paralympics 2020 : દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે પેરા એથ્લેટ્સને હીરો ગણાવ્યા, કહ્યુ આપણા બધા માટે પ્રેરણારૂપ

રિયો પેરાલિમ્પિક્સ 2016 માં ભારતે ચાર મેડલ જીત્યા હતા. આ વખતે ભારત તરફથી ઓછામાં ઓછા 10 મેડલની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

paralympics 2020 : દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે પેરા એથ્લેટ્સને હીરો ગણાવ્યા, કહ્યુ આપણા બધા માટે પ્રેરણારૂપ
દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે પેરા એથ્લેટ્સને હીરો ગણાવ્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 9:20 AM

paralympics 2020 :પેરાલિમ્પિક ગેમ્સ (Paralympic Games)માં ભાગ લેવા માટે ભારતીય ખેલાડીઓ ટોક્યો પહોંચી ગયા છે. પેરાલિમ્પિક ગેમ્સ 24 ઓગસ્ટથી શરૂ થશે જેમાં ભારતના 54 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જે 9 અલગ અલગ રમતમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. દરમિયાન, મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે  (Sachin Tendulkar) દેશના પેરા એથ્લેટને દરેકને ટેકો આપવા કહ્યું છે. સચિને કહ્યું કે પેરા પ્લેયર્સ ‘રિયલ લાઈફ હીરો’ છે.

તેંડુલકરે  (Sachin Tendulkar) સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પેરાલિમ્પિક ગેમ્સનો સમય આવી ગયો છે અને હું તમામ ભારતીયોને અપીલ કરું છું કે ટોક્યો ગેમ્સમાં ભાગ લેનાર દેશના 54 ખેલાડીઓને ટેકો આપે.” તેંડુલકરે કહ્યું કે પેરા રમતવીરોની સફર એક પાઠ ભણાવે છે. જો જુસ્સો અને નિશ્ચય હોય તો વ્યક્તિ કંઈપણ કરી શકે છે.

સચિને કહ્યું કે, વાસ્તવિક જીવનનો હીરો પેરાલિમ્પિક ખેલાડી છે

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

તેમણે કહ્યું, ‘હું માનું છું કે આ મહિલાઓ અને પુરુષો ખાસ ક્ષમતાઓ ધરાવતા ખેલાડીઓ નથી પણ અસાધારણ ક્ષમતા ધરાવતી મહિલાઓ અને પુરુષો છે જે આપણા બધા માટે વાસ્તવિક જીવનના નાયકો છે. આપણા બધા માટે પ્રેરણા.

તેમણે કહ્યું કે, પેરાલિમ્પિક્સમાં ભાગ લેનાર દરેક ખેલાડીને પરિણામને ધ્યાનમાં લીધા વગર ટેકો આપવો જરૂરી છે. તેંડુલકરે કહ્યું, “હું માનું છું કે, જો આપણે આપણા પેરાલિમ્પિક ખેલાડીઓને તે જ રીતે ટેકો આપી શકીએ જે રીતે આપણે ઓલિમ્પિક નાયકો અને ક્રિકેટરોને ટેકો આપીએ છીએ, તો આપણે વધુ સારા સમાજનું નિર્માણ કરી શકીશું.”

સચિન તેંડુલકરે કહ્યું કે, ભારત 10 થી વધુ મેડલ જીતશે

તેમણે કહ્યું, ‘અને માત્ર મેડલ વિજેતાઓને જ નહીં પરંતુ દરેકને પ્રોત્સાહિત કરવા જરૂરી છે. પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનારા 54 ખેલાડીઓમાંથી દરેક મેડલ જીતી શકશે નહીં. તેણે કહ્યું, ‘હું આ વખતે 10 થી વધુ મેડલ જીતી શકીએ છીએ. મને આશા છે કે, આપણે વધુ મેડલ જીતીશું. રિયોમાં ચાર મેડલ જીત્યા. જો આપણે આ વખતે 10 થી વધુ મેડલ જીતીએ, તો તે એક મોટો ફેરફાર હશે જે આપણે બધાએ ઉજવવો જોઈએ.

ટોક્યો ઓલિમ્પિકના સફળ આયોજન પછી, પેરાલિમ્પિક રમતો (Paralympic Games)શરૂ થવાની છે. પેરાલિમ્પિક ગેમ્સ 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી રમાશે. કોરોનાને કારણે પેરાલિમ્પિક્સ પણ એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવી હતી. પેરાલિમ્પિક ગેમ્સમાં પેરા એથ્લીટ્સ એટલે કે વિશ્વભરના વિકલાંગ ખેલાડી (Handicapped player)ઓ ભાગ લે છે.

આ પણ વાંચો :  IND vs ENG: ભારતીય દિગ્ગજો માટે ‘મિશન લીડ્સ’ શરૂ, શું ટીમ ઇન્ડિયા 19 વર્ષ પછી હેડિંગ્લેમાં ઈતિહાસ રચશે ?

આ પણ વાંચો : BCCI નો આ નિર્ણય ટીમ ઇન્ડિયાને વિશ્વની સૌથી મજબૂત ટીમ તરીકે રાખવા માટે યોગ્ય છે, આ અનુભવી ક્રિકેટરે કરી પ્રશંસા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">