Prime Volleyball League: શોન ટી જોનના દમ પર અમદાવાદ ડિફેન્ડર્સે 3-1થી હૈદરાબાદ બ્લેક હોક્સને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો

|

Feb 24, 2022 | 11:11 PM

પ્રાઇમ વોલીબોલ લીગની પહેલી સિઝનમાં અમદાવાદ ડિફેન્ડર્સ ફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ બની.

Prime Volleyball League: શોન ટી જોનના દમ પર અમદાવાદ ડિફેન્ડર્સે 3-1થી હૈદરાબાદ બ્લેક હોક્સને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો
Ahmedabad Defenders (PC: Prime Volleyball)

Follow us on

અમદાવાદ ડિફેન્ડર્સે (Ahmedabad Defenders) પહેલા બે સેટ જીતીને ગુરૂવારે રમાયેલી પ્રાઇમ વોલીબોલ લીગમાં (Prime Volleyball League) પહેલી સિઝનની પહેલી સેમિ ફાઇનલમાં હૈદરાબાદ બ્લેક હોક્સને (Hyderabad Black Hawks) 3-1 (15-13, 15-12, 9-15, 15-12) થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અમદાવાદના શોન ટી જોન સતત ત્રીજીવાર પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે મેચમાં 13 પોઇન્ટ (સ્પાઇકથી 10 અને બ્લોકથી 3 પોઇન્ટ) લીધા હતા.

બંને ટીમો વચ્ચે પહેલો સેટ ઘણો રોમાંચક રહ્યો હતો. અમદાવાદ ડિફેન્ડર્સે 1 પોઇન્ટની લીડ બનાવી લીધી હતી. જોકે હૈદરાબાદ બ્લેક હોક્સે પણ સુપર પોઇન્ટ લઇને સ્કોર 11-11 થી બરોબરી પર લાવી દીધો હતો. તેમ છતાં અમદાવાદ ડિફેન્ડર્સના શોન ટી જોનના દમ પર લીડ મેળવી 15-13થી પહેલો સેટ જીતી લીધો હતો.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?


બીજા સેટમાં પહેલીવાર રિવ્યુ લેવાનો નિર્ણય થયો. જેને હૈદરાબાદે લીધો હતો અને નિર્ણય તેના પક્ષમાં આવ્યો. ત્યારબાદ અમદાવાદ ડિફેન્ડર્સે ફરી એકવાર મુથુસ્વામીની મદદથી સ્કોરમાં 12-9 ની લીડ મેળવી લીધી. ટીમે અહીંથી પોતાને સેટ પોઇન્ટ પર પહોંચાડતા સ્કોર 15-12 પર લઇ ગયા અને બીજો સેટ જીતીને મેચ 2-0તી આગળ નીકળી ગઇ.

હૈદરાબાદ બ્લેક હોક્સ માટે ત્રીજો સેટ કરો યા મરો જેવો બની ગયો અને ટીમે સતત પોઇન્ટ લેતા બ્રેક સુધી સ્કોર 8-5 પર પહોંચાડી દીધો. જોકે અમદાવાદે પણ રોડ્રિગોના દમ પર મેચમાં વાપસી કરી અને ત્યારબાદ હૈદરાબાદને ગુરૂ પ્રશાંતના સુપર સ્પાઇકની મદદથી 12-8ની લીડ મેળવી. ત્યારબાદ સુપર પોઇન્ટની સાથે 15-9 ના સેટ પોતાના નામે કર્યા.

હૈદરાબાદ ટીમ ચોતા સેટમાં નબળી પડતી જોવા મળી અને અમદાવાદે બ્રેક સુધી સ્કોર 8-7 પર પહોંચાડી દીધો. અમદાવાદ ડિફેન્ડર્સે ફરી બંને ક્રેડ સુપર પોઇન્ટ પણ પોતાના નામે કરીને 13-9 ની લીડ મેળવી લીધી. અમદાવાદે અહીં અંગામુતુના દમ પર 15-12થી સેટ જીતીને મેચ 3-1થી મેચ પોતાના નામે કરી અને ફાઇનલ મેચની ટીકિટ પાક્કી કરી લીધી.

આ પણ વાંચો : IPL 2022: ઇન્ડિયન પ્રિમીયર લીગ 26 માર્ચથી શરુ થશે, આ સ્થળો પર રમાશે ટૂર્નામેન્ટ, દર્શકોના પ્રવેશ મળવાને લઇને પણ BCCI નો નિર્ણય

આ પણ વાચો : IND vs SL: ઇશાન કિશન અને શ્રેયસ અય્યરની આક્રમક રમત વડે શ્રીલંકા સામે રાખ્યુ 200 રનનુ લક્ષ્યાંક

Next Article