Wimbledon 2023: ભારતનો રોહન બોપન્ના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો તો નોવાક જોકોવિચની રેકોર્ડ જીત, જુઓ Video
Wimbledon 2023: પુરૂષ ડબલ્સ વર્ગમાં ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મૈથ્યૂ એબડેનની જોડી મંગળવારે પ્રી-ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં જીત મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. જ્યારે પુરૂષ એકલ વર્ગમાં સર્બિયાના નોવાક જોકોવિચે કવાર્ટર ફાઇનલમાં જીત મેળવીને રેકોર્ડ સર્જ્યો હતો.
લંડનમાં હાલમાં ચાલી રહેલી ટેનિસ ગ્રાન્ડ સ્લેમ પ્રતિયોગિતા વિમ્બલ્ડનમાં (Wimbledon 2023) ભારતના સ્ટાર ટેનિસ ખેલાડી રોહન બોપન્ના (Rohan Bopanna) એ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
રોહન બોપન્નાએ પોતાના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મૈથ્યૂ એબડેન સાથે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર જીત મેળવી હતી. પૂરૂષ એકલ વર્ગમાં સર્બિયાના નોવાક જોકોવિચે તેની ક્વાર્ટર ફાઇનલ મેચ જીતી હતી. તેણે ક્વાર્ટર ફાઇનલમાં રશિયાના આન્ડ્રે રૂબલેવને માત આપી હતી.
આ પણ વાંચો: Ashes 2023 : મહિલાઓની એશિઝ શ્રેણીમાં ત્રણ ફોર્મેટ, પુરૂષોમાં ફક્ત ટેસ્ટ, બંનેમાં શું છે તફાવત?
રોહન બોપન્ના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો
ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મૈથ્યૂ એબડેનની જોડી મંગળવારે વિમ્બલ્ડનમાં પ્રી ક્વાર્ટર ફાઇનલમાં જીતી હતી. તેમણે પ્રી કવાર્ટર ફાઇનલ મેચમાં રીજ સ્ટૈલ્ડર અને ડેવિડ પેલની જોડીને માત આપી હતી. વિમ્બલ્ડનમાં રોહન બોપન્ના શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.
THE PRIDE OF INDIA. THE UNSTOPPABLE. ROHAN BOPANNA
Ebden and Bopanna are in the #Wimbledon Quarter-Finals 🤩 pic.twitter.com/kmvLpaPdBu
— Wimbledon (@Wimbledon) July 11, 2023
બોપન્ના-એબડેનની જોડીએ બે કલાક, 19 મિનિટ લાંબી મેચમા અમેરિકાના સ્ટૈલ્ડર અને નેધરલેન્ડના પેલની જોડીને 7-5, 4-6, 7-6 (10-5) થી માત આપી હતી. બોપન્ના અને એબડેનની આગામી મેચ ક્વાર્ટર ફાઇનલ સ્ટેજમાં નેધરલેન્ડની જોડી ટાલોન ગ્રિક્સપુર અને બાર્ટ સ્ટીવન્સની જોડી સામે થશે.
BOPANNA/EBDEN SAVE 3 MATCH POINTS TO ENTER WIMBLEDON QF@rohanbopanna and @mattebden beat a spirited pair of Pel/Stalder 7-5 4-6 7-6(10-5)
They will take on Griekspoor/Stevens next pic.twitter.com/oYtTUqIcsV
— Indian Tennis Daily (ITD) (@IndTennisDaily) July 11, 2023
નોવાક જોકોવિચ સેમિફાઇનલમાં પહોંચ્યો
સર્બિયાનો ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ વિમ્બલ્ડનમાં સેમિફાઇનલમાં પહોંચ્યો હતો. તેણે ક્વાર્ટર ફાઇનલમાં ચાર સેટમાં રશિયાના ટેનિસ ખેલાડી રૂબલેવને 4-6 6-1 6-4 6-3 થી માત આપી હતી. નોવાક જોકોવિચ પ્રથમ સેટ હારી ગયો હતો પણ તે બાદ તેણે શાનદાર રમત દેખાડી સતત ત્રણ સેટ જીતીને કવાર્ટર ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું. નોવાક જોકોવિચનો સેમિફાઇનલમાં ઇટાલીના યાનિક સિનર સામે મુકાબલો થશે. સિનરે તેની કવાર્ટર ફાઇનલ મેચ 6-4 3-6 6-2 6-2 થી જીતી હતી.
The quest for number eight continues. @DjokerNole comes from a set down to defeat Andrey Rublev 4-6, 6-1, 6-4, 6-3 to advance to his 46th Grand Slam semi-final 👏#Wimbledon pic.twitter.com/SfkYzYzm7b
— Wimbledon (@Wimbledon) July 11, 2023
જોકોવિચે સેમિફાઇનલમાં સ્થાન મેળવવાની સાથે રોજર ફેડરરના રેકોર્ડની બરાબરી કરી હતી. નોવાક જોકોવિચ રેકોર્ડ 46મી ગ્રાન્ડ સ્લેમ સેમિફાઇનલમાં પહોંચ્યો હતો. આ સાથે તેણે ફેડરરની બરાબરી કરી હતી.
Djokovic equals Federer’s ALL-TIME RECORD for most men’s Grand Slam Semi-Finals! 🥇@DjokerNole | #Wimbledon pic.twitter.com/7U4eJkWj80
— Tennis TV (@TennisTV) July 11, 2023
પૂરૂષ વર્ગમાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ સેમિફાઇનલ
- નોવાક જોકોવિચ- 46
- રોજર ફેડરર- 46
- રાફેલ નડાલ- 38
- જીમ્મી કોનર્સ- 31
- ઇવાન લેન્ડિલ-28