વર્લ્ડકપમાં ભાગ નહીં લઈ શકે પેરા શૂટર્સ SAIની મદદ પણ કામ ન આવી, ટીમ ઈન્ડિયાને થઈ શકે છે મોટું નુકસાન
પેરા વર્લ્ડ કપ (Para ISSF World Cup) 4 થી 13 જૂન દરમિયાન યોજાનાર છે અને તે પેરિસ પેરાલિમ્પિક્સ (Paris Paralympics)માટે ક્વોટા પણ મળશે.
Avani Lekhara : પેરાલિમ્પિક્સ (Paris Paralympics)માં ડબલ મેડલ વિજેતા સિંહરાજ અધના (Vijay Singh Adhana) સહિત ભારતીય પેરા શૂટિંગ ટુકડીના છ સભ્યો ભારત સરકારના હસ્તક્ષેપ છતાં વિઝા ન મળવાને કારણે ફ્રાન્સમાં પેરા ISSF વર્લ્ડ કપ(Para ISSF World Cup)માં ભાગ લઈ શકશે નહીં. ટોક્યો પેરાલિમ્પિકની ગોલ્ડ મેડલિસ્ટ અવની લેખારા(Avani Lekhara) એ ટ્વિટ કર્યા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. વિઝા ન મળતાં તેણે તેની માતા શ્વેતા જેવરિયા અને કોચ રાકેશ મનપત પાસે મદદ માંગી હતી.
એરપોર્ટ પરથી પીટીઆઈ સાથે વાત કરતા, મુખ્ય રાષ્ટ્રીય કોચ અને ભારતીય પેરા શૂટિંગના અધ્યક્ષ જય પ્રકાશ નૌટિયાલે કહ્યું કે, લેખારા અને તેના કોચને વિઝા મળી ગયા છે. “અવની અને તેના કોચને વિઝા મળી ગયા છે, પરંતુ તેના એસ્કોર્ટ, જે તેની માતા છે, તે વિઝા મેળવી શકી નથી,
ઘણા પેરાલિમ્પિક શૂટરોને વિઝા મળ્યા નથી
It is unfortunate that all the visas of the Indian Para Shooting Contingent going to France have not been approved. All efforts were made by MYAS and MEA to secure all visas but unfortunately this time the efforts did not materialise.@IndiaSports @MEAIndia https://t.co/0O70TeW2hE
— SAI Media (@Media_SAI) June 4, 2022
I am sad, not able to go to France since the visa of my escort Ms. Shweta Jewaria & my coach Mr.Rakesh Manpat have not been released. It’s an important match for me on 7th June.Can anyone help? @DrSJaishankar @ianuragthakur @KirenRijiju @Media_SAI @ParalympicIndia @FranceinIndia https://t.co/bPcz8O5EPC
— Avani Lekhara अवनी लेखरा PLY (@AvaniLekhara) June 4, 2022
જય પ્રકાશે વધુમાં જણાવ્યું હતું કે, આ સિવાય ત્રણ પેરા શૂટર્સ સિંહરાજ, રાહુલ ઝાખર અને દીપન્દર સિંહ (તમામ પેરા પિસ્તોલ શૂટર્સ) અને બે કોચ સુભાષ રાણા (રાષ્ટ્રીય કોચ) અને વિવેક સૈની (સહાયક કોચ)ને વિઝા મળ્યા નથી. તેણે કહ્યું કે, ફ્રેન્ચ દૂતાવાસે કોઈ કારણ આપ્યું નથી. તેણે એટલું જ કહ્યું કે, વિઝાની ભારે માંગ છે. અમે 23મી એપ્રિલે વિઝા માટે અરજી કરી હતી. વિદેશ મંત્રાલયે પણ અમારી મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ છ સભ્યોને વિઝા મળી શક્યા ન હતા. આ ટુર્નામેન્ટ 4 થી 13 જૂન દરમિયાન યોજાવાની છે અને તે પેરિસ પેરાલિમ્પિક્સ માટે ક્વોટા પણ મળશે.
માત્ર 22 ખેલાડીઓને વિઝા મળ્યા છે
નૌટિયાલે કહ્યું, અમે હવે 22 સભ્યો સાથે જઈ રહ્યા છીએ, જેમાંથી 14 શૂટર છે. અમને આશા હતી કે દરેકને વિઝા મળશે કારણ કે આગામી પેરાલિમ્પિક્સ પેરિસમાં યોજાવાની છે અને આ ટુર્નામેન્ટ દ્વારા 18 ક્વોટા નક્કી કરવામાં આવશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ અવનીના ટ્વીટને રીટ્વીટ કરીને કહ્યું કે, “તે દુર્ભાગ્યપૂર્ણ છે કે ભારતીય પેરા શૂટરોને વિઝા મળી શક્યા નથી. રમતગમત મંત્રાલય અને વિદેશ મંત્રાલયે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ સફળતા ન મળી.