Ranji Trophy 2022: લીગ સ્ટેજનું શેડ્યૂલ જાહેર, 8 શહેરોમાં રમાશે મેચ, જાણો ક્યારે શરૂ થશે ટૂર્નામેન્ટ
કોરોના વાયરસને કારણે 2020થી રણજી ટ્રોફી 2022(Ranji Trophy 2022)નું આયોજન કરવામાં આવ્યું ન હતું, જોકે હવે BCCIએ તેનું શેડ્યૂલ જાહેર કર્યું છે.

Ranji Trophy 2022 : રણજી ટ્રોફીનો લીગ તબક્કો 16 ફેબ્રુઆરીથી 5 માર્ચ દરમિયાન યોજાશે. BCCIએ રણજી ટ્રોફીના સુધારેલા સમયપત્રકની જાહેરાત કરી છે. દેશમાં કોરોના વાયરસ (Corona virus)ના ચેપના વધતા જતા કેસોને કારણે, BCCIને આ ટોચની સ્થાનિક સ્પર્ધાને મુલતવી રાખવાની ફરજ પડી હતી. અગાઉના શેડ્યૂલ મુજબ તે 13 જાન્યુઆરીથી રમવાની હતી.રણજી ટ્રોફી (Ranji Trophy 2022)માં 38 ટીમો ભાગ લેશે અને તેની મેચો 8 શહેરોમાં રમી શકાશે. અહેવાલો અનુસાર, રણજી મેચો અમદાવાદ, કોલકાતા, ત્રિવેન્દ્રમ, કટક, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ અને રાજકોટમાં યોજાશે.
રણજી ટ્રોફીના ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવ્યો
તમને જણાવી દઈએ કે BCCI દ્વારા રણજી ટ્રોફીના ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તેમાં ચાર ટીમોના આઠ ગ્રુપ હશે, જેમાં પ્લે ગ્રુપમાં છ ટીમો હશે. માર્ચ 2020માં રણજી ટ્રોફીની ફાઈનલ બાદ ભારતમાં રેડ બોલ ફોર્મેટમાં કોઈ રાષ્ટ્રીય સ્તરની સ્થાનિક મેચ રમાઈ નથી.ગત સિઝનમાં રણજી ટ્રોફી (Ranji Trophy 2022) રદ્દ થવા બદલ વળતર મેળવનાર ડોમેસ્ટિક ક્રિકેટરોએ જ્યારે બીસીસીઆઈના સચિવ જય શાહે ભૂતકાળમાં જાહેરાત કરી હતી કે ટુર્નામેન્ટ બે તબક્કામાં યોજાશે ત્યારે ખુશી વ્યક્ત કરી હતી.
દેશમાં કોરોના વાયરસ (Corona virus)ના ચેપના વધતા જતા કેસને કારણે, BCCI (Board of Control for Cricket in India)ને આ ટોચની સ્થાનિક સ્પર્ધાને મુલતવી રાખવાની ફરજ પડી હતી. અગાઉના શેડ્યૂલ મુજબ તે 13 જાન્યુઆરીથી રમવાની હતી. પરંતુ પછી મોકૂફ રાખવામાં આવી હતી, પરંતુ હવે તે 16 ફેબ્રુઆરીએ યોજાશે.
ટીમો વચ્ચે ટાઇટલ માટે જોરદાર સ્પર્ધા થશે
ક્રિકેટ ચાહક ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) સિઝનની રાહ જોઈ રહ્યા છે. આ સિઝનમાં બે નવી ફ્રેન્ચાઇઝીના ઉમેરા સાથે કુલ 10 ટીમો વચ્ચે ટાઇટલ માટે જોરદાર સ્પર્ધા થશે. અગાઉની સિઝનની સરખામણીમાં તમામ ટીમોના ચહેરામાં મોટા ફેરફાર જોવા મળશે. સાથે જ નવા ખેલાડીઓ જોડાશે. વધુ મેચો રમાશે. એટલે કે, મનોરંજન અને સાહસનો વધુ ડોઝ. પરંતુ કોરોના વાયરસનું સંક્રમણ આ સાહસના માર્ગમાં એક મોટો અવરોધ છે અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વાત પર પૂરો જોર લગાવી રહ્યું છે કે, ટૂર્નામેન્ટ ભારતમાં જ યોજવામાં આવે. આ માટે બોર્ડે સંભવિત સ્થળ તરીકે મુંબઈ નક્કી કર્યું છે, પરંતુ હજુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. હવે એક લેટેસ્ટ રિપોર્ટ સામે આવ્યો છે, જે મુજબ IPL 15ની લીગ સ્ટેજની મેચો મહારાષ્ટ્રમાં અને પ્લેઓફ મેચ અમદાવાદ (Ahmedabad) માં રમાઈ શકે છે.