Paris 2024 : પેરિસ ઓલિમ્પિકમાં મેડલની કિંમત શું છે ? એફિલ ટાવર સાથે છે ખાસ કનેક્શન
પેરિસ ઓલિમ્પિકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ ગેમ્સ 26 જુલાઈથી શરૂ થઈ રહી છે. જ્યાં 10,000થી વધુ ખેલાડીઓ મેડલ જીતવા મેદાનમાં ઉતરશે. આ મેડલ ખેલાડીઓ માટે અન્ય કરતાં વધુ મૂલ્યવાન છે. પેરિસ ઓલિમ્પિક માટે ખાસ મેડલ તૈયાર કરવામાં આવ્યા છે. એક ગોલ્ડ મેડલની કિંમત જાણી ચોંકી જશો.

પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે. અનેક દેશોના ખેલાડીઓએ ઘણા વર્ષોથી ઓલિમ્પિકની તૈયારી કરી છે. ઓલિમ્પિકમાં ક્વોલિફાય થવું પણ મોટી વાત છે. આવી સ્થિતિમાં જો તમે મેડલ જીતી લો, તો તમારું નામ ઈતિહાસમાં નોંધાઈ જાય છે. ઓલિમ્પિકમાં વિજેતાઓને મેડલ મળે છે, પરંતુ શું તમે જાણો છો કે તેની કિંમત કેટલી હોય છે? પેરિસ ઓલિમ્પિકના મેડલની કિમત જાણી તમે ચોંકી જશો.
પેરિસ ઓલિમ્પિક માટે ખાસ મેડલ તૈયાર કરવામાં આવ્યા
ઓલિમ્પિકમાં પ્રથમ સ્થાન મેળવનારને ગોલ્ડ મેડલ, બીજાને સિલ્વર મેડલ અને ત્રીજાને બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે. ઘણી રમતોમાં ચોથા સ્થાને રહેનાર ખેલાડીને બ્રોન્ઝ મેડલ પણ મળે છે. આ વખતે પેરિસ ઓલિમ્પિક માટે તૈયાર કરવામાં આવેલા મેડલમાં એફિલ ટાવરના લોખંડનો ટુકડો નાખવામાં આવ્યો છે. દરેક મેડલમાં એફિલ ટાવરના ટુકડાનું વજન 18 ગ્રામ છે. તેની જાડાઈ 9.2 mm છે જ્યારે વ્યાસ 85 mm હશે.
ગોલ્ડ મેડલ સંપૂર્ણ રીતે સોનાથી બનેલો નથી
પેરિસ ઓલિમ્પિક 2024 માટે કુલ 5084 મેડલ બનાવવામાં આવ્યા છે. જેમાં ગોલ્ડ મેડલનું વજન 529 ગ્રામ અને સિલ્વર મેડલનું વજન 525 ગ્રામ છે. જ્યારે બ્રોન્ઝ મેડલ 455 ગ્રામનો હશે. તમને જણાવી દઈએ કે, ગોલ્ડ મેડલ સંપૂર્ણ રીતે સોનાથી બનેલો નથી, તેમાં 92.5 ટકા ચાંદી અને માત્ર 6 ગ્રામ સોનું હોય છે. એ જ રીતે સિલ્વર મેડલમાં પણ 92.5 ટકા સિલ્વર અને બ્રોન્ઝ મેડલમાં 97 ટકા કોપર હોય છે.
પેરિસ ઓલિમ્પિક મેડલની કિંમત
અહેવાલો અનુસાર, પેરિસ ઓલિમ્પિક 2024 માટે તૈયાર કરાયેલા ગોલ્ડ મેડલની કિંમત લગભગ $758 છે. રૂપિયામાં તેની કિંમત લગભગ 63 હજાર 357 રૂપિયા છે. જ્યારે સિલ્વર મેડલની કિંમત લગભગ 250 ડોલર એટલે કે 20,890 રૂપિયા અને બ્રોન્ઝ મેડલની કિંમત લગભગ 5 ડોલર એટલે કે 417 રૂપિયા છે. જો કે, સામાન્ય મેડલની કિંમત મેલ્ટિંગ મેડલની સરખામણીમાં વધારે છે.
આ પણ વાંચો: ICC Ranking : શુભમન ગિલે 36 ખેલાડીઓને પાછળ છોડ્યા, યશસ્વી જયસ્વાલની મોટી છલાંગ