AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: ઇશાન કિશન અને શ્રેયસ અય્યરની આક્રમક રમત વડે શ્રીલંકા સામે રાખ્યુ 200 રનનુ લક્ષ્યાંક

ઇશાન કિશને (Ishan Kishan) 30 બોલમાં જ પોતાનુ અર્ધશતક પુરુ કર્યુ હતુ, તેણે 89 રનની વિશાળ ઇનીંગ રમી હતી.

IND vs SL: ઇશાન કિશન અને શ્રેયસ અય્યરની આક્રમક રમત વડે શ્રીલંકા સામે રાખ્યુ 200 રનનુ લક્ષ્યાંક
Ishan Kishan એ શાનદાર 89 રનની ઇનીંગ રમી હતી.
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 10:05 PM
Share

ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે 3 ટી20 મેચોની સિરીઝ આજ થી શરુ થઇ છે. પ્રથમ ટી20 મેચ લખનૌમાં રમાઇ રહી છે. જેમાં શ્રીલંકાએ ટોસ જીતીને ભારતીય ટીમને પ્રથમ બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. ભારતીય ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) અને ઇશાન કિશને (Ishan Kishan) શાનદાર શરુઆત કરી હતી. બંનેએ 111 રનની ભાગીદારી રમત રમી હતી. ઇશાન કિશને 30 બોલમાં અર્ધશતક પુરુ કરીને 89 રનની ઇનીંગ રમી હતી.

ભારતીય બેટ્સમેનોએ આજે ચોગ્ગા અને છગ્ગાવાળી રમત વડે ક્રિકેટ ચાહકોનુ દિલ જીતી લીધુ હતુ. રોહિત શર્મા અને ઇશાન કિશને શરુઆત સારી કરાવી હતી. બંનેએ શ્રીલંકન બોલરોને થકવી દેતી રમત રમી હતી. બંનેએ 111 રનની વિશાળ ભાગીદારી રમત 11.5 ઓવરમાં રમી હતી. જોકે રોહિત શર્મા લાહિરુ કુમારાના નિચા બોલને ઓળખવામાં થાપ ગયો હતો. જે બોલ પર તે 44 રનના વ્યક્તિગત સ્કોર પર ક્લિન બોલ્ડ થયો હતો. ઇશાન કિશને 89 રનની શાનદાર ઇનીંગ રમી હતી. તેણે 56 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા વડે તોફાની રમત રમી હતી.

શ્રેયસ અય્યરે પણ ઇશાન કિશન સાથે મળીને ચોગ્ગા અને છગ્ગા ફટકારતી રમત રમતા લખનૌના આકાશમાં જાણે ચોગ્ગા-છગ્ગા ની આતશબાજી છવાઇ હતી. અય્યરે ત્રીજા ક્રમે ઉતરીને ઇશાન સાથે આક્રમક રમત રમી હતી. તેણે 28 બોલમાં 57 રન ફટકાર્યા હતા. અય્યરે 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. રવિન્દ્ર જાડેજા (03) અને અય્યર બંને અણનમ રહ્યા હતા.

શ્રીલંકન બોલરો પરેશાન

ભારતીય બેટ્સમેનોની રમત સામે શ્રીલંક બોલરો મુશ્કેલ જણાતા હતા. પ્રવિણ જયવિક્રમા અને જેફ્રી સિવાય તમામ બોલરોની ઇકોનોમી ઉંચી રહી હતી. ચામિકા કરુણારત્ને સૌથી વધુ ખર્ચાળ રહ્યો હતો. તેણે 4 બોલમાં 46 રન ગુમાવ્યા હતા. લાહિરુ કુમારે એક વિકેટ ઝડપી હતી પરંતુ તેણે પણ તેના સ્પેલમાં 43 રન લુટાવ્યા હતા. દાશુન શનાકાએ 2 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ Football: રશિયા થી Champions League નુ યજમાન પદ છીનવી લેવાનુ નિશ્વિત, યુક્રેન પર હુમલાને લઇ UEFA લેશે મોટો નિર્ણય

Follow Us
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video
જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથતા ધારાસભ્ય મદદે
જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથતા ધારાસભ્ય મદદે
પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video
પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">