Wimbledon 2022: ઇગા સ્વિયાતેકએ સતત 36મી મેચ જીતી ઇતિહાસ રચ્યો, Coco Gauff પણ Wimbledon ના બીજા રાઉન્ડમાં પહોંચી

Tennis News : ફ્રેન્ચ ઓપન (French Open) ની ફાઇનલમાં ઇગા સ્વિયાતેક સામે હારેલ કોકો ગૉફે (Coco Gauff) પણ જીત સાથે સફરની શરૂઆત કરી અને ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચી.

Wimbledon 2022: ઇગા સ્વિયાતેકએ સતત 36મી મેચ જીતી ઇતિહાસ રચ્યો, Coco Gauff પણ Wimbledon ના બીજા રાઉન્ડમાં પહોંચી
Iga Swiatek (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 1:17 PM

વિશ્વ ક્રમાંકિત પ્રથમ ક્રમાંકિત મહિલા સિંગલ્સ ખેલાડી ઇગા સ્વાઇટેક (Iga Swiatek) એ મંગળવારે (29 જૂન) ના રોજ વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન (Wimbledon 2022) ખાતે ઓલ ઇંગ્લેન્ડ ક્લબ પર એકતરફી વિજય સાથે તેના અભિયાનની શરૂઆત કરી હતી. પોલેન્ડના ખેલાડીએ સેન્ટર કોર્ટ પર રમાયેલી મેચમાં ક્રોએશિયાની ક્વોલિફાયર જાના ફેટને 6-0, 6-3 થી હરાવી તેની સતત 36મી જીત નોંધાવી હતી. જેમાં ફ્રેન્ચ ઓપનની તમામ મેચોનો સમાવેશ થાય છે. 1997માં માર્ટિના હિંગિસ (સતત 37 જીત) બાદ મહિલા વર્ગમાં આ સૌથી લાંબી જીતનો સિલસિલો છે.

ફ્રેન્ચ ઓપન (French Open 2022) ની ફાઇનલ માં સ્વિયાટેક સામે હારેલા કોકો ગૉફ (Coco Gauff) એ પણ જીત સાથે સફરની શરૂઆત કરી હતી. અમેરિકાની 11મી ક્રમાંકિત ખેલાડીએ રોમાનિયા ની એલેના-ગેબ્રિએલા રુસેને 2-6, 6-3, 7-5 થી હરાવી હતી. 2021 માં ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીતનાર ચેક રિપબ્લિકની 13મી ક્રમાંકિત બાર્બોરા ક્રેસીકોવાએ બેલ્જિયમની મારિયાના ઝાનેવસ્કાને 7-6, 6-3 થી હરાવીને બીજા રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.

કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

પૌલા બડોસા, મારિયા સક્કારી, યેલેના ઓસ્ટાપેન્કો અને ચીનની શુઆઈ ઝાંગ સહિત અન્ય ટોચની મહિલા ખેલાડીઓએ પણ જીત મેળવી હતી. ઓલિમ્પિક ચેમ્પિયન બેલિન્ડા બેન્સીચને હારનો સામનો કરવો પડ્યો હતો. 14મી ક્રમાંકિત સ્વિત્ઝર્લેન્ડની ચીનની ક્વિઆંગ વાંગ સામે 4-6, 7-5, 2-6 થી હાર થઈ હતી.

વિમ્બલડન 2022 ટુર્નામેન્ટ માં હારી જનાર ખેલાડીઓ માં સ્વિટ્ઝર્લેન્ડની જીલ ટેચમેન, અમેરિકાની અમાન્ડા અનીસિમોવા અને કઝાકિસ્તાનની યુલિયા પુતિનસેવાનો સમાવેશ થાય છે. પુરુષ ખેલાડીઓની વાત કરીએ તો ડ્રોમાં બલ્ગેરિયાના 18 નંબરના ગ્રિગોર દિમિત્રોવને ઈજાના કારણે મેચ અધવચ્ચે જ છોડી દેવી પડી હતી. રમત પુરી થઈ ત્યાં સુધીમાં તે અમેરિકાના સ્ટીવ જોન્સન સામે 6-4, 2-5 થી આગળ હતો.

અમેરિકાના રેલી ઓપેલ્કા, ઓસ્ટ્રેલિયાના એલેક્સ ડી મિનોર, અમેરિકાના જેન્સન બ્રુક્સબી, આર્જેન્ટિનાના સેબેસ્ટિયન બેઝ અને ઓસ્ટ્રેલિયા ના બિનક્રમાંકિત નિક કિર્ગિઓસે જીત સાથે તેમના અભિયાનની શરૂઆત કરી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">