INDvSL: ભારતી ટીમ સાથે જોડાતા જ રવિન્દ્ર જાડેજાએ વ્યક્ત કરી પોતાની ખુશી
ગુજરાતી ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ટીમ ઇન્ડિયા માટે ફરીથી રમવાને લઇને ઉત્સાહ જાહેર કર્યો
ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ (Ravindra Jadeja) 23 ફેબ્રુઆરીએ શ્રીલંકા સામેની ટી20 સીરિઝથી પહેલા ભારતીય ક્રિકેટ ટીમમાં (Team India) પરત ફરતા ખુશી વ્યક્ત કરી છે. તે શ્રીલંકા સામેની આગામી બંને ટી20 સીરિઝ અને ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયા તરફથી મેદાન પર જોવા મળશે. સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા બે મહિનાથી વધુ સમય માટે મેદાનથી બહાર હતો અને હવે શ્રીલંકા (Sri Lanka Cricket) સીરિઝથી વાપસી કરી રહ્યો છે.
નવેમ્બર-ડિસેમ્બર 2021 માં ન્યુઝીલેન્ડ સામે કાનપુર ટેસ્ટ મેચ સમયે જમણા હાથમાં ઇજા થયા બાદ રવિન્દ્ર જાડેજા ક્રિકેટના મેદાનથી દુર હતો. આ ઇજાના કારણે સાઉથ આફ્રિકાના પ્રવાસે અને વેસ્ટ ઇન્ડિઝ સામેની ઘરઆંગણેની સીરિઝમાંથી બહાર હતો. જોકે હવે આ અનુભવી ઓલરાઉન્ડર સંપૂર્ણ રીતે ફીટ થઇ ચુક્યો છે અને મેદાન પર તરખાટ મચાવવા માટે તૈયાર છે.
શ્રીલંકા સામે તરખાટ મચાવવા માટે તૈયાર છે રવિન્દ્ર જાડેજા
શ્રીલંકા સામેની દ્વિપક્ષીય સીરિઝની શરૂઆત 24 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે. મેચ પહેલા રવિન્દ્ર જાડેજાએ ટીમ ઇન્ડિયા માટે રમવાને લઇને ઉત્સાહીત છે. ઓલરાઉન્ડર જાડેજાએ કહ્યું કે તે હવે ઘણું સારૂ ફિલ કરી રહ્યો છે અને 2-3 મહિના બાદ ભારત માટે રમવાને લઇને ઘણો ઉત્સાહિત છું. તે ઇજામાંથી બહાર આવ્યા બાદ શ્રીલંકા સામે રમવાને લઇને ઘણો ઉત્સાહિત છે.
BCCI દ્વારા ટ્વિટર પર જાહેર કરેલ એક વીડિયોમાં રવિન્દ્ર જાડેજાએ કહ્યું, “ભારતીય ટીમમાં ફરીથી જોડાયા બાદ ઘણું સારૂ લાગી રહ્યું છે. હું ખરેખર ટી20 અને ટેસ્ટ સીરિઝ રમવાને લઇને ઉત્સાહિત છું. હું ઘણુ સારૂ ફિલ કરી રહ્યો છું કે અંતે 3 મહિના બાદ હું ભારત માટે ફરીથી રમી રહ્યો છું. હું શ્રીલંકા સામે રમવા માટે તૈયરા છું.”
તેણે આગળ કહ્યું કે તે પોતાનું રિહૈબ સારી રીતે કરવા માંગતો હતો અને તેણે NCA માં પોતાની ફિટનેશ પર સખત મહેનત કરી છે. બેંગ્લોરમાં બેટિંગ અને બોલિંગ કરી, ત્યા બધુ જ સારૂ રહ્યું અને આ રીતે તે રમત સાથે જોડાયેલો રહ્યો. તે બે મહિનાથી વધુ સમય બાદ પહેલી પ્રેક્ટિસ માટે ભારતીય ટીમ સાથે જોડાયો છે.
જુઓ આ વીડિયોઃ
💬 💬 “I’m excited to be back and raring to go.”
Say Hello to all-rounder @imjadeja and vice-captain @Jaspritbumrah93 as they join #TeamIndia for the Sri Lanka series. 👋 👋@Paytm | #INDvSL pic.twitter.com/gpWG3UESjv
— BCCI (@BCCI) February 23, 2022
આ પણ વાંચો : INDvSL: જસપ્રીત બુમરાહને ઉપ સુકાની બનાવવા પર રોહિત શર્માએ આપ્યું મોટુ નિવેદન
આ પણ વાંચો : INDvSL: ત્રણેય ફોર્મેટમાં સુકાની બન્યા બાદ રોહિત શર્માએ આપ્યું મહત્વનું નિવેદન