Pro Kabaddi League 2023 : ડેવિડ વોર્નર સહિત દૂનિયાના દિગ્ગજ ક્રિકેટર્સ પણ છે કબડ્ડીના દિવાના, કાંગારુ બેટ્સમેને કહ્યું- હું ચોક્કસપણે રમવા માંગુ છું
પ્રો કબડ્ડી લીગ 2023ની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયન ટીમના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે કબડ્ડી રમવામાં રસ દાખવ્યો છે. જેનો વીડિયો સ્ટાર સ્પોર્ટ્સે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે પ્રો કબડ્ડી લીગ 2023ની 10મી સીઝન 2 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. આ વખતે આ ટુર્નામેન્ટ 12 શહેરોમાં રમાવાની છે, જેમાં 12 ટીમો ભાગ લઈ રહી છે.

કબડ્ડીને ભારતની દેશી રમત કહેવામાં આવે છે. દેશભરની શેરીઓ અને ગલીઓમાં આ ગેમ રમાય છે. આ ગેમનો ક્રેઝ હજુ પણ વધવા પર જ છે. દર વખતની જેમ આ વર્ષે પણ ચાહકો કબડ્ડીના ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા માટે તૈયાર છે. પ્રો કબડ્ડી લીગ 2023ની 10મી સીઝન 2 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. આ વખતે આ ટૂર્નામેન્ટ 12 શહેરોમાં રમાનારી છે તેમજ આમાં 12 ટીમો ભાગ લઈ રહી છે.
ક્રિકેટરોને કબડ્ડીમાં રસ
લીગની શરૂઆતની મેચ અમદાવાદમાં રમાવાની છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ અને ભારતની ધરતી પર રમાઈ રહેલી T-20 સિરીઝમાં રમી રહેલા કેટલાક દિગ્ગજોએ પણ કબડ્ડી રમવામાં રસ દાખવ્યો છે. જેમાં ડેવિડ વોર્નર અને ડેવિડ મિલરના નામનો સામવેશ થાય છે.
હકીકતમાં પ્રો કબડ્ડી લીગ 2023ની શરૂઆત પહેલાં ઓસ્ટ્રેલિયન ટીમના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા દર્શાવવામાં આવેલી કબડ્ડી હાઈલાઈટ્સ પર ‘વાહ’ પ્રતિક્રિયા આપી હતી. પ્રથમ વખત કબડ્ડી રમતનો વીડિયો જોયા બાદ ડેવિડ વોર્નરે પણ આ દેશી રમત રમવામાં રૂચી દાખવી હતી.
મને તે છોકરો ગમે છે : સ્ટીવ સ્મિથ
સ્ટાર સ્પોર્ટ્સ પર પ્રો કબડ્ડી લીગની કેટલીક હાઈલાઈટ્સ જોયા પછી કાંગારૂ ટીમના બેટ્સમેન સ્ટીવ સ્મિથ ખાસ કરીને હાઈ-ફ્લાયર તરીકે જાણીતા પવન સેહરાવતથી ઈમ્પ્રેસ થયા હતા. તેણે કહ્યું કે, મને તે છોકરો ગમે છે જે બધાની ઉપર કૂદી પડે.
જુઓ ક્રિકેટરોનો વીડિયો………..
View this post on Instagram
(Credit source : Star Sports India)
આ ઉપરાંત સાઉથ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલરે કહ્યું કે, આ રમત માટે ઘણી શક્તિની જરૂર છે. હું આ રમત માટે Aiden Markramને નોમિનેટ કરવા માંગુ છું. આ સાથે જ્યારે ડેવિડ વોર્નરને પૂછવામાં આવ્યું કે, શું તે કબડ્ડી રમવાનું પસંદ કરશે? ઓસ્ટ્રેલિયન ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે કહ્યું, “હું ચોક્કસપણે આ રમત રમવા માંગીશ.” આ સિવાય વોર્નરે તેના સાથી ખેલાડીઓ સ્ટીવ સ્મિથ અને પૈટ કમિન્સ સાથે મળીને માર્કસ સ્ટોઈનિસને કબડ્ડી માટે નોમિનેટ કર્યા હતા.
તમે પ્રો કબડ્ડી લીગ સીઝન 10નું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકો છો?
સિઝન 10 પ્રો કબડ્ડી લીગનું ટીવી પર લાઈવ સ્ટ્રીમિંગ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઈ શકાય છે.
