Ashes 2023 : મહિલાઓની એશિઝ શ્રેણીમાં ત્રણ ફોર્મેટ, પુરૂષોમાં ફક્ત ટેસ્ટ, બંનેમાં શું છે તફાવત?
Women's Ashes: ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દર બે વર્ષે ટક્કર થતી હોય છે. જેને એશિઝ કહેવાય છે. એશિઝ ફક્ત પુરૂષ ટીમો વચ્ચે નહીં પણ મહિલા ટીમો વચ્ચે પણ રમાય છે, પણ બંનેના ફોર્મેટ વચ્ચે ઘણુ અંતર હોય છે. પુરૂષ ટીમ ફક્ત ટેસ્ટ ફોર્મેટમાં રમે છે પણ મહિલા ટીમ ત્રણ ફોર્મેટમાં એશિઝ શ્રેણી રમે છે.
ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી એશિઝ શ્રેણીનો ઇતિહાસ 100 વર્ષ કરતના પણ વધારે જૂનો છે. હાલમાં ઇંગ્લેન્ડમાં ઓસ્ટ્રેલિયાની મહિલા અને પુરૂષ ટીમ Ashes 2023 ની શ્રેણી રમી રહી છે. એશિઝ શ્રેણીની શરૂઆત વર્ષ 1882-83 માં થઇ હતી અને દરેક શ્રેણીમાં પાંચ ટેસ્ટ મેચની સીરીઝ રમાતી હોય છે. પણ આ તો વાત થઇ પુરૂષ ટીમોની, મહિલા ટીમો વચ્ચેની એશિઝ શ્રેણીનો ફોર્મેટ એકદમ અલગ હોય છે. તો તમે જણાવી દઇએ કે બંને શ્રેણી વચ્ચે શું તફાવત હોય છે અને મહિલા એશિઝનો શું ઇતિહાસ છે.
મહિલા એશિઝની શરૂઆત
ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 1934 માં રમાઇ હતી. મહિલા ટીમો વચ્ચેની ટક્કરને સત્તાવાર રીતે એશિઝ શ્રેણી નામ 1998 માં આપવામાં આવ્યું. શ્રેણીનું નામ જ્યારે એશિઝ રાખવામાં આવ્યું તો ટ્રોફીમાં રાખ હોવી પણ જરૂરી હતી તેથી તેના માટે એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનું આયોજન ઇંગ્લેન્ડના લોર્ડ્સમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન બંને ટીમો દ્વારા સાઇન કરેલ બેટ, મહિલા ક્રિકેટ એસોસિએશનના બંધારણની ચોપડી, અને રુલ બુકને બાળીને રાખમાં બદલવામાં આવી હતી. તે બાદ આ રાખને લાકડાની એક ટ્રોફીમાં રાખવામાં આવી અને આ ટ્રોફી મહિલા એશિઝમાં ઉપયોગમાં લેવામાં આવી.
આ પણ વાંચો: IND vs PAK, World Cup 2023: પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારત આવશે કે નહીં, પીએમ શહબાઝ શરીફે લીધો આ મોટો નિર્ણય
2013માં મહિલા એશિઝ ફોર્મેટમાં ફેરફાર
મહિલા એશિઝની શરૂઆત 1998માં થઇ પણ 2013માં આના ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવ્યો. એશિઝની નવી ટ્રોફી લાવવામાં આવી અને આ ટુર્નામેન્ટને મલ્ટી ફોર્મેટમાં બદલવામાં આવી. એટલે 2013 થી એશિઝ શ્રેણી ટેસ્ટ, ટી20 અને એકદિવસીય મેચ ફોર્મેટમાં રમાવવા લાગી.
વિજેતાનો નિર્ણય કેવી રીતે?
મહિલા એશિઝમાં ટેસ્ટ મેચના વિજેતાને 4 પોઇન્ટ આપવામાં આવે છે અને મેચ જો ડ્રો જાય તો બંને ટીમને બે-બે અંક આપવામાં આવે છે. ત્યારે બાદ એકદિવસીય મેચ અને ટી20 મેચમાં વિજેતા ટીમને બે-બે અંક આપવામાં આવે છે. ત્યાર બાદ શ્રેણીના અંતમાં જે ટીમના સૌથી વધુ અંક હોય છે તે ટીમને વિજેતા ઘોષિત કરવામાં આવે છે.
એશિઝ 2023માં ઓસ્ટ્રેલિયાની ટીમ આગળ
અત્યારે એશિઝ 2023 ની શ્રેણી ઇંગ્લેન્ડમાં રમાઇ રહી છે જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 6-4 થી આગળ ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે એક માત્ર ટેસ્ટને જીતીને ચાર આંક હાંસિલ કર્યા હતા અને પછી એક ટી20 મેચમાં જીત મેળવીને 2 પોઇન્ટ મેળવ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમે બે ટી20 મેચ જીતીને ચાર પોઇન્ટ હાંસિલ કર્યા છે. તેમ ઓસ્ટ્રેલિયાની ટીમે હાલમાં 6-4 થી સરસાઇ મેળવી છે.