AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જોકોવિચે દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપમાં જીત સાથે કરી શરૂઆત, મુસેટીને 6-3, 6-3થી હરાવ્યો

2017 બાદ પહેલીવાર દુબઈ ઓપનમાં રમી રહેલ એન્ડી મરેએ ઓસ્ટ્રેલિયાના ક્વોલિફાયર ક્રિસ્ટોફર ઓ કોનેલને 6-7 (4), 6-3, 7-5 થી હરાવ્યો.

જોકોવિચે દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપમાં જીત સાથે કરી શરૂઆત, મુસેટીને 6-3, 6-3થી હરાવ્યો
Novak Djokovic (PC: Gulf News)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 6:50 PM
Share

સર્બિયાના દિગ્ગજ ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ (Novak Djokovic) ઓસ્ટ્રેલિયા ઓપન (Australian Open) સમયે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. વિવાદમાં રહેનાર આ ખેલાડીએ હવે ટેનિસ કોર્ટમાં વાપસી કરી છે. દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપથી (Dubai Tennis Championships) ટેનિસ કોર્ટમાં વાપસી કરી છે અને જીત સાથે શરૂઆત કરી છે. મુસેટી સામે એક તરફી મેચમાં હરાવીને જોકોવિચે બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.

ઓસ્ટ્રેલિયા ઓપનમાં ભાગ નહીં લઇ શકનાર વિશ્વના નંબર એક ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિચે દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપમાં લારેંજો મુસેટીને 6-3, 6-3 થી હરાવીને વર્ષ 2022 મા પોતાની પહેલી મેચ જીતી લીધી છે. આ મેચમાં મુસેટી સામે સર્બિયાના આ સ્ટાર ખેલાડી શરૂઆતથી જ હાવી રહ્યો હતો. બંને સેટમાં જોકોવિચે માત્ર 2 ગેમ સેટ ગુમાવ્યા હતા અને મેચ પોતાના નામે કરી લીધી હતી.

જોકોવિચ ગત મહિને ઓસ્ટ્રેલિયા ઓનપમાં ન રમી શકવાના કારણે પોતાનું ખિતાબ બચાવી શક્યો ન હતો. તેણે કોરોનાનો ડોઝ નહીં લેવાના કારણે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ મળી શક્યો ન હતો. જોકે સંયુક્ત અરબ અમીરાત (UAE) એ તેને પ્રવેશની પરવાનગી આપી અને જોકોવિચે આ ટુર્નામેન્ટથી વર્ષ 2022 ની શરૂઆત કરી. મહત્વનું છે કે આ ટુર્નામેન્ટમાં તે અત્યાર સુધી પાંચવાર વિજેતા બની ચુક્યો છે.

ગત વર્ષે ફ્રેન્ચ ઓપનમાં મુસેટીએ નોવાક જોકોવિચ સામે બે સેટ જીત્યો હતો. પણ ઇટલીના આ ખેલાડી અહીંની ટુર્નામેન્ટમાં બ્રેક પોઇન્ટ મેળવવાની ઘણી તક ગુમાવી હતી. નોવાક જોકોવિચ બીજા રાઉન્ડમાં હવે ખાચનોવ અને અલેક્સ ડિ મિનૌર વચ્ચે રમાનાર મેચમાં વિજેતા ખેલાડી સામે રમશે. આ વચ્ચે એન્ડી મરેએ 2017 બાદ દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં પહેલી મેચ રમી રહ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયાના ક્વોલિફાયર ક્રિસ્ટોફર ઓ કોનેલને 6-7 (4), 6-3, 7-5 થી હરાવી દીધો છે.

કોજલોવે દિમિત્રોવને હરાવ્યો

સ્ટેફન કોજલોવે ગ્રિગોર દિમિત્રોવને 7-6 (8), 5-7, 6-2 થી હરાવીને મેક્સિકન ઓપનના બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી દીધી છે. કોજલોવ બીજા રાઉન્ડમાં સ્પેનના દિગ્ગજ રાફેલ નડાલ સામે ટકરાશે.

આ પણ વાંચો : INDvSL: ભારતી ટીમ સાથે જોડાતા જ રવિન્દ્ર જાડેજાએ વ્યક્ત કરી પોતાની ખુશી

આ પણ વાંચો : INDvSL: જસપ્રીત બુમરાહને ઉપ સુકાની બનાવવા પર રોહિત શર્માએ આપ્યું મોટુ નિવેદન

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">