ડોમિનિકામાં રોહિત શર્માને મળ્યો નવો ઓપનિંગ પાર્ટનર, યશસ્વી જયસ્વાલ કરશે ડેબ્યૂ, જાણો શુભમન ગિલ ક્યાં રમશે
ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે અને 12 જુલાઈથી ડોમિનિકામાં પ્રથમ ટેસ્ટ મેચ રમશે. યશસ્વી જયસ્વાલ આ મેચમાં ડેબ્યૂ કરશે. પહેલી ટેસ્ટમાં ટીમમાં બે સ્પિનરો હશે, સાથે જ ગિલની બેટિંગ પોઝિશન પણ બદલાશે.
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને બુધવારથી શરૂ થઈ રહેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં નવો ઓપનિંગ પાર્ટનર મળશે. ડોમિનિકામાં રમાનારી આ મેચમાં યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ રોહિત સાથે ઓપનિંગ કરશે. આ યશસ્વીનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ હશે. રોહિત શર્માએ મંગળવારે પત્રકારો સાથે વાત કરતા આ વાતની પુષ્ટિ કરી હતી. રોહિતે કહ્યું કે યશસ્વી તેની સાથે ઇનિંગની શરૂઆત કરશે.
પ્લેઇંગ-11માં બે સ્પિનરો
રોહિતે એ પણ જણાવ્યું કે પ્લેઇંગ-11માં બે સ્પિનરો હશે. આ બે સ્પિનરો રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન હોઈ શકે છે. યશસ્વી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રિઝર્વ ઓપનર તરીકે ગયો હતો પરંતુ તેને રમવાની તક મળી ન હતી.
New opening pair of Indian Test cricket.
It’s Rohit Sharma & Yashasvi Jaiswal. pic.twitter.com/abstSjSSkm
— Johns. (@CricCrazyJohns) July 11, 2023
ગિલ નંબર-3 પર રમશે
આ સાથે રોહિતે જણાવ્યું કે શુભમન ગિલ નંબર-3 પર બેટિંગ કરશે. અત્યાર સુધી રોહિત અને ગિલ ઓપનિંગ કરતા હતા, પરંતુ લેફટી (ડાબોડી) અને રાઇટી (જમણું) કોમ્બિનેશન બનાવવા માટે યશસ્વીને ઓપનિંગ કરવાની તક આપવામાં આવી છે જ્યારે ગિલ ત્રીજા ક્રમે રમશે. એવું માનવામાં આવતું હતું કે યશસ્વી અથવા ઋતુરાજ ગાયકવાડ નંબર-3 પર રમશે પરંતુ ટીમે ગિલને નંબર-3 પર રમાડવાનું નક્કી કર્યું છે.
પૂજારાના સ્થાને ગિલ કરશે બેટિંગ
અત્યાર સુધી ચેતેશ્વર પૂજારા ત્રણ નંબર પર રમતો હતો. ખરાબ ફોર્મના કારણે તેને બહાર કરવામાં આવ્યો હતો અને હવે આ જવાબદારી ગિલના માથે આવી ગઈ છે. રોહિતે જણાવ્યું કે ગિલે પોતે કોચ રાહુલ દ્રવિડને નંબર-3 પર રમવાની અપીલ કરી હતી, જેને કોચ રાહુલ દ્રવિડે સ્વીકારી હતી.
🚨 Indian captain Rohit Sharma press conference!
– Yashasvi Jaiswal to debut
– Shubman Gill’s chat with Rahul Dravid on batting at number 3
– Experience of Virat Kohli, Ajinkya Rahane
– Workload management of pace battery
Listen in 👇@Wowmomo4u #WIvIND pic.twitter.com/Nld3ep3kK4
— RevSportz (@RevSportz) July 11, 2023
નવા યુગની શરૂઆત
યશસ્વીએ IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સારો દેખાવ કર્યો હતો અને તેથી જ તે પસંદગીકારોની નજરમાં આવ્યો હતો. યશસ્વી IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે. આ ફ્રેન્ચાઇઝીએ રોહિત અને યશસ્વીનો ફોટો પણ ટ્વીટ કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે “નવા યુગની શરૂઆત”
આ પણ વાંચો : પહેલા પિતા હવે પુત્ર સામે ટેસ્ટ રમશે કોહલી, સચિન સાથે ખાસ ક્લબમાં થશે સામેલ
New era? 🇮🇳🧿 pic.twitter.com/CcLb1Aog6i
— Rajasthan Royals (@rajasthanroyals) July 11, 2023
ઋતુરાજે રાહ જોવી પડશે
ચેન્નાઈ સુપર કિંગ્સ માટે IPLમાં સતત સારો દેખાવ કરી ચૂકેલા અને ઘરેલુ ક્રિકેટમાં પણ સારૂ પ્રદર્શન કરી રહેલા ઋતુરાજે પોતાના ટેસ્ટ ડેબ્યૂ માટે રાહ જોવી પડશે. ઋતુરાજ સારો બેટ્સમેન છે અને તેની ટેકનિકના ખૂબ વખાણ થાય છે, પરંતુ પહેલી ટેસ્ટમાં સિલેક્શન મામલે યશસ્વીએ ઋતુરાજને પાછળ છોડ્યો છે. કારણ કે યશસ્વી ડાબોડી બેટ્સમેન છે અને ટીમ ઈન્ડિયામાં ટોપ ઓર્ડરમાં કોઈ ડાબોડી બેટ્સમેન નથી. આ ઉપરાંત યશસ્વી પાર્ટ ટાઈમ લેગ સ્પિન પણ કરે છે.