AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેસલર સતેંદર મલિકનુ મગજ ફટક્યુ! 18 સેકંડમાં હાર બાદ રેફરીને જ ધોઈ નાંખ્યો, WFI એ આજીવન પ્રતિબંધની સજા ફટકારી

બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 (CWG 2022) માટે આ દિવસોમાં નવી દિલ્હીમાં કુસ્તીની ટ્રાયલ ચાલી રહી છે અને આ ટ્રાયલની એક ઇવેન્ટની ફાઇનલમાં પોતાની સામે નિર્ણય લેવાયા બાદ કુસ્તીબાજ મારામારી પર ઉતરી આવ્યો હતો.

રેસલર સતેંદર મલિકનુ મગજ ફટક્યુ! 18 સેકંડમાં હાર બાદ રેફરીને જ ધોઈ નાંખ્યો, WFI એ આજીવન પ્રતિબંધની સજા ફટકારી
Satender malik પર હવે આજીવન પ્રતિબંધ લગાવી દેવાયો છે
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2022 | 9:40 AM
Share

રાજધાની નવી દિલ્હીમાં બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 (Birmingham CWG 2022) માટે કુસ્તીના ટ્રાયલ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI) દ્વારા આયોજિત ટ્રાયલ્સમાં મંગળવારે પુરૂષ કુસ્તીબાજો પોતાનો દાવ લગાવી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન એક એવી સ્થિતિ સર્જાઈ, જેને જોઈને બધા દંગ રહી ગયા. આ ટ્રાયલ્સમાં 125 કિગ્રા કેટેગરીમાં પોતાનો દાવો રજૂ કરી રહેલા રેસલર સતેન્દર મલિકે (Satender Malik) સિનિયર રેફરી સાથે ગેરવર્તણૂક કરી અને પછી જ્યારે મેચનો નિર્ણય તેની વિરુદ્ધ ગયો ત્યારે તેને માર માર્યો. કુસ્તીબાજના આ કૃત્યથી રેસલિંગ ફેડરેશનને પણ ખૂબ જ આઘાત લાગ્યો હતો અને ફેડરેશને તરત જ કડક પગલાં લીધા હતા અને સતેન્દર પર આજીવન પ્રતિબંધ મૂક્યો હતો.

કુસ્તીબાજ સતેન્દર મલિકે મંગળવારે, 17 મેના રોજ ફાઇનલમાં હાર્યા બાદ રેફરી જગબીર સિંહ પર હુમલો કર્યો હતો. ભારતીય વાયુસેના ના કુસ્તીબાજ ફાઈનલના અંત પહેલા 18 સેકન્ડ પહેલા 3-0 થી આગળ હતો. પરંતુ પ્રતિસ્પર્ધી મોહિતે તેને ટેક-ડાઉન કર્યા બાદ મેટ પરથી ધક્કો મારી દીધો હતો. આના કારણે મોહિતને 3 પોઈન્ટ મળવાના હતા, પરંતુ રેફરી વીરેન્દ્ર મલિકે મોહિતને ટેક ડાઉનના બે પોઈન્ટ આપ્યા ન હતા અને આના કારણે નારાજ રેસલરે નિર્ણયને પડકાર્યો હતો.

CWGની ટિકિટ હાથમાંથી નીકળી ગઈ, મલિક રેફરી પર તૂટી પડ્યો

આ પછી રેફરીના નિર્ણયને બાઉટ માટે નિર્ધારિત જ્યુરીને સમીક્ષા માટે મોકલવામાં આવ્યો હતો. મુકાબલાની જ્યુરી, સત્યદેવ મલિકે નિષ્પક્ષતા નો હવાલો દર્શાવીને નિર્ણયથી પોતાને દૂર કર્યા હતા. સત્યદેવે કહ્યું કે તેઓ પણ મોખરા ગામના છે, જ્યાંથી સતેન્દર પણ આવે છે અને આવી સ્થિતિમાં તેમણે નિષ્પક્ષતા જાળવવાના હેતુથી નિર્ણય કરવાથી દૂર રહ્યા. આવી સ્થિતિમાં અનુભવી રેફરી જગબીર સિંહને આ પડકારનો નિર્ણય લેવા વિનંતી કરવામાં આવી હતી. તેમણે ટીવી રિપ્લેની મદદથી મોહિતને ત્રણ પોઈન્ટ આપવાનું નક્કી કર્યું.

