ફિફા વર્લ્ડકપની મેચ જોવા પહોંચ્યો કિમ જોંગ ઉન, હકીકત જાણી દંગ રહી ગયા લોકો
સોશિયલ મીડિયા પર દક્ષિણ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. તાનાશાહ કિમ જોંગ ઉનનો કતારના સ્ટેડિયમ બહારના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
કતારમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડકપમાં મેચ જોવા દુનિયાભરથી લોકો આવી રહ્યા છે. ભારતીય હસ્તીઓ પણ આ ફિફા વર્લ્ડકપની મેચ જોવા પહોંચી હતી. તે બધા વચ્ચે સોશિયલ મીડિયા પર દક્ષિણ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. તાનાશાહ કિમ જોંગ ઉનનો કતારના સ્ટેડિયમ બહારના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પણ વાયરલ થઈ રહેલા ફોટો પાછળની હકિકત કઈ અલગ જ છે. આ ફોટો તાનાશાહ કિમ જોંગ ઉનના હમશક્લ હાવર્ડ એક્સનો છે. તેને કતારમાં જોઈ ત્યા હાજર ફૂટબોલ ફેન્સ આશ્ચર્યમાં મુકાયા હતા.
હાવર્ડ એક્સ હાલમાં કતારમાં ક્રોએશિયા અને મોરોક્કો વચ્ચેની ત્રીજા સ્થાન માટેની મેચ જોવા પહોંચ્યો હતો. તેણે ફેન્સ સાથે અને સ્ટેડિયમમાં પાસેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે. તે આ પહેલા વર્ષ 2018માં દુનિયામાં લોકપ્રિય થયો હતો. તે આબેહુબ દક્ષિણ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન જેવો દેખાય છે.
કિમ જોંગ ઉન જેવો દેખાય છે હોવર્ડ એક્સ
I have been to the #WorldCup in #Brazil & #Russia which was a blast. This 1 in #Qatar has a sterile vibe to it as everyone around me is sober. The only place that u can get a beer is a 20 min walk from subway. 1 has to show your foreigner pass & go through airport style security. pic.twitter.com/bYFIFf1Hda
— Kim Jong Un impersonator – Howard X (@KimJongUnDouble) December 16, 2022
In #Qatar for the #WorldCup2022 “lobbying” for North Korea 2030! #Fifa president #GianniInfantino said he is open to having the next one held in #NorthKorea. Hey why not after #Russia2018 & #Qatar2022, it is the next logical step. #Football #WorldCup #soccer #Doha #DohaQatar pic.twitter.com/UhP6RIspDD
— Kim Jong Un impersonator – Howard X (@KimJongUnDouble) December 16, 2022
આજે આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે ફાઈનલ મેચ
આજે કતારના લુસેલ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 કલાકે ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે ફાઈનલ મેચ રમાશે. બંને ટીમો પાસે ત્રીજીવાર વર્લ્ડકપ જીતવાની તક છે. ફ્રાન્સની ટીમ વર્લ્ડકપ માટે 16 વાર કવોલીફાય થઈ હતી. ફિફા વર્લ્ડકપની 71 મેચોમાંથી આ ટીમ 38 મેચો જીતી છે. આ ટીમે વર્લ્ડકપમાં કુલ 131 ગોલ કર્યા હતા. ફ્રાન્સની ટીમ 2 વાર વર્લ્ડકપ ચેમ્પિયન રહી છે. જ્યારે 1 વાર બીજા સ્થાને અને 2 વાર ત્રીજા સ્થાને રહી હતી.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની ટીમે ફિફા વર્લ્ડકપ 2022ની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 4-1થી જીત મેળવી હતી. બીજી મેચમાં ડેનમાર્ક સામે 2-1થી જીત મેળવી હતી. જ્યારે અંતિમ મેચમાં તુનેસિયા સામે 1-0થી હારનો સામનો કરવો પડયો હતો. પ્રી કવાર્ટર ફાઈનલ મેચમાં ફ્રાન્સની ટીમે 3-1થી જીત મેળવી હતી. જ્યારે કવાર્ટર ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 2-1થી જીત મેળવી હતી. 15 ડિસેમ્બરના રોજ રમાયેલી બીજી સેમિફાઈનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની ટીમે મોરોક્કો સામે 2-0થી જીત મેળવી હતી.
આર્જેન્ટિનાની ટીમ 18 વાર વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈ હતી. આ ટીમ વર્લ્ડકપની 86 મેચમાંથી 46માં મેચમાં જીત મેળવી શકી છે. આ ટીમે વર્લ્ડકપમાં કુલ 146 ગોલ કર્યા છે. આર્જેન્ટિનાની ટીમ 2 વાર વર્લ્ડ ચેમ્પિયન (1978, 1986) બની છે. જ્યારે 3 વાર રનર અપ (1930, 1990, 2014) ટીમ રહી છે.
આર્જેન્ટિનાની ટીમ ગ્રુપ સ્ટેજની 3 મેચમાંથી 2 મેચ જીતી શકી હતી. ફિફા વર્લ્ડકપની પ્રથમ મેચમાં જ આ ટીમને સાઉદી અરબ સામે 1-2ના સ્કોરથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટીમે મેક્સિકો સામે 2-0થી અને પોલેન્ડ સામે 2-0થી જીત મેળવી હતી. પ્રી કવાર્ટર ફાઈનલમાં આર્જેન્ટિનાની ટીમે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવીને કવાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યુ હતુ. રોમાંચક કવાર્ટર ફાઈનલ મેચમાં આ ટીમે પેનલટી શૂટઆઉટમાં નેધરલેન્ડની ટીમને હરાવીને સેમિ ફાઈનલમાં સ્થાન મેળ્યુ હતુ.14 ડિસેમ્બરના રોજ રમાયેલી પ્રથમ સેમિફાઈનલ મેચમાં આર્જેન્ટિનાની ટીમે ક્રોએશિયા સામે 3-0થી ભવ્ય જીત મેળવી હતી.