AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3585 કરોડ છે ફિફા વર્લ્ડકપ 2022ની કુલ પ્રાઈઝ મની, જાણો કઈ ટીમને મળશે કેટલા કરોડ

ફિફા વર્લ્ડકપ 2022 હાલમાં તેના અંતિમ તબક્કામાં છે. ફિફા વર્લ્ડકપની કુલ પ્રાઈઝ મની 3585 કરોડ છે. વર્લ્ડકપની ફાઈનલ મેચ બાદ વિજેતા ટીમો પર પૈસાનો વરસાદ થશે. ચાલો જાણીએ કઈ ટીમને કેટલા કરોડ મળશે.

3585 કરોડ છે ફિફા વર્લ્ડકપ 2022ની કુલ પ્રાઈઝ મની, જાણો કઈ ટીમને મળશે કેટલા કરોડ
Total prize money of FIFA World Cup 2022 is 3585 croresImage Credit source: File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2022 | 10:14 PM
Share

છેલ્લા એક મહિનાથી આખી દુનિયામાં ફિફા ફીવર છવાયો છે. ફિફા વર્લ્ડકપ 2022 હાલમાં તેના અંતિમ તબક્કામાં છે. 18 ડિસેમ્બરના રોજ ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચ આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે રમાશે. આ મેચ લુસેલ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ત્રીજા સ્થાન માટે સેમિફાઈનલમાં હારેલી ટીમો મોરોક્કો અને ક્રોએશિયા વચ્ચે મેચ 17 ડિસેમ્બરના રોજ કતારના ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. 14 ડિસેમ્બરના રોજ રમાયેલી પ્રથમ સેમિફાઈનલ મેચમાં આર્જેન્ટિનાની ટીમે ક્રોએશિયા સામે 3-0થી ભવ્ય જીત મેળવી હતી. જ્યારે 15 ડિસેમ્બરના રોજ રમાયેલી બીજી સેમિફાઈનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની ટીમે મોરોક્કો સામે 2-0થી જીત મેળવી હતી.

ફિફા વર્લ્ડકપ વિશ્વની સૌથી વધારે પ્રાઈઝ મની ધરાવતી સ્પોર્ટસ ટુર્નામેન્ટ છે. ફિફા વર્લ્ડકપની કુલ પ્રાઈઝ મની 3585 કરોડ છે. વર્લ્ડકપની ફાઈનલ મેચ બાદ વિજેતા ટીમો પર પૈસાનો વરસાદ થશે. ચાલો જાણીએ કે વર્લ્ડકપની કઈ ટીમને કેટલા કરોડ રુપિયાની પ્રાઈઝ મની મળશે. ફિફા વર્લ્ડકપ 2022માં ભાગ લેનાર દરેક ટીમને 1.5 મિલિયન એટલે કે 1.24 કરોડ રુપિયા મળશે.

પ્રાઈઝ મની 3585 કરોડ, કોને મળશે કેટલા કરોડ ?

વિજેતા-  42 મિલિયન (347 કરોડ) રનર અપ – 30 મિલિયન (248 કરોડ) ત્રીજા સ્થાને-  27 મિલિયન (223 કરોડ) ચોથા સ્થાને – 25 મિલિયન (207 કરોડ) 5-8માં સ્થાને-  17 મિલિયન (140 કરોડ) 9-16માં સ્થાને-  13 મિલિયન (107 કરોડ) 17-32માં સ્થાને-  9 મિલિયન (74.52 કરોડ)

40 વર્ષમાં 19 ગણી વધી ચેમ્પિયન ટીમની પ્રાઈઝ મની

વર્ષ 1982 – 17.98 કરોડ (ઈટાલી) વર્ષ 1986 – 22.82 કરોડ (આર્જેન્ટિના) વર્ષ 1990-  28.53 કરોડ (જર્મની) વર્ષ 1994 – 32.53 કરોડ (બ્રાઝિલ) વર્ષ 1998 – 48.91 કરોડ (ફ્રાન્સ) વર્ષ 2002-  65.21 કરોડ (બ્રાઝિલ) વર્ષ 2006 – 163 કરોડ (ઈટાલી) વર્ષ 2010 – 244.5 કરોડ (સ્પેન) વર્ષ 2014-  285.3 કરોડ (જર્મની) વર્ષ 2018 – 309.7 કરોડ (ફ્રાન્સ)

26 ગણી વધારે છે ફિફા વર્લ્ડકપની વિજેતા ટીમની પ્રાઈઝ મની

ફિફા વર્લ્ડકપની વિજેતા ટીમની પ્રાઈઝ મની T20 વર્લ્ડકપની વિજેતા ટીમની પ્રાઈઝ મની કરતા 26 ગણી વધારે છે. ફિફા વર્લ્ડકપ 2022ની ચેમ્પિયન ટીમને 347 કરોડ  છે.

ફિફા આ પ્રાઈઝ મની ક્યાંથી લાવે છે ?

ફિફા 4 વર્ષના ચક્રના આધારે વિશ્વભરમાં ટીવી અધિકારો અને ઓનલાઇન કવરેજ અધિકારોનું વેચાણ કરે છે અને તેઓ તે ચક્ર અને ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ફિફા વર્લ્ડ કપ માટે સ્પોન્સરશિપ ડીલ પણ કરે છે. આ ચક્ર દરમિયાન વર્લ્ડ કપની ટિકિટના વેચાણથી થતી આવક પણ આ 4 વર્ષના ચક્ર આવક પ્રવાહમાં આવે છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">