AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND VS WI: ટીમ ઇન્ડિયામાં આ 5 ખેલાડીઓને લાગી જબરદસ્ત ‘લોટરી’, રોહિત શર્મા અને રાહુલ દ્રવિડે અપાવી તક

6 ફેબ્રુઆરીથી વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) સામેની ODI અને T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયા (Team India) ની જાહેરાત કરવામાં આવી છે.

IND VS WI: ટીમ ઇન્ડિયામાં આ 5 ખેલાડીઓને લાગી જબરદસ્ત 'લોટરી', રોહિત શર્મા અને રાહુલ દ્રવિડે અપાવી તક
પાંચ યુવા ખેલાડીઓને ઘર આંગણે રમાનારી સિરીઝમાં તક મળી છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 11:26 PM
Share

વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામેની ODI અને T20 શ્રેણી માટે ભારતીય ટીમ (Indian Cricket Team) ની જાહેરાત કરવામાં આવી છે. મોટા સમાચાર એ છે કે રોહિત શર્મા (Rohit Sharma) સંપૂર્ણ ફિટનેસ સાથે વાપસી કરી રહ્યો છે અને હવે તે ફુલ ટાઈમ કેપ્ટન તરીકે પ્રથમ ODI અને T20 સિરીઝ રમવા જઈ રહ્યો છે. આ દરમિયાન, પસંદગીકારોએ કેટલાક યુવા ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમના સાતત્યપૂર્ણ પ્રદર્શનને જોતા તેમને ટીમમાં તક આપવામાં આવી છે. આવો તમને જણાવીએ કે ટીમ ઈન્ડિયાની પસંદગીમાં કયા 5 ખેલાડીઓને ‘લોટરી’ લાગી છે.

દિપક હુડ્ડા

રાજસ્થાનના બેટ્સમેન દીપક હુડ્ડાને ODI ટીમમાં જગ્યા મળી છે. જમણા હાથના બેટ્સમેને ગયા વર્ષે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 73થી વધુની એવરેજથી 293 રન બનાવ્યા હતા, જોકે વિજય હજારે ટ્રોફીમાં આ બેટ્સમેન 33ની સરેરાશથી માત્ર 198 રન જ બનાવી શક્યો હતો. તેમ છતાં, પસંદગીકારોએ હુડ્ડા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

રવિ બિશ્નોઇ

રાજસ્થાનના લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈને પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. આ યુવા સ્પિનરને ODI અને T20 બંને ટીમોમાં જગ્યા મળી છે. બિશ્નોઈએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને આઈપીએલમાં રમાયેલી 24 મેચોમાં તેણે 25 વિકેટ ઝડપી છે. બિશ્નોઈએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 6 મેચમાં 8 વિકેટ લીધી હતી. વિજય હજારેમાં પણ આ બોલરે 6 મેચમાં 8 શિકાર કર્યા હતા.

આવેશ ખાન

મધ્યપ્રદેશના ફાસ્ટ બોલર આવેશ ખાનને પણ ટીમ ઈન્ડિયામાં તક મળી છે. આવેશ ખાન છેલ્લા ઘણા સમયથી ટીમ ઈન્ડિયાના સેટઅપનો હિસ્સો છે. તે ભારતીય ટીમ સાથે નેટ બોલર તરીકે ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયો હતો. આ વખતે આવેશ ખાનને ODI અને T20 બંને ટીમમાં જગ્યા મળી છે. 145 કિમી. પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકવાનો ચાર્જ ટીમ ઈન્ડિયા માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.

કુલદિપ યાદવ

કુલદીપ યાદવે પણ ODI અને T20 ટીમમાં પુનરાગમન કર્યું છે. ચાઈનામેન બોલર ગયા વર્ષે ઘૂંટણની ઈજાથી પીડાઈ રહ્યો હતો, તે પહેલા તેને ટીમ ઈન્ડિયામાંથી બહાર થવું પડ્યું હતું પરંતુ પસંદગીકારોએ ફરી એકવાર કુલદીપને તક આપી છે. કુલદીપે 65 વનડેમાં 107 વિકેટ લીધી છે. T20માં પણ કુલદીપે 23 મેચમાં 41 વિકેટ ઝડપી છે.

અક્ષર પટેલ

ઓલરાઉન્ડર અક્ષર પટેલે પણ ઈજા બાદ પુનરાગમન કર્યું છે. આ ખેલાડીને T20 ટીમમાં જગ્યા આપવામાં આવી છે. અક્ષરને વનડે ટીમમાં તક મળી નથી. અક્ષરે ભારત માટે 15 T20માં 13 વિકેટ લીધી છે. રવિન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં અક્ષર પાસે પોતાને સાબિત કરવાની મોટી તક મળશે.

આ પણ વાંચોઃ  Virat kohli એ 2-3 મહિના સુધી ક્રિકેટ ન રમવું જોઈએ, રવિ શાસ્ત્રીની ગજબની સલાહ

આ પણ વાંચોઃ IND vs WI: ટીમ ઈન્ડિયામાં કુલદીપ યાદવની વાપસી, રવિ બિશ્નોઈને પ્રથમવાર મોકો, રોહિત શર્મા નિભાવશે કેપ્ટનશીપ

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">