નોવાક જોકોવિચે હજુ સુધી કોરોનાની રસી લીધી નથી, અમેરિકામાં રમી શકશે ટૂર્નામેન્ટ?

|

Mar 09, 2022 | 11:25 PM

ઈન્ડિયન વેલ્સ માસ્ટર્સ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન અમેરિકામાં થશે પણ નોવાક જોકોવિચે અત્યાર સુધી તેણે કોરોનાની રસી લીધી નથી, કોરોના વેક્સિનના નિયમના કારણે તે ઓસ્ટ્રેલિયા ઓપનમાં પણ રમી શક્યો ન હતો.

નોવાક જોકોવિચે હજુ સુધી કોરોનાની રસી લીધી નથી, અમેરિકામાં રમી શકશે ટૂર્નામેન્ટ?
Novak Djokovic (File Photo)

Follow us on

વિશ્વના સ્ટાર ટેનિસ ખેલાડીઓમાંના એક સર્બિયાના નોવાક જોકોવિચ (Novak Djokovic)ને હજુ સુધી કોવિડ-19 સામે રક્ષણ માટેની રસી લીધી નથી. તેનું નામ BNP પરિબા ઓપનમાં મેન્સ ડ્રોમાં છે, પરંતુ હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે તેને કોરોનાની રસી લીધા વિના યુએસમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે છે કે નહીં. અમેરિકામાં પ્રવેશ માટે કોરોનાની રસી મેળવવી ફરજિયાત કરવામાં આવી છે.

સર્બિયાના 34 વર્ષીય ટેનિસ સ્ટાર ખેલાડી નોવાક જોકોવિચે BNP પરિબાસ ઓપન (BNP Paribas Open) માં પુરૂષોના મુખ્ય ડ્રોમાં જગ્યા બનાવી લીધી છે. નોવાક જોકોવિચે હજુ સુધી કોરોનાની રસી લીધી નથી. જ્યારે અમેરિકામાં પ્રવેશ માટે તે ફરજિયાત છે. ટુર્નામેન્ટ અધિકારીઓએ કહ્યું છે કે ઈન્ડિયન વેલ્સ માસ્ટર્સમાં ભાગ લેવા માટે રસીના તમામ ડોઝ જરૂરી છે.

ચાલુ વર્ષે 2022 જાન્યુઆરીમાં નોવાક જોકોવિચને કોરોના રસીકરણ નિયમોને કારણે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ કારણોસર તે વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન-2022 (Australia Open 2022)માં ભાગ લઈ શક્યો ન હતો. ત્યારબાદ તે ગત મહિને દુબઈમાં વર્ષમાં પહેલી ટુર્નામેન્ટમાં રમ્યો હતો. જ્યાં તે ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચ્યો હતો પણ ત્યાં યુવા ખેલાડી જીરી વેસ્લી સામે હારી ગયો હતો અને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

મંગળવારે ઈન્ડિયન વેલ્સ માટે પુરુષોનો ડ્રો યોજાયો હતો. જેમાં નોવાક જોકોવિચનું નામ પણ હતું. તેને પ્રથમ રાઉન્ડમાં બાય મળ્યો હતો અને તે બીજા રાઉન્ડમાં ડેવિડ ગોફીન અથવા જોર્ડન થોમ્પસન વચ્ચેની મેચમાં વિજેતા ખેલાડી સામે ટકરાશે. ટુર્નામેન્ટના અધિકારીઓએ એક નિવેદનમાં કહ્યું, ‘અમે તેની ટીમ સાથે વાત કરી રહ્યા છીએ. તે અમેરિકામાં પ્રવેશવાની પરવાનગી લઈને રમી શકશે કે નહીં તે હજુ નક્કી નથી.

આ પણ વાંચો : ICC Women’s World Cup: વર્લ્ડકપ ઈતિહાસમાં પહેલીવાર ઈંગ્લેન્ડને હરાવીને વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટને આપી મોટી પ્રતિક્રિયા

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયા ભારત અને પાકિસ્તાન સાથે ત્રિકોણીય શ્રેણી રમવા માંગે છે, બોર્ડ ચીફે કહ્યું ‘આવી શ્રેણી હોસ્ટ કરવાનું ગમશે’

Next Article