Wimbledon 2022: નોવાક જોકોવિચ સતત ચોથી વખત ચેમ્પિયન બન્યો, નિક કિરીઓસને હરાવીને 21 મો ગ્રાન્ડ સ્લેમ જીત્યો
નોવાક જોકોવિચે (Novak Djokovic) સાતમી વખત વિમ્બલ્ડન ટાઈટલ (Wimbledon Champion) જીત્યું છે અને હવે તે માત્ર રોજર ફેડરરથી પાછળ છે.

સર્બિયાનો સુપરસ્ટાર નોવાક જોકોવિચ (Novak Djokovic) ફરી એકવાર વિમ્બલ્ડન ચેમ્પિયન (Wimbledon Champion) બન્યો છે. પ્રથમ ક્રમાંકિત જોકોવિચે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના નિક કિરિયોસ (Nicholas Kyrgios) ને 4-6, 6-2, 6-4, 7-6 થી 4 સેટના મુકાબલામાં હરાવ્યો હતો. આ સાથે જોકોવિચે વિમ્બલ્ડનમાં સાતમી વખત મેન્સ સિંગલનો ખિતાબ જીત્યો. આ સૌથી મોટી ગ્રાસ કોર્ટ ટુર્નામેન્ટમાં, જોકોવિચ 2018 થી હાર્યો નથી અને આમ તેણે સતત ચોથું ટાઇટલ જીત્યું. આમ હવે તે માત્ર રોજર ફેડરરથી પાછળ છે.
પરંતુ જ્યારે ફાઈનલ શરૂ થઈ ત્યારે કોઈ સુસ્તી ન હતી કારણ કે પુરુષોની વિક્રમી 32મી સ્લેમ ફાઈનલમાં રમી રહેલા જોકોવિચને કિર્ગિઓસે પ્રથમ સેટમાં પાછળ રાખ્યો હતો. આ વિમ્બલ્ડનમાં સતત ત્રીજી મેચ હતી જેમાં 35 વર્ષીય ખેલાડીએ પ્રથમ સેટ ગુમાવ્યો હતો. જોકોવિચે બીજા સેટની ત્રીજી ગેમમાં લંગ-બસ્ટિંગ 23-શોટ રેલી જીતી લીધી. જોકોવિચ, રમતમાં સર્વશ્રેષ્ઠ રિટર્નર તરીકે જાણિતો છે તે અને 2017 થી ટુર્નામેન્ટમાં અપરાજિત છે અને એ મુજબ જ જીત મેળવવામાં સફળ રહ્યો હતો.
Introducing your 2022 Wimbledon champions (a thread) 🧵
🏆 Novak Djokovic 🏆#Wimbledon pic.twitter.com/Ia50S2D6A9
— Wimbledon (@Wimbledon) July 10, 2022
સતત ચોથી વખત વિમ્બલ્ડન ચેમ્પિયન
જોકોવિચનું આ પહેલું નહીં તેનુ આ સતત ચોથું વિમ્બલ્ડન ટાઈટલ છે. તે 2018 થી સતત વિમ્બલ્ડન ચેમ્પિયન છે. આ ટાઈટલ સાથે જોકોવિચે અત્યાર સુધી 21 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે.
રાફેલ નડાલ પછી બીજા સ્થાને છે
આ ટાઈટલ સાથે અને સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવાના મામલે તે રાફેલ નડાલ પછી બીજા ક્રમે છે. રોજર ફેડરર હવે 20 ટાઇટલ સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે.
પીટ સેમ્પ્રાસની બરાબરી કરી
નોવાક જોકોવિચે સાતમા વિમ્બલ્ડન ટાઈટલ માટે અમેરિકાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી પીટ સામ્પ્રાસની બરાબરી કરી લીધી છે. આ જોડી પાસે હવે સાત-સાત ટાઇટલ છે.
રોજર ફેડરર 8 વખત વિમ્બલ્ડન જીતી ચૂક્યો છે
રોજર ફેડરર આઠ વખત વિમ્બલ્ડન જીતી ચૂક્યો છે. જોકોવિચ હવે તેના ચેમ્પિયનના આંકડા થી માત્ર એક જ પગથીયુ પાછળ છે.
પેંગ શુઆઈ ક્યાંં છે? ની બુમો પાડતા દર્શકને બહાર કરાયો
વિશ્વમાં નંબર 40 કિર્ગિઓસે ત્રીજા સેટની શરૂઆતની રમતમાં બે બ્રેક પોઈન્ટ બચાવ્યા હતા. જોકે મેચમાં નાનો વિરામ હતો, ત્યારે એક પ્રોટેસ્ટરે ‘પેંગ શુઆઈ ક્યાં છે?’ ની બૂમો પાડી હતી. જેને લઈને પ્રોટેસ્ટરને સ્ટેડિયમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ચાઇનીઝ મહિલા ટેનિસ સ્ટારના સમર્થનમાં તેણે આ સવાલો જોરથી કર્યા હતા.