Tokyo Paralympics ખેલાડીઓ પીએમ સાથે વાત કરતી વખતે ભાવુક થઈ ગયા, કહ્યું – કોઈએ આવું સન્માન આપ્યું નથી
આ સંવાદ દરમિયાન ખેલાડીઓ ખૂબ જ ભાવુક થયા હતા. ખેલાડીઓનું મનોબળ વધારતા પીએમે કહ્યું કે, તમે લોકોએ ખૂબ મહેનત કરી છે. આ દરમિયાન ખેલાડીઓએ કહ્યું કે, તમે અમારી રમતને પાંચ દિવસમાં લોકો સુધી લઈ ગયા છો.
ટોક્યો પેરાલમ્પિક (Tokyo Paralympics) રમતોમાં ભારતીય ખેલાડીઓના, રેકોર્ડ પ્રદર્શન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ખેલાડીઓએ જે રીતે પ્રદર્શન કર્યું છે, તેનાથી રમત માટે લોકો પ્રોત્સાહિત થશે. ભારત દ્વારા ટોક્યો પેરાલમ્પિક રમતોમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીતીને પોતાનુ પોતાનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. જેનાથી દેશ મેડલ ટેબલમાં 24માં સ્થાન પર રહ્યો છે. જેમાં બેડમિન્ટનના ખેલાડીઓએ ચાર મેડલ મેળવ્યા છે. જેમાં 2 ગોલ્ડ અને એક સિલ્વર તેમજ એક બ્રોન્ઝ મેડલ સામેલ છે.
તાજેતરમાં સમાપ્ત થયેલી ટોક્યો 2020 પેરાલિમ્પિક (Tokyo Paralympics)ગેમ્સમાં ભારતે ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું. ભારત પ્રથમ વખત પેરાલિમ્પિક ગેમ્સમાં રેકોર્ડ 19 મેડલ જીતવામાં સફળ રહ્યું. આ સાથે જ વડાપ્રધાન મોદી (pm modi)આજે આ ખેલાડીઓને મળ્યા હતા.
આ બેઠક વિશે માહિતી આપતા પીએમે ગઈકાલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જણાવ્યું હતું કે, “12 સપ્ટેમ્બરે ચેમ્પિયન સાથે વાતચીત થશે, જેમણે ટોક્યોમાં સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું હતું. કાલે 12 સપ્ટેમ્બર સવારે 11 વાગ્યે અમારા પેરા-એથ્લેટ્સ સાથે રસપ્રદ વાતચીત જુઓ. ”
An interaction with our champions, who brought back pride and glory from Tokyo! Watch the interesting interaction with our para-athletes at 11 AM tomorrow, 12th September. pic.twitter.com/1H47I0ZFKq
— Narendra Modi (@narendramodi) September 11, 2021
PM Shri @narendramodi‘s memorable interaction with Paralympic Champions! https://t.co/QpOQmIPFNs
— BJP (@BJP4India) September 12, 2021
તે જ સમયે, રમત દરમિયાન મેડલ ચૂકી ગયેલા ખેલાડીઓએ વચન આપ્યું હતું કે, જ્યારે પણ તેઓ આગલી વખતે તમને મળશે, ત્યારે તેઓ મેડલ સાથે મળશે. પીએમ મોદીએ કહ્યું કે, જીદનું ઘણું મહત્વ છે, પરંતુ જો આ વખતે અછત છે તો તેને બોજ ન બનવા દો. જેના જવાબમાં ખેલાડીઓએ કહ્યું કે, હવે તેઓ તણાવમાં રમશે નહીં.
જ્યાં સુધી મળશે નહિ ત્યાં સુધી છોડશું નહિ
સંવાદ દરમિયાન એક ખેલાડીએ પીએમને કહ્યું કે, તેમને હારવાનો અફસોસ છે પરંતુ આ હારથી તેમને વધુ મજબૂત બનાવ્યા છે. તેમણે કહ્યું કે, અમે આગામી પેરાઓલિમ્પિક (Paralympic)માં ફરી જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું. તેમણે કહ્યું હતું કે, ‘જ્યાં સુધી હું તેને નહીં મેળવી લઉં ત્યાં સુધી છોડીશ નહીં’. તે જ સમયે, રમતમાં હારી ગયેલા ખેલાડીઓનું મનોબળ વધારતા પીએમે કહ્યું કે, અમારી સૌથી મોટી તાકાત હારીને જીતવાની છે. તેથી, હારથી મનોબળ ઓછું કરવાની જરૂર નથી. પીએમએ ખેલાડીઓને કહ્યું કે, 130 કરોડ દેશવાસી તમારી સાથે છે.
સંવાદમાં એક પેરાલિમ્પિક ખેલાડી (Paralympic athlete)એ પીએમ મોદીને કહ્યું કે, આ મારી પ્રથમ પેરાલિમ્પિક હતી. તેણે કહ્યું કે હું, આગલી વખતે ચોક્કસપણે મેડલ સાથે આવીશ. ખેલાડીએ કહ્યું કે અન્ય દેશોના ખેલાડીઓ મને કહે છે કે, અમારા વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ તેમની સાથે સીધી વાત નથી કરતા, પરંતુ તમે કરી રહ્યા છો, અમે તેનાથી ખૂબ ખુશ છીએ. તે જ સમયે, અન્ય ખેલાડીએ પીએમને કહ્યું કે સર, તમારી સ્ટોરી પણ અમારા પેરાલિમ્પિક ખેલાડી (Paralympic athlete)ઓ જેવી જ છે. તમારી સ્ટોરી થી અમને તેમાંથી પ્રેરણા મળે છે.
વિકલાંગ ખેલાડીઓ માટે વર્કશોપનું આયોજન કરો
વિકલાંગ ખેલાડીઓ પર વાત કરતા પીએમે કહ્યું કે, વિકલાંગ ખેલાડી (Handicapped player)ઓને કોચિંગ આપવું વધુ મુશ્કેલ છે, કારણ કે માત્ર તેમની શારીરિક ક્ષમતા જ નહીં પરંતુ તેઓ માનસિક રીતે સામાન્ય ખેલાડીથી અલગ છે અને તેમને સમજવા પડશે. તેમણે કહ્યું કે, આવા ખેલાડીઓ માટે વર્કશોપનું આયોજન થવું જોઈએ.
પેરાલિમ્પિક ખેલાડી શરદે (Player Sharad) પીએમ મોદી (PM modi)ને કહ્યું કે, હવે હું આગળની રમત પૂરા જોશ સાથે રમીશ. તમે કહ્યું તેમ ટેન્શન ન લો. હું કોઈ પણ પ્રકારનું દબાણ લીધા વિના જીત પર ધ્યાન કેન્દ્રિત કરીને મારી આગામી રમત રમીશ.