Viral Video: રસ્તા પર મહિલાનો હાઈ-વોલ્ટેજ ડ્રામા, પોલીસ સ્ટેશનની સામે ઉડાવી 500ની નોટો
મહિલાએ લગભગ 25 હજાર રૂપિયાની નોટો રસ્તા પર વેરવિખેર કરી દીધી હતી. મહિલા સ્કૂટી લઈને પોલીસ સ્ટેશન આવી હતી. નોટ ઉડાર્યા બાદ મહિલાએ ટ્રાફિક બંધ કરી દીધો અને હંગામો મચાવ્યો હતો. આ જોઈને ત્યાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
Madhya Pradesh: મધ્યપ્રદેશના નીમચ જિલ્લામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ રસ્તાની વચ્ચે 500-500ની ઘણી નોટો હવામાં ઉછાળી હતી. કેન્ટ પોલીસ સ્ટેશનની સામે ગુરુવારે રાત્રે એક મહિલાએ હાઈવોલ્ટેજ ડ્રામા કર્યો હતો. મહિલાએ પોલીસ સ્ટેશન સામે 500-500ની નોટો ઉડાવી હતી. હાલ આ ઘટનાનો સમગ્ર વીડિયો વાયરલ થયો છે.
મળતી માહિતી મુજબ, મહિલાએ લગભગ 25 હજાર રૂપિયાની નોટો રસ્તા પર વેરવિખેર કરી દીધી હતી. મહિલા સ્કૂટી લઈને પોલીસ સ્ટેશન આવી હતી. નોટ ઉડાર્યા બાદ મહિલાએ ટ્રાફિક બંધ કરી દીધો અને હંગામો મચાવ્યો હતો. આ જોઈને ત્યાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા..
પોલીસ આરોપી પુત્ર સામે કોઈ કાર્યવાહી કરી રહી નથી
પ્રાથમિક માહિતી અનુસાર મહિલાનું કહેવું છે કે તેના પુત્રએ તેને ખૂબ માર માર્યો હતો, જેના માટે તેણે કેન્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસ આરોપી પુત્ર સામે કોઈ કાર્યવાહી કરી રહી નથી.
नीमच शहर के केंट थाने पर गुरुवार शाम एक महिला ने शिकायत के बाद भी कार्यवाही नहीं करने और भ्रष्टाचार का अरोप लगाते हुए हंगामा कर दिया. महिला का हंगामा करीब एक घंटे तक चला और महिला चिल्ला-चोट करते-करते थाने के बाहर आ गई. यहाँ आक्रोशित महिला ने पाँच सौ-पाँच सौ के नोट उड़ा दिए pic.twitter.com/6MdfUuTzTU
— Sushil Kaushik (@SushilKaushikMP) June 16, 2023
મહિલાએ કહ્યું કે સ્ત્રી સક્ષમ છે અને તેનામાં એટલી શક્તિ છે કે તે સરકાર પર કરોડો રૂપિયા લૂંટાવી દે. તેને 1000 રૂપિયાની જરૂર નથી. પીડિત મહિલાએ જણાવ્યું કે તેના પુત્રએ તેની સાથે મારપીટ કરી અને તેને ઘરની બહાર ફેંકી દીધી હતી, જ્યારે તે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવવા પહોંચી તો પોલીસ સ્ટેશનમાં કોઈ સાંભળ્યું નહીં. મહિલાએ કહ્યું કે પોલીસને રિપોર્ટ લખવા માટે નોટની જરૂર હતી, તેથી મેં નોટો ફેંકી દીધી.
કેન્ટ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્ર સિંહે જણાવ્યું કે મહિલાએ તેના પુત્ર વિરુદ્ધ 6 મહિનાથી મારપીટનો કેસ નોંધાવ્યો છે, જેનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. સરકારી કચેરીઓમાં રોજ મહિલાઓ આવા નાટકો કરે છે.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો