Pro Kabaddi League : 8મી સિઝન 22 ડિસેમ્બરથી રમાશે, અત્યાર સુધી જીતનાર તમામ ટીમોનું લીસ્ટ જુઓ

કબડ્ડી (Kabaddi)ના ચાહકો માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં તેઓ તેમના મનપસંદ ખેલાડીઓને મેદાન પર ‘કબડ્ડી-કબડ્ડી’ કરતા જોઈ શકશે. પ્રો-કબડ્ડી લીગ(Pro Kabaddi League) ની આઠમી સિઝન 22 ડિસેમ્બરથી શરૂ થશે.

Pro Kabaddi League : 8મી સિઝન 22 ડિસેમ્બરથી રમાશે, અત્યાર સુધી જીતનાર તમામ ટીમોનું લીસ્ટ જુઓ
pro kabaddi league pkl (file)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 1:35 PM

Pro Kabaddi League : પ્રો કબડ્ડી લીગ પીકેએલની અત્યાર સુધી 7 સીઝન થઈ ચૂકી છે. PKL (Pro Kabaddi League)ની 8મી સિઝન 22 ડિસેમ્બરથી રમાશે. તમને જણાવી દઈએ કે 5 ટીમોએ PKLનો ખિતાબ જીત્યો છે. અત્યાર સુધીમાં પટના પાઇરેટ્સ 3 વખત ટાઈટલ જીતી ચૂકી છે.(Patna Pirates) ઉપરાંત, જયપુર પિંક પેન્થર્સ, યુ-મુમ્બા, બેંગલુરુ બુલ્સ અને બંગાળ વોરિયર્સે (Bengal Warriors)એક-એક વખત PKL ટાઇટલ જીત્યું છે.

ગુજરાત જાયન્ટ્સ (Gujarat Giants)(5મી અને 6ઠ્ઠી સિઝન) અને દબંગ દિલ્હી કેસી (7મી સિઝન) જ એવી બે ટીમો છે જે ફાઇનલમાં પહોંચ્યા પછી પણ ટાઈટલ જીતી શકી નથી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

જયપુર પિંક પેન્થર્સે પ્રથમ જીત મેળવી હતી, જ્યારે યુ મુમ્બાએ PKLની બીજી સિઝન જીતી હતી. પટના પાઇરેટ્સે સતત ત્રીજી, ચોથી અને પાંચમી સિઝન જીતીને PKLમાં તેમના ટાઇટલ જીતની હેટ્રિક નોંધાવી હતી. આ ઉપરાંત, ચાહકોને છેલ્લી બે સિઝનમાં બેંગલુરુ બુલ્સ (છઠ્ઠી સિઝન) અને બંગાળ વોરિયર્સ (સાતમી સિઝન)ના રૂપમાં સતત ટુર્નામેન્ટમાં નવા ચેમ્પિયન મળ્યા છે.

 પ્રો કબડ્ડી લીગમાં કઈ ટીમો વચ્ચે ટક્કર થઈ કોની જીત થઈ

Pro Kabaddi League, PKL સીઝન 1: જયપુર પિંક પેન્થર્સે ફાઇનલમાં U-Mumba ને 35-24 થી હરાવીને મેચ જીતી લીધી

Pro Kabaddi League, PKL સિઝન 2: U-Mumbaએ ફાઇનલમાં બેંગલુરુ બુલ્સને 36-30 થી હરાવી તેમની પ્રથમ ટાઇટલ જીત નોંધાવી.

Pro Kabaddi League, PKL સિઝન 3: પટના પાઇરેટ્સે ફાઇનલમાં U Mumba ને 31-28 થી હરાવી તેમની પ્રથમ ટાઇટલ જીત નોંધાવી.

Pro Kabaddi League, PKL 4: પટના પાઇરેટ્સે ફાઇનલમાં જયપુર પિંક પેન્થર્સને 37-29 થી હરાવી સતત બીજી ટાઇટલ જીત નોંધાવી.

Pro Kabaddi League, PKL સિઝન 5: પટના પાઇરેટ્સે ફાઇનલમાં ગુજરાત જાયન્ટ્સને 55-38થી હરાવી સતત ત્રીજી ટાઇટલ જીત નોંધાવી.

Pro Kabaddi League, PKL 6: બેંગલુરુ બુલ્સે ફાઇનલમાં ગુજરાત જાયન્ટ્સને 38-33થી હરાવીને તેમની પ્રથમ ટાઇટલ જીત નોંધાવી.

Pro Kabaddi League, PKL 7: બંગાળ વોરિયર્સે ફાઇનલમાં દબંગ દિલ્હી કેસીને 39-34થી હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું

આ સિઝનમાં નવો ચેમ્પિયન જોવા મળે છે કે કેમ તે જોવાનું રસપ્રદ રહેશે કે પહેલા ટાઈટલ જીતી ચૂકેલી ટીમ ફરી એકવાર ટાઈટલ જીતે છે.

આ પણ વાંચો : RBI ટૂંક સમયમાં લાવવા જઈ રહી છે તેની Digital Currency, બે તબક્કામાં લોન્ચ થશે, જાણો શું છે RBIનો સંપૂર્ણ પ્લાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">