INDvSL: જસપ્રીત બુમરાહને ઉપ સુકાની બનાવવા પર રોહિત શર્માએ આપ્યું મોટુ નિવેદન

અમે રોહિત શર્માની કેપ્ટનશિપમાં બુમરાહ, રિષભ પંત અને લોકેશ રાહુલને કેપ્ટન તરીકે ગ્રુમ કરી રહ્યા છીએ: ચેતન શર્મા

INDvSL: જસપ્રીત બુમરાહને ઉપ સુકાની બનાવવા પર રોહિત શર્માએ આપ્યું મોટુ નિવેદન
Rohit Sharma and Jasprit Bumrah (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 4:34 PM

રોહિત શર્મા (Rohit Sharma) એ બુધવારે પત્રકાર પરિષદમાં કહ્યું કે, “તે શ્રીલંકા (Sri Lanka Cricket) સામેની આગામી ટી20 સીરિઝ અને ટેસ્ટ સીરિઝ માટે જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ને ઉપ સુકાની બનાવવા પર ખુશ છે. તેણે કહ્યું કે જો કોઇ બોલર કે બેટ્સમેન લીડરશિપ ગ્રુપનો ભાગ બને છે તો તેને કોઇ જ તકલીફ નથી. બુમરાહને આ વર્ષની શરૂઆતમાં સાઉથ આફ્રિકામાં થયેલ વન-ડે સીરિઝ માટે પહેલીવાર ભારતનો ઉપ સુકાની બનાવવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર તેને આ ભુમિકા સોપવામાં આવી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જસપ્રીત બુમરાહને લોકેશ રાહુલની ગેરહાજરીમાં શ્રીલંકા સામેની સ્થાનિક સીરિઝમાં ઉપ સુકાની બનાવવામાં આવ્યો છે. રાહુલ આ મહિનાની શરૂઆતમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સીરિઝ માટે ભારતનો ઉપ સુકાની બન્યો હતો. જ્યારે રિષભ પંતને ટી20 સીરિઝમાં ઉપ સુકાની બનાવવામાં આવ્યો હતો. રિષભ પંતે પણ શ્રીલંકા સામેની ટી20 સીરિઝમાંથી બ્રેક લીધો છે.

જાણો, વર્ચુઅલ પત્રકાર પરિષદમાં રોહિત શર્માએ શું કહ્યું,

તેનાથી કોઇ ફર્ક નથી પડતો કે તે બેટ્સમેન છે કે બોલર. હું તેને સારી રીતે ઓળખું છું અને હું સમજુ છું કે તેની પાસે કેવું ક્રિકેટનું દિમાગ છે. લીડરશિપના રોલની ભુમિકામાં પગલું મુકવું તેના માટે સારૂ રહેશે. તે પોતાની રમતને એક આગળના લેવલ સુધી લઇ ગયો છે. મને વિશ્વાસ છે કે આગળ પણ તે વધતો રહેશે. આ ભુમિકા જે તેને મળી છે તેનાથી તેનો આત્મવિશ્વાસ વધારે વધશે.

બુમરાહ, પંત અને રાહુલ લીડરશિપ માટે સંભવિત દાવેદાર છેઃ રોહિત શર્મા

આ વચ્ચે રોહિત શર્માએ એ પણ કહ્યું કે બુમરાહ, રાહુલ અને રિષભ પંત ટીમમાં લીડરશિપની ભુમિકા માટે મજબુત દાવેદાર છે. તેણે વધુમાં કહ્યું કે, “જો તમે જસપ્રીત બુમરાહ, લોકેશ રાહુલ અને રિષભ પંત વિશે વાત કરો છો તો આ તમામ લોકોએ ભારતીય ક્રિકેટમાં ભવિષ્યમાં મહત્વપુર્ણ ભુમિકા નિભાવવી પડશે.”

હાલમાં જ ચીફ સિલેક્ટર ચેતન શર્માએ પણ કહ્યું હતું કે અમે રોહિત શર્માની લીડરશિપમાં લોકેશ રાહુલ, રિષભ પંત અને જસપ્રીત બુમરાહને સુકાની માટે ગ્રુપ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો : IND vs SL: કોણ છે T20માં સિક્સર કીંગ? જુઓ છગ્ગા ફટકારનારા મહારથીઓનુ લીસ્ટ

આ પણ વાંચો : IND vs SL: વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા આ રેકોર્ડ પોતાના નામે કરી પહોંચી શકે છે નંબર 1 સ્થાન પર

g clip-path="url(#clip0_868_265)">