Mohammad Hafeez : પાકિસ્તાની ઓલરાઉન્ડર મોહમ્મદ હાફીઝે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

પાકિસ્તાનના ઓલરાઉન્ડર અને પૂર્વ કેપ્ટન મોહમ્મદ હાફીઝે નિવૃત્તિ લઈ લીધી છે. 41 વર્ષીય હાફિઝે 218 ODI, 55 ટેસ્ટ અને 119 T20 મેચ રમી છે.

Mohammad Hafeez : પાકિસ્તાની ઓલરાઉન્ડર મોહમ્મદ હાફીઝે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
Pakistan All rounder Mohammad Hafeez Retires From International Cricket
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Jan 03, 2022 | 11:22 AM

Mohammad Hafeez Retirement :પાકિસ્તાન નેશનલ ક્રિકેટ ટીમ(Pakistan National Cricket Team)ના ઓલરાઉન્ડર ખેલાડી મોહમ્મદ હાફીઝે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે(Mohammad Hafeez Retirement). તેણે સોમવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી. હાફિઝે પાકિસ્તાન માટે ઘણી યાદગાર ઇનિંગ્સ રમી હતી. ચાલો તમને આ ઓલરાઉન્ડરના આંતરરાષ્ટ્રીય રેકોર્ડ વિશે જણાવીએ.

મોહમ્મદ હાફીઝ આંતરરાષ્ટ્રીય કારકિર્દી

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

41 વર્ષીય મોહમ્મદ હાફીઝે 2003માં ઝિમ્બાબ્વે સામે ડેબ્યૂ વનડે મેચ રમી હતી. તેણે 2003માં બાંગ્લાદેશ સામે તેની પ્રથમ ટેસ્ટ મેચ પણ રમી હતી. 18 વર્ષની ક્રિકેટ કારકિર્દીમાં, હાફિઝે પાકિસ્તાન રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે 105 ટેસ્ટ મેચોમાં 3652 રન બનાવ્યા. મોહમ્મદ હફીઝે 218 વનડેમાં 6614 રન બનાવ્યા છે.

મોહમ્મદ હફીઝની ટી20 કારકિર્દી 

2006માં ટી20માં પ્રવેશ કરનાર મોહમ્મદ હફીઝે તેની છેલ્લી મેચ ટી20 વર્લ્ડ કપ 2021માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. તેણે 119 T20 મેચોમાં 2514 રન બનાવ્યા, અને 61 વિકેટ લીધી.

6 T20 વર્લ્ડ કપ રમ્યા

મોહમ્મદ હફીઝે તેની કારકિર્દીમાં 32 પ્લેયર ઓફ ધ મેચ જીત્યા હતા. આ મામલામાં પાકિસ્તાનના ખેલાડીઓમાં માત્ર શાહિદ આફ્રિદી (43), વસીમ અકરમ (39) અને ઈન્ઝમામ-ઉલ-હક (33) જ આગળ છે. હાફિઝ નવ વખત સિરીઝનો પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો અને ઈમરાન ખાન, ઈન્ઝમામ અને વકાર યુનિસ સાથે સંયુક્ત રીતે પાકિસ્તાન માટે ટોચ પર હતો. તે 2009માં વર્લ્ડ કપ જીતનાર ટીમનો પણ ભાગ હતો. તેમજ તેમની કેપ્ટનશીપમાં ટીમ 2012માં સેમી ફાઇનલમાં પહોંચી હતી. તેણે T20 ફોર્મેટમાં 29 મેચોમાં કેપ્ટનશિપ કરી અને 18માં જીત મેળવી.

View this post on Instagram

A post shared by Mohammad Hafeez (@m_hafeez8)

ક્રિકેટ જગતમાં પ્રોફેસરના નામથી પ્રખ્યાત મોહમ્મદ હફીઝે સોમવારે ગદ્દાફી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચા કરીને પોતાનો નિર્ણય જણાવ્યા બાદ આ જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : અયોધ્યા માટે 20 હજાર કરોડના પ્રોજેક્ટને મંજૂરી, જાણો કેવી રીતે બદલાશે રામ જન્મભૂમિની તસવીર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">