RBI ટૂંક સમયમાં લાવવા જઈ રહી છે તેની Digital Currency, બે તબક્કામાં લોન્ચ થશે, જાણો શું છે RBIનો સંપૂર્ણ પ્લાન

ભારતીય રિઝર્વ બેંક હજુ પણ સરકારની અંતિમ મંજૂરીની રાહ જોઈ રહી છે જેના હેઠળ તે આ ચલણને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) ની વ્યાખ્યા તરીકે સામેલ કરી શકે છે.

RBI ટૂંક સમયમાં લાવવા જઈ રહી છે તેની Digital Currency, બે તબક્કામાં લોન્ચ થશે, જાણો શું છે RBIનો સંપૂર્ણ પ્લાન
Reserve Bank of India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 9:32 AM

RBI Digital Currency: દેશમાં ક્રિપ્ટોકરન્સી(cryptocurrency)માં રોકાણને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સરકાર સંસદના વર્તમાન સત્રમાં તેના નિયમન માટે બિલ લાવવાની તૈયારી કરી રહી છે. દરમિયાન હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI ટૂંક સમયમાં તેની ડિજિટલ કરન્સી લાવવા જઈ રહી છે. તેનું નામ CBDC એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી(central bank digital currency) હશે.

ભારતીય રિઝર્વ બેંક બે તબક્કામાં CBDC એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી શરૂ કરવાની યોજના ધરાવે છે. એક અખબારી અહેવાલ મુજબ સીબીડીસી બેસ્ટ હોલસેલ એકાઉન્ટ માટે પાયલોટ પરીક્ષણ ટૂંક સમયમાં શરૂ થશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી(digital currency)ના લોન્ચિંગ માટે પોતાની જાતને સંપૂર્ણ રીતે તૈયાર કરી રહી છે.

રિઝર્વ બેંક ઈનોવેશન હબ કરન્સી પર કામ કરી રહ્યું છે રિપોર્ટ અનુસાર રિઝર્વ બેંક ઈનોવેશન હબ બેંગ્લોર આ ડિજિટલ કરન્સી પર કામ કરી રહી છે. તેને બે તબક્કામાં શરૂ કરવાનું આયોજન છે. પ્રથમ રિઝર્વ બેંક હોલસેલ બેઝડ સીબીડીસી શરૂ કરવા જઈ રહી છે જેનું ડેવલોપમેન્ટ લગભગ પૂર્ણ થઈ ગયું છે. હવે તે પાયલોટ પરીક્ષણ માટે જશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિઝર્વ બેંક આ માટે અન્ય એજન્સીને સામેલ કરી શકે છે. હાલમાં CCIL વિચારણા હેઠળ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

જો કે હજુ આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે બોન્ડ માટે આરબીઆઈની રિટેલ ડાયરેક્ટ સ્કીમ માટે, CCIL એ ટેક્નિકલ સપોર્ટ પણ પૂરો પાડ્યો હતો. આ બાબતે પણ એવી જ વાત ચાલી રહી છે કે CCILનો પણ અહીં સમાવેશ કરવો જોઈએ.

સરકાર તરફથી અંતિમ મંજૂરીનો ઇંતેજાર ભારતીય રિઝર્વ બેંક હજુ પણ સરકારની અંતિમ મંજૂરીની રાહ જોઈ રહી છે જેના હેઠળ તે આ ચલણને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) ની વ્યાખ્યા તરીકે સામેલ કરી શકે છે.તેથી, હવે જોવાનું રહેશે કે આ સુધારા કેટલી ઝડપથી થાય છે અને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીની પ્રથમ પ્રોડક્ટ એટલે કે CBDC ક્યારે બજારમાં લાવે છે.

તમને જણાવી દઈએ કે નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં નાણા મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે સરકાર સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી અથવા CBDC પર વિચાર કરી રહી છે. તે કોઈપણ ક્રિપ્ટોકરન્સી જેવું નહીં હોય તેનું સ્વરૂપ રૂપિયા કે પૈસા જેવું નહીં હોય પરંતુ તે સંપૂર્ણપણે ડિજિટલ હશે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today: ક્રૂડ ઓઈલના ભાવમાં ઉતાર – ચઢાવ વચ્ચે શું છે 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો : SBI મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસનો સૌથી મોટો IPO લાવશે, જાણો વિગતવાર

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">