Breaking News : આઈપીએલ ટ્રોફી જીત્યા બાદ RCB માટે ખરાબ સમાચાર, વિરાટ કોહલીનો નજીકનો સાથી પોલીસ કસ્ટડીમાં
આઈપીએલ 2025ની ટ્રોફી જીત્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. બેંગલુરુમાં નાસભાગ મામલે પોલીસે વિરાટ કોહલીના નજીકના વ્યક્તિને પોલીસ કસ્ટડીમાં લીધો છે. તો ચાલો જાણીએ સમગ્ર મામલો શું છે.

બેંગલુરુમાં ભાગદોડ મામલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની મુશ્કેલીઓ વધી રહી છે. પહેલી ટ્રોફીનો જશ્ન હજુ મનાવી રહી નથી આ પહેલા ટીમ સાથે જોડાયેલા કેટલાક લોકોની પોલીસે ધરપકડ કરી છે. જેમાં દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીનો એક નજીકનો મિત્ર પણ સામેલ છે. આરસીબીની વિક્ટરી પરેડમાં અંદાજે 11 લોકોના મોત થયા હતા. ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી છે. અને આ મામલે કેટલાક લોકોની ધરપકડ કરી છે.આ અંતર્ગત, આરસીબી માર્કેટિંગ હેડ નિખિલ સોસાલેને પોલીસે બેંગલુરુ એરપોર્ટ પરથી કસ્ટડીમાં લીધા છે.
વિક્ટરી પરેડ એક માતમમાં છવાઈ
IPL 2025ની ટ્રોફી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાના નામે કરી હતી. ત્યારબાદ 4 જૂને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિક્ટરી પરેડનું આયોજન કર્યું હતું. જો કે, આ વિક્ટરી પરેડ એક માતમમાં છવાઈ ગઈ હતી.બેંગલુરુમાં RCBના IPL ચેમ્પિયન બન્યા બાદ યોજાયેલી વિક્ટ્રી પરેડ દરમિયાન થયેલી ભાગદોડમાં અંદાજે 10 લોકોના મોત થયા હતા અને 33 લોકો ઘાયલ થયા હતા.
પોલીસ એક્શનમાં
બેંગલુરુ પોલીસે આરસીબી માર્કેટિંગ હેડ નિખિલ સોસાલેને બેંગલુરુ એરપોર્ટ પરથી મુંબઈ જતી ફ્લાઇટ પકડવાનો પ્રયાસ કરતી વખતે અટકાયતમાં લીધો છે.આ ઉપરાંત પોલીસે ડીએનએ એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક પ્રાઈવેટ લિમિટેડના ત્રણ કર્મચારીઓની પણ અટકાયત કરી છે.DNA એન્ટરટેનમેન્ટ નેટવર્ક પ્રાઈવેટ લિમિટેડ RCBની વિક્ટ્રી પરેડની ઈવેન્ટ મેનેજમેન્ટની જવાબદારી સંભાળી રહ્યા હતા. તો કર્ણાટક ક્રિકેટ સંધના સચિવ શંકર અને ખજાનચી જયરામ ફરાર છે. નિખિલ આરસીબીના મહાન બ્રાન્ડિંગનો સૌથી મોટો ચહેરો છે. અહેવાલો અનુસાર, નિખિલ 2008 થી ટીમ સાથે સંકળાયેલા છે.
અનુષ્કા શર્માની મિત્ર છે નિખિલની પત્ની
આઈપીએલ 2025 દરમિયાન અનુષ્કા શર્મા સાથે એક મહિલા જોવા મળી હતી. આ બીજું કોઈ નહી પરંતુ નિખિલ સોસલેની પત્ની માલવિકા નાયક હતી. જે નિખિલની જેમ બિઝનેસ ડેવલપમેન્ટ અને બિઝનેસ પાર્ટનરનું કામ કરે છે. નિખિલ અને માલવિકાની સાથે વિરાટ અને અનુષ્કા નજીકના સંબંધો છે.
નિખિલ સોસાલે કોણ છે?
નિખિલ સોસાલે Diageo Indiaમાં આરસીબીના માર્કેટિંગ અને રેવન્યુ વડા છે. વિરાટ કોહલી સાથે તેના અનેક ફોટા છે. તે ઘણી વાર અનુષ્કા શર્મા સાથે સ્ટેન્ડમાં બેઠો પણ જોવા મળ્યો છે.તેમની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, તેમણે RCBના બિઝનેસ એન્ડ કર્મર્શિયલ ઓપરેશનનું નેતૃત્વ કર્યું છે. તેઓ 2023 સુધી RCBના બિઝનેસ પાર્ટનરશિપના વડા રહ્યા છે. તેઓ સપ્ટેમ્બર 2023 થી, એટલે કે છેલ્લા 2 વર્ષથી માર્કેટિંગ અને રેવન્યુના વડા છે.