PAK vs WI : કિરન પોલાર્ડ પાકિસ્તાન પ્રવાસે નહીં જાય, વેસ્ટ ઈન્ડિઝ પાસે ODI અને T20 શ્રેણી માટે અલગ-અલગ કેપ્ટન હશે

ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝની પસંદગી સમિતિએ વન ડે ક્રિકેટ ટીમમાં પોલાર્ડની જગ્યાએ ડેવોન થોમસને તક આપી છે. જ્યારે રોવમેન પોવેલને ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

PAK vs WI : કિરન પોલાર્ડ પાકિસ્તાન પ્રવાસે નહીં જાય, વેસ્ટ ઈન્ડિઝ પાસે ODI અને T20 શ્રેણી માટે અલગ-અલગ કેપ્ટન હશે
Kieron Pollard
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 1:17 PM

PAK vs WI : પાકિસ્તાનના પ્રવાસ પહેલા વેસ્ટ ઈન્ડિઝ (West Indies)ને આંચકો લાગ્યો છે. ઈજાના કારણે, વન ડે ક્રિકેટના તેના નિયમિત કેપ્ટન કિરન પોલાર્ડે (Captain Kieran Pollard) પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. પોલાર્ડને T20 વર્લ્ડ કપ દરમિયાન હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી, જેમાંથી તે હજુ સુધી સાજો થયો નથી. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (Cricket West Indies)ની પસંદગી સમિતિએ ઓડીઆઈ ટીમમાં પોલાર્ડની જગ્યાએ ડેવોન થોમસને તક આપી છે.

જ્યારે રોવમેન પોવેલને ટી20 ટીમ (T20 team)માં સામેલ કરવામાં આવ્યો છે. ઈજાના કારણે પ્રવાસમાંથી બહાર રહેલો પોલાર્ડ ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના ચીફ મેડિકલ ઓફિસર (Chief Medical Officer)ડૉ. ઈઝરાયેલ વેલ્થની દેખરેખ હેઠળ રહેશે. જાન્યુઆરી 2022માં આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની હોમ સિરીઝ પહેલા તેની ઈજાની ફરીથી તપાસ કરવામાં આવશે.

કિરોન પોલાર્ડ (Kieran Pollard)પાકિસ્તાન પ્રવાસમાંથી ખસી ગયા બાદ વેસ્ટ ઈન્ડિઝ પાસે હવે બે કેપ્ટન હશે. ટી20માં નિકોલસ પૂરન ટીમની કમાન સંભાળતા જોવા મળશે જ્યારે વનડેમાં શાઈ હોપ ટીમનું નેતૃત્વ કરશે. આ વર્ષની શરૂઆતમાં જ્યારે વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને 5 T20I શ્રેણીમાં 4-1થી હરાવ્યું ત્યારે પૂરન સ્ટેન્ડ-ઈન કેપ્ટન હતો. જ્યારે શાઈ હોપ પ્રથમ વખત ODIની આગેવાની કરશે, જ્યારે પૂરન ODI ટીમનો ઉપ-કેપ્ટન હશે. શાઈ હોપ ટી-20 સિરીઝ (T-20 series)માં ટીમનો વાઇસ કેપ્ટન હશે

કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

પાકિસ્તાન 13 ડિસેમ્બરથી વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરશે

વેસ્ટ ઈન્ડિઝની ટીમે 3 ટી-20 અને 3 વનડે મેચની શ્રેણી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવો પડશે. આ પ્રવાસ 13મી ડિસેમ્બરથી શરૂ થશે. 22 ડિસેમ્બર સુધી ચાલનારી આ સિરીઝની તમામ મેચ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાશે. ODI શ્રેણી વેસ્ટ ઈન્ડિઝની ICC મેન્સ વર્લ્ડ કપ ક્વોલિફાયર હેઠળની ચોથી શ્રેણી હશે. ટોચની 7 ટીમોને 2023માં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે ઓટોમેટિક ક્વોલિફિકેશન મળશે. વેસ્ટ ઈન્ડિઝ હાલમાં 13 ટીમોમાં 8મા સ્થાને છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સામેની શ્રેણી જીતીને તેની પાસે પોતાનો દાવો મજબૂત કરવાની તક હશે.

પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ T20 સિરીઝ રમાશે, જેની મેચ 13, 14 અને 16 ડિસેમ્બરે રમાશે. આ પછી 18, 20 અને 22 ડિસેમ્બરે ODI સિરીઝ રમાશે.

આ પણ વાંચો : IND vs NZ: મુંબઈમાં ભારતીય ઓપનરોનું અદ્ભુત પ્રદર્શન, ભારતીય ટેસ્ટ ક્રિકેટના 89 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આવો નજારો જોવા મળ્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">