BWF World Championship: પીવી સિંધુની ધમાકેદાર શરુઆત, લક્ષ્ય સેન પણ ત્રીજા તબક્કામાં પહોંચ્યો

BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ (BWF World Championship) ની ડિફેન્ડિંગ ચેમ્પિયન પીવી સિંધુ (PV Sindhu) ને પહેલા રાઉન્ડમાં બાય મળ્યો હતો.

BWF World Championship: પીવી સિંધુની ધમાકેદાર શરુઆત, લક્ષ્ય સેન પણ ત્રીજા તબક્કામાં પહોંચ્યો
Lakshya Sen-PV Sindhu
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 9:58 PM

ભારતની બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ (PV Sindhu) અને યુવા સ્ટાર લક્ષ્ય સેને (Lakshya Sen) ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. સિંધુએ ટૂર્નામેન્ટની શરૂઆત સ્લોવાકિયાની માર્ટિના રેપિસકા સામે જીત સાથે કરી હતી. જ્યારે લક્ષ્ય સેને કેન્તા નિશિમોતોને હરાવ્યા હતા. ઉભરતા ખેલાડી લક્ષ્ય સેને પણ જાપાનના 15મા ક્રમાંકિત કેન્ટા નાશિમોટોને 22-20, 15-21, 21-18થી હરાવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

કિદામ્બી શ્રીકાંત (Kidambi Srikanth) પણ મેન્સ સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. ભારતની 12મી ક્રમાંકિત ખેલાડીએ એક કલાક અને નવ મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ચીનના લી શી ફેંગને 15-21, 21-18, 21-17થી પરાજય આપ્યો હતો. મેન્સ ડબલ્સમાં, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડીએ ચાઈનીઝ તાઈપેઈના લી ઝી હુઈ અને યાંગ પો સુઆનને 43 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 27-25, 21-15થી હરાવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સિંધુએ 24 મિનિટમાં મેચ જીતી લીધી હતી

વર્લ્ડ નંબર 7 સિંધુએ માત્ર 24 મિનિટમાં તેની બિન ક્રમાંકિત પ્રતિસ્પર્ધીને પરાસ્ત કરી દીધી હતી. છઠ્ઠી ક્રમાંકિત સિંધુ, જેણે 2019માં છેલ્લી વખત ટાઇટલ જીત્યું હતું, તેણે સારી શરૂઆત કરી અને ઝડપથી 4-1ની લીડ મેળવી લીધી. રેપિસકાએ બે પોઈન્ટ મેળવીને પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતીય દિગ્ગજ ખેલાડીએ તેને આગળ વધવાની તક આપી ન હતી અને બ્રેક સુધી 11-4ની સરસાઈ મેળવી હતી. આ પછી પણ તેણે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું અને માત્ર 10 મિનિટમાં જ પ્રથમ ગેમ જીતી લીધી.

બીજી ગેમમાં પણ આ જ વાર્તાનું પુનરાવર્તન થયું હતું. સિંધુએ માત્ર બે મિનિટની રમતમાં 6-0ની સરસાઈ મેળવી લીધી હતી. તેણી તેના પ્રભાવશાળી પ્રદર્શન સાથે બ્રેક સમયે 11-1થી આગળ હતી; તેણીએ તે પછી સરળતાથી રમત અને મેચ જીતી લીધી. તેનાથી વિપરિત, સેનને જીત નોંધાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ તે એક કલાક અને 22 મિનિટ સુધી ચાલેલી મેચમાં અંતે જાપાનીઓને હરાવવામાં સફળ રહ્યો હતો. મિશ્ર ડબલ્સમાં, જોકે, સૌરભ શર્મા અને અનુષ્કા પરીખની ભારતીય જોડીને મલેશિયાના તાન કિઆન મેંગ અને લાઈ પેઈ જિંગ સામે સીધી ગેમમાં 21-8, 21-18 થી હાર આપી હતી.

આ પણ વાંચોઃ Pakistan: પાકિસ્તાન મરવા વાંકે જીવી રહ્યુ છે ત્યાં 37 કરોડની ક્રિકેટ પિચ ખરીદશે, ખર્ચાળ ‘ડ્રોપ-ઇન પિચ’ નો ચસકો લાગ્યો

આ પણ વાંચોઃ Vijay Hazare 2021: બરોડાની ટીમે અનોખા રેકોર્ડ સાથે મેળવી જીત, તમિલનાડુને 115 રનનો ટાર્ગેટ આપી 41 રને વિજય મેળવ્યો

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">