IPL 2022: પ્રવીણ આમરે કોના કહેવા પર મેદાનમાં અમ્પાયરો સાથે દલીલ કરવા ગયો, ખુલાસો થયો
Delhi Capitals અને Rajasthan Royals છેલ્લી ઓવરમાં નો બોલને લઈને વિવાદ થયો અને દિલ્હીના કોચ પ્રવીણ આમરે (Praveen Amre) આ માટે અમ્પાયરો સાથે દલીલ કરવા મેદાનમાં આવ્યા હતા.
IPL 2022 (IPL 2022), શુક્રવારે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ (DC vs RR) વચ્ચે રમાયેલી મેચ વિવાદોને કારણે સતત હેડલાઇન્સમાં છે. છેલ્લી ઓવરના ત્રીજા બોલ પર અમ્પાયરોએ નો-બોલ આપ્યો ન હતો, જે દિલ્હી માટે નારાજગીનું કારણ બન્યો હતો અને આ કારણથી તેનો કેપ્ટન રિષભ પંત (Rishabh Pant) આક્રમક બન્યો હતો. ટીમના આસિસ્ટન્ટ કોચ પ્રવીણ આમરે અને ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર પણ આક્રમક બન્યા હતા. જ્યારે પંત અને ઠાકુર બાઉન્ડ્રી પર ઊભેલા ચોથા અમ્પાયર સાથે દલીલ કરી રહ્યા હતા, ત્યારે અમરે મેદાનની અંદર ગયો અને અમ્પાયરો સાથે દલીલ કરવા લાગ્યો. આવી સ્થિતિમાં હવે એક ખુલાસો થયો છે. અંગ્રેજી અખબાર ધ ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, આમરે પોતાની મરજીથી અંદર ગયો ન હતો, પરંતુ પંતના કહેવા પર તે મેદાનની અંદર ગયો હતો.
અખબારે દિલ્હી કેપિટલ્સના ડગઆઉટમાં હાજર રહેલા એક સ્ત્રોતને ટાંકીને કહ્યું કે, “પંતે અમરેને કહ્યું કે ‘સર તમે જઈને અમ્પાયરો સાથે વાત કરશો કે મારે જવું જોઈએ?’ તે સમયે અમરેને લાગ્યું કે કેપ્ટનને મેદાનમાં જઈ અને અમ્પાયરો સાથે વાત કરવું સારુ નહિ રહે. તેથી તે પોતે અમ્પાયરો પાસે ગયો.
“No Ball” It’s a gully cricket stuff from rishabh pant u can’t intervene match like that & tell your batsman walk off the field like that pic.twitter.com/C8DrtfAz1U
— protea_ fire🔥 (@Sacricketfa) April 22, 2022
મામલો શું હતો
દિલ્હીને છેલ્લી ઓવરમાં 36 રનની જરૂર હતી. પોવેલે સતત ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારી હતી. ત્રીજો બોલ જે રાજસ્થાનના બોલર ઓબેદ મેકકોયે નાખ્યો હતો તે ફુલ ટોસની ઊંચાઈનો હતો. દિલ્હીની ટીમે કહ્યું કે, તેને નો બોલ કહેવો જોઈએ પરંતુ મેદાન પરના અમ્પાયરોએ તેમ ન કર્યું. જેના પર પંત અને દિલ્હીએ નારાજગી વ્યક્ત કરી હતી. પંતે તેના બેટ્સમેન – પોવેલ અને કુલદીપને પાછા બોલાવવાનો સંકેત આપ્યો હતો, પરંતુ સહાયક કોચ શેન વોટસન દ્વારા ઠપકો આપ્યા બાદ તેણે ફરીથી આમ કર્યું નહીં.
સજા મળી
પંત, ઠાકુર અને આમરેએ જે કર્યું તેના માટે તેમને IPL ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા સજા કરવામાં આવી હતી. પંતને મેચ ફીના 100% દંડ ફટકારવામાં આવ્યો છે. ઠાકુરની મેચ ફીના 50 ટકા કાપવામાં આવશે. અમરે પર 100% મેચ ફી સાથે એક મેચનો પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો છે. આ મેચમાં દિલ્હીને 15 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. વોટસને આ સમગ્ર ઘટના પર નારાજગી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો :