AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neeraj Chopra : નીરજ ચોપરાની જાહેરાત : હવે 90 મીટરની નજીક… હું આ વર્ષે જ રેકોર્ડ બનાવીશ

Atheltics : ગુરુવારે, ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ પ્રતિષ્ઠિત ડાયમંડ લીગમાં સિલ્વર મેડલ જીતીને રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો. સ્ટોકહોમમાં તે 90 મીટર દૂર બરછી ફેંકવાનું ચૂકી ગયો, પરંતુ વિશ્વાસ છે કે તે આ વર્ષે લક્ષ્ય હાંસલ કરશે.

Neeraj Chopra : નીરજ ચોપરાની જાહેરાત : હવે 90 મીટરની નજીક... હું આ વર્ષે જ રેકોર્ડ બનાવીશ
Neeraj Chopra (PC: Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 10:03 AM
Share

ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા (Neeraj Chopra) એ પ્રતિષ્ઠિત ડાયમંડ લીગમાં રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને સિલ્વર મેડલ જીત્યો હતો. ગુરુવારે તે 90 મીટરનું અંતર ચૂકી ગયો હતો. પરંતુ તેને વિશ્વાસ છે કે તે આ વર્ષે લક્ષ્ય હાંસલ કરી લેશે. નીરજ ચોપરા પ્રથમ વખત ડાયમંડ લીગના ટોપ થ્રીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો હતો. 24 વર્ષીય એથ્લીટે પહેલા જ પ્રયાસમાં 89.94 મીટર બરછી ફેંકી હતી. જેના કારણે તે 90 મીટર માત્ર છ સેન્ટિમીટરથી ચૂકી ગયો.

આ દરમિયાન તેણે તેનો 89.30 મીટરનો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો. જે તેણે 14 જૂને ફિનલેન્ડના તુર્કુમાં પાવો નુર્મી ગેમ્સમાં બીજા સ્થાને રહીને હાંસલ કર્યો. નીરજના અન્ય થ્રો 84.37m, 87.46m, 84.77m, 86.67m અને 86.84m હતા.

90 મીટરઃ લાગી રહ્યું હતું કે કરી લઇશ, પણ…

સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાએ ‘JSW સ્પોર્ટ્સ’ને કહ્યું, ‘પહેલો થ્રો ઘણો સારો હતો. મને સારું લાગે છે. એવું ન હતું કે પ્રથમ બરછી ફેંકમાં જ કરવાનું છે. હું 90 મીટરની ખૂબ નજીક હતો અને એવું લાગતું હતું કે હું તે કરી લઇશ. પરંતુ મેં મારું શ્રેષ્ઠ કર્યું તેથી સારૂ લાગી રહ્યું છે.’

ગ્રેનાડાના વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સે 90.31 મીટરના અંતર સાથે ગોલ્ડ જીત્યો હતો. તેણે ત્રીજા પ્રયાસમાં આ અંતર હાંસલ કર્યું હતું. નીરજ ચોપરાએ કહ્યું, ‘હું હવે 90 મીટરની નજીક છું અને આ વર્ષે હું તે કરી શકું છું. આજે જીત્યો નથી. પરંતુ મને સારું લાગે છે. કારણ કે મેં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.’

નીરજ ચોપરા ઑગસ્ટ 2018માં ઝ્યુરિચમાં ડાયમંડ લીગ મીટમાં ચોથા સ્થાને રહ્યો હતો. તે ચાર વર્ષમાં પ્રથમ વખત ડાયમંડ લીગમાં રમી રહ્યો હતો. તેણે ડાયમંડ લીગ મીટમાં 7 વખત ભાગ લીધો છે (2017માં ત્રણ વખત અને 2018માં ચાર વખત).

તેણે કહ્યું, ‘જ્યારે એન્ડરસન પીટર્સે 90 મીટરનું અંતર કાપ્યું. ત્યારે મને પણ લાગ્યું કે મારે પણ આવું જ કરવું પડશે. મારા મનમાં હતું કે બધું પરફેક્ટ હોવું જોઈએ. ભાલા એક જ લાઈનમાં જવું જોઈએ અને ટેકનિક પરફેક્ટ હોવી જોઈએ. જ્યારે બધું પરફેક્ટ હોય ત્યારે જ તમે આટલા લાંબા અંતરથી ફેંકી શકો છો.’

નીરજ ચોપરાએ કહ્યું, ‘હરીફાઈ હતી. પરંતુ હું ખુશ છું કે મારા તમામ થ્રો ખૂબ સારા હતા. હું મારા પ્રદર્શનથી ખુશ છું. હું લાંબા સમય પછી રમી રહ્યો છું અને આગામી સ્પર્ધામાં મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીશ.’

હવે મારી નજર વિશ્વ ચેમ્પિયનશિપમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પર છે

નીરજ ચોપરાની નજર 15 થી 24 જુલાઈ દરમિયાન અમેરિકાના યુજીનમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શન પર છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારત પાસે માત્ર એક જ મેડલ છે. જે લાંબી કૂદની મહાન અંજુ બોબી જ્યોર્જે 2003માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તો શું તેનાથી તેના પર દબાણ આવશે?

તેના પર તેણે કહ્યું, ‘ના, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એક જ મેડલ છે. તેથી તેના પર કોઈ દબાણ નથી. માત્ર મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. જ્યારે હું ઓરેગોનમાં રમવાનું શરૂ કરીશ ત્યારે જ મને ખબર પડશે કે હું ઓલિમ્પિક ચેમ્પિયનનું દબાણ અનુભવી રહ્યો છું કે નહીં.’

નીરજ ચોપરાએ કહ્યું, ‘હું દબાણ વગર રમું છું. હું સખત તાલીમ આપું છું અને સ્પર્ધામાં મારું 100 ટકા આપવાનો પ્રયાસ કરું છું. હરિયાણાના સ્ટાર એથ્લેટે કહ્યું કે તે વિશ્વ ચેમ્પિયનશિપ માટે તેની તાલીમમાં કોઈ ફેરફાર કરશે નહીં.

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">