રેફરી જગબીરના નિર્ણય બાદ સ્કોર 3-3 ની બરાબરી પર હતો અને અંત સુધી તે એમજ રહ્યો હતો. નિયમો અનુસાર, મેચનો છેલ્લો પોઈન્ટ મળવા પર મોહિતને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.

અહીંથી આખો હંગામો શરૂ થયો અને સતેન્દર પોતાનો પિત્તો ગુમાવી બેઠો. બાઉટ સમાપ્ત થયા પછી, તે સીધો 57 કિગ્રાની મેચની મેટ પર ગયો જ્યાં ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા રવિ દહિયા અને અમન વચ્ચે ફાઇનલ મેચ રમાઈ રહી હતી. આ મેચમાં જગબીર રેફરી હતા. સતેન્દર જગબીર પાસે પહોંચ્યો અને માર મારવા લાગ્યો. તેણે પહેલા રેફરી સાથે દુર્વ્યવહાર કર્યો અને પછી તેમને થપ્પડ મારી, જેઓ તેમનું સંતુલન ગુમાવીને જમીન પર પડી ગયા હતા.

WFI પ્રમુખ સામે મામલો, તાત્કાલિક પ્રતિબંધ લાદવામાં આવ્યો

સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે આ બધો ડ્રામા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહની નજર સામે થયો, જેઓ ટ્રાયલ પર વ્યક્તિગત રીતે દેખરેખ રાખતા હતા. આ સાથે કેડી જાધવ હોલમાં સેંકડો કુસ્તીબાજો અને દર્શકો પણ હાજર હતા. આ હંગામા પછી ફેડરેશનના અધિકારીઓએ સતેન્દરને હોલની બહાર મોકલી દીધો અને 57 કિલોની મેચ ફરી શરૂ કરી અને પછી કાર્યવાહી કરી.

આ ગેરવર્તણૂકને સહન કરવાને બદલે, ફેડરેશને તાત્કાલિક કડક પગલાં લીધાં અને સતેન્દર પર પ્રતિબંધ મૂક્યો. WFI ના સહાયક સચિવ વિનોદ તોમરે જણાવ્યું હતું કે, “અમે સતીન્દર મલિક પર આજીવન પ્રતિબંધ લાદ્યો છે. આ નિર્ણય WFI પ્રમુખ દ્વારા લેવામાં આવ્યો છે. તે મેચના રેફરીને એ સ્પષ્ટીકરણ માટે પણ બોલાવવામાં આવશે કે શા માટે મોહિતે સ્પષ્ટપણે ટેક ડાઉન કરી દીધા હોવા છતાં તેને પોઈન્ટ આપવામાં આવ્યા ન હતા. તેણે પરિસ્થિતિને હાથમાંથી કેમ જવા દીધી?”

રેફરી ઘટનાથી નિરાશ

બીજી તરફ 2013થી ટોપ લેવલ (ક્લાસ વન) રેફરી રહેલા જગબીર સિંહ આ ઘટનાથી નિરાશ થઈ ગયા હતા. તેણે ધ્રૂજતા જ કહ્યું, “મને ખબર નહોતી કે તે આવું કંઈક કરશે. મારે એ મેચ સાથે કોઈ લેવાદેવા નહોતી. મેં 97 કિગ્રા અને 65 કિગ્રાની ફાઇનલમાં અંપાયરીંગ કર્યું હતું. જ્યારે મને તેમ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે જ મેં તેમાં નિર્ણય આપ્યો હતો. તે WFI પર નિર્ભર છે કે તેઓ તેની સામે શું નિર્ણય લે છે.”

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">