ODI સિરીઝમાં ટકરાશે અને આ માટે સેમસનને ભારતીય ટીમની કમાન સોંપવામાં આવી છે. પસંદગીકારોએ સેમસનને મોટી જવાબદારી આપતા સંકેત આપ્યો છે કે તે આગામી સમયમાં યોજનાનો એક ભાગ છે.

ભારતના પ્રવાસ પર ODI સિરીઝ રમનારી ન્યુઝીલેન્ડ A ટીમ સામે ભારત A ટીમની જાહેરાત કરવામાં આવી છે. શુક્રવારે પસંદગીકારોએ સંજુ સેમસનને ટીમની કમાન સોંપી છે. આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં વાપસીનો રસ્તો શોધી રહેલા ઘણા ખેલાડીઓને તક આપવામાં આવી છે. 22 થી 27 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ વનડે મેચો રમાવાની છે. આ ત્રણેય મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

પૃથ્વી શૉને પણ તક મળી

માત્ર સંજુ સેમસન જ નહીં પરંતુ પસંદગીકારોએ પૃથ્વી શૉને પણ તક આપી છે જે છેલ્લા એક વર્ષથી ભારતીય ટીમમાં પોતાની જગ્યા બનાવી શક્યો નથી. શૉની સતત અવગણનાને કારણે પસંદગીકારો અને બોર્ડ પર પણ સવાલો ઉઠી રહ્યા હતા. તેની ટેસ્ટ સિરીઝમાં પણ પસંદગી કરવામાં આવી ન હતી.

ભારત A સ્ક્વોડ

ભારત A: સંજુ સેમસન (કેપ્ટન), પૃથ્વી શો, અભિમન્યુ ઇશ્વરન, ઋતુરાજ ગાયકવાડ, રાહુલ ત્રિપાઠી, રજત પાટીદાર, કેએસ ભરત , કુલદીપ યાદવ, શાહબાઝ અહેમદ, રાહુલ ચાહર, તિલક વર્મા, કુલદીપ સેન, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક , નવદીપ સૈની અને રાજ બાવા.

 

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati