Prime Volleyball League: શાનદાર જીત સાથે કોલકાતા થંડરબોલ્ટ્સ ફાઇનલમાં પહોંચી, અમદાવાદ ટીમ સામે ટાઇટલ માટે ટકરાશે

|

Feb 25, 2022 | 11:27 PM

કોલકાતા થંડરબોલ્ટ્સ ટીમે કાલીકટ હીરોઝને 3-0 થી હરાવીને લીગની પહેલી સિઝનની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ફાઇનલમાં કોલકાતાનો સામનો અમદાવાદ ટીમ સામે થશે.

Prime Volleyball League: શાનદાર જીત સાથે કોલકાતા થંડરબોલ્ટ્સ ફાઇનલમાં પહોંચી, અમદાવાદ ટીમ સામે ટાઇટલ માટે ટકરાશે
Prime Volleyball League 2022

Follow us on

કોલકાતા થંડરબોલ્ટ્સે (Kolkata Thunderbolts) સતત ત્રણ સેટ જીતીને શુક્રવારે રમાયેલી પ્રાઇમ વોલીબોલ લીગની (Prime Volleyball League) પહેલી સિઝનમાં ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. કોલકાતા ટીમે ટુર્નામેન્ટની બીજી સેમિ ફાઇનલ મેચમાં કાલીકટ હીરોઝને (Calicut Heroes) 3-0 (16-14, 15-10, 17-15) થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. કોલકાતા થંડરબોલ્ટ્સ ટીમનો ફાઇનલમાં અમદાવાદ ડિફેન્ડર્સ (Ahmedabad Defenders) ટીમ સામે રવિવારે ટાઇટલ માટે જંગ ખેલશે. અમદાવાદ ટીમે પહેલી સેમિ ફાઇનલમાં હૈદરાબાદ બ્લેક હોક્સ ટીમને માત આપીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્ય હતો.

બીજી સેમિ ફાઇનલમાં કોલકાતા થંડરબોલ્ટ્સે બર્થ-ડે બોય વિનીત કુમારે શાનદાર પ્રદર્શન કરતા મેચમાં 11 પોઇન્ટ (સ્પાઇક 8 અને સર્વથી 3 પોઇન્ટ) લીધા. તે મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. લીગ સ્ટેજમાં કોલકાતા ટીમ સામે હારનારી કાલીકટ હીરોઝ આ મેચમાં બદલો લેવાના ઇરાદા સાથે કોર્ટમાં ઉતરી હતી અને બ્રેક સુધી બે પોઇન્ટની લીડ મેળવી લીધી હતી.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

જોકે 4 પોઇન્ટની લીડ લીધા બાદ કાલીકટ પોતાની લીડ ગુમાવી દીધી હતી અને ત્યારબાદ 12-12ની બરોબરી પર આવી ગઇ હતી. કોલકાતા ટીમે અહીં પહેલા સેટમાં સ્કોર 16-14 સુધી પહોંચાડ્યો હતો.

કોલકાતા ટીમે બીજા સેટમાં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું હતું અને બ્રેક સુધી એક પોઇન્ટથી આગળ ચાલી રહ્યું હતું. ટીમે ત્યારબાદ ત્રણ પોઇન્ટની લીડ બનાવી લીધી હતી. કોલકાતા ટીમે અહીં મેથ્યુ અગસ્તના દમ પર સુપર પોઇન્ટ લઇને પોતાને સેટ પોઇન્ટ સુધી પહોંચાડ્યું અને સ્કોર 14-9 કર્યો હતો. કોલકાતા ટીમે ફરી બર્થ-ડ બોય વિનીત કુમારની મદદથી સુપર સર્વની સાથે 15-10થી સતત બીજો સેટ જીતીને મેચમાં 2-0થી લીડ મેળવી લીધી.

ત્રીજો સેટ કાલીકટ હીરોઝ માટે ‘કરો યા મરો’ સમાન હતો. કાલીકટ ટીમે હાઇડ્રોજન બોય અજીત લાલ અને ડેવિડ લીના દમ પર સતત રેકોર્ડ 7 પોઇન્ટ લઇને બ્રેક સુધી 8-1ની લીડ મેળવી લીધી. કોલકાતા ટીમે ફરીથી રાહુલે સુપર સર્વની મદદથી મેચમાં વપાસી કરી અને 11-11 ના સ્કોરથી વાપસી કરી હતી. કાલીકટ ટીમે પણ સુપર પોઇન્ટ લીધા બાદ 14-12થી સેટ પોઇન્ટ પર પહોંચાડી દીધા.

કોલકાતા ટીમે ફરીથી કમબેક કર્યું અને તેણે 17-15 પોઇન્ટથી સતત ત્રીજો સેટ જીતીને દબદબાભેર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ફાઇનલમાં રવિવારે હવે તેનો સામનો અમદાવાદ ડિફેન્ડર્સ સામે થશે.

આ પણ વાંચો : BCCI: ભારતીય ક્રિકેટ બોર્ડ Ranji Trophy ની સફળતા જોઇ, IPL 2022 ની સાથો સાથ વધુ બે ટૂર્નામેન્ટનુ ફરી થી આયોજન શરુ કરશે

આ પણ વાંચો : INDvSL: રોહિત શર્મા એક સાથે કોહલી, કેન અને મોર્ગનનો રેકોર્ડ તોડી શકે છે

Next Article