AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Olympics 2024 : વિનેશ ફોગાટ હજુ પણ સિલ્વર મેડલની રેસમાં ! CASનો અંતિમ નિર્ણય ક્યારે આપશે તે જાણો

કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024માં પોતાની ગેરલાયકાત સામે રમતગમતની અદાલતમાં અપીલ કરી હતી. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સે હવે આ મુદ્દે એક અખબારી યાદી બહાર પાડી છે. તમને જણાવી દઈએ કે વધારે વજનના કારણે વિનેશને ફાઈનલ મેચ રમવા ન મળી, જેના કારણે તે મેડલ ચૂકી ગઈ હતી. હવે તેની અપીલ પર જલ્દી CAS નિર્ણય લેશે.

Paris Olympics 2024 : વિનેશ ફોગાટ હજુ પણ સિલ્વર મેડલની રેસમાં ! CASનો અંતિમ નિર્ણય ક્યારે આપશે તે જાણો
Vinesh Phogat
| Updated on: Aug 09, 2024 | 4:58 PM
Share

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે પોતાની કુસ્તી કારકિર્દીને અલવિદા કહી દીધું છે. પેરિસ ઓલિમ્પિક 2024માં મેડલ જીતવાની દાવેદાર માનવામાં આવતી વિનેશ ફોગાટને ફાઈનલ મેચ પહેલા વધારે વજન હોવાના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. વિનેશે મહિલા કુશ્તીની 50 કિગ્રા વર્ગમાં ભાગ લીધો હતો, પરંતુ ફાઈનલ પહેલા તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. વિનેશે પોતાની ગેરલાયકાત સામે રમતગમતની સર્વોચ્ચ અદાલત કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ કરી હતી. CAS એ હવે આ મુદ્દાને લઈને એક પ્રેસ રિલીઝ બહાર પાડી છે.

વિનેશ ફોગાટે સિલ્વર મેડલની માંગ કરી

વિનેશ ફોગાટે અગાઉ ફાઈનલ મેચ રમવાની માંગ કરી હતી, પરંતુ તેની અપીલ પર CASએ કહ્યું કે તે મેચને રોકી શકે નહીં, જેના પછી ફોગાટે સંયુક્ત સિલ્વર મેડલની માંગ કરી. હવે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) એ એક પ્રેસ રીલીઝ જારી કરીને કહ્યું છે કે વિનેશ ફોગાટની ગેરલાયકાત સામેની અરજી પર નિર્ણય ઓલિમ્પિક રમતના અંત પહેલા નિર્ણય લેવામાં આવશે.

કોણ લડી રહ્યું છે વિનેશ ફોગાટનો કેસ?

ભારતીય ઓલિમ્પિક સંઘે CAS સમક્ષ વિનેશનું પ્રતિનિધિત્વ કરવા માટે હરીશ સાલ્વે અને વિદુષ્પત સિંઘાનિયાની નિમણૂક કરી છે. ભારતીય ઓલિમ્પિક સંઘ વિનેશ ફોગાટની અપીલનું સમર્થન કરી રહ્યું છે.

રમતગમત માટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન શું છે?

CAS એ રમતના વિવાદોના ઉકેલ માટે 1984માં સ્થાપિત એક સ્વતંત્ર સંસ્થા છે. તેનું વડુમથક સ્વિટ્ઝર્લેન્ડના લૌસનેમાં છે અને તેની કોર્ટ ન્યૂયોર્ક સિટી અને સિડનીમાં છે, જ્યારે ઓલિમ્પિકના યજમાન શહેરોમાં કામચલાઉ કોર્ટની સ્થાપના કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, CAS કોઈપણ રમત સંગઠનથી સ્વતંત્ર છે. CAS ઘણા રમત વિવાદોમાં અંતિમ નિર્ણય આપે છે, કેટલાક સંજોગોમાં સ્વિટ્ઝર્લેન્ડની ફેડરલ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવે છે.

આ પણ વાંચો: Paris Olympics 2024: અમન સેહરાવત ફાઈનલમાં પહોંચવામાં ચૂકી ગયો, હવે બ્રોન્ઝ મેડલ માટે દાવો કરશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">