કોલકતામાં મેસ્સી માટે થયો યજ્ઞ, ફાઈનલ પહેલા ભારતમાં છવાયો ફિફા ફીવર
મોટાભાગના ભારતીય ફૂટબોલ ફેન્સ મેસ્સીની આર્જેન્ટિના ટીમને સપોર્ટ કરી રહ્યા છે. આ ટીમના સપોર્ટમાં ઘણી જગ્યાઓ પણ યજ્ઞ પર કરવામાં આવ્યા છે. ભારતીય ફેન્સના કેટલાક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચ આજે 18 ડિસેમ્બરના રોજ મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિના અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ વચ્ચે રમાશે. આ મેચ મહાન ફૂટબોલર મેસ્સીની છેલ્લી આતંરરાષ્ટ્રીય મેચ હશે. જેના કારણે ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચને લઈને આખી દુનિયામાં ભારે ઉત્સાહ હતો. ભારતમાં પણ આજે કેરળથી લઈને કોલકત્તા સુધી ફિફા ફીવર છવાયો છે. મોટાભાગના ભારતીય ફૂટબોલ ફેન્સ મેસ્સીની આર્જેન્ટિના ટીમને સપોર્ટ કરી રહ્યા છે. આ ટીમના સપોર્ટમાં ઘણી જગ્યાઓ પણ યજ્ઞ પર કરવામાં આવ્યા છે. ભારતીય ફેન્સના કેટલાક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની આ ફિફા વર્લ્ડકપની ફાઈનલ મેચ Sports 18 અને Jio cinema પર જોઈ શકાશે. આ મેચ 18 ડિસેમ્બરના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 એ શરુ થશે.
ભારતમાં છવાયો ફિફા ફીવર
It happens only at #Kolkata #ArgentinaVsFrance #Messi #messifans #messivsmbappe #ArgentinaFrancia #FIFAWorldCup #FIFA23 pic.twitter.com/wB9DYzFKHg
— Kaushik (@K__Ganguly) December 18, 2022
#Kolkata is also ready for #WorldCup finals . #Arg supporters perform “yagna “ @news18dotcom pic.twitter.com/50A8GHO8DD
— Kamalika Sengupta (@KamalikaSengupt) December 18, 2022
કોલકત્તામાં એક મહિલા દુકાનદારે આર્જેન્ટિનાને સપોર્ટ કરતા ચા ફ્રી આપી રહી છે. જ્યારે એક ફેન મેસ્સીની પોસ્ટર સામે તેની જીત માટે યજ્ઞ કરી રહ્યો હતો. કોલકત્તામાં અન્ય આર્જેન્ટિના ફેન્સ પણ જીત માટે યજ્ઞ કરતા જોવા મળ્યા હતા.
Kerala’s Craziest Football fans have proved it again… They had promised if Argentina reaches Finals, they’ll place Messi’s cutout under the sea among reefs and they did it… I think Messi should visit Kerala… #FIFAWorldCup #ArgentinaDay #ArgentinaFrancia
WA Fwd pic.twitter.com/6cwyOB3yTk
— Manish Bothra (@MoneyMystery) December 18, 2022
કેરળમાં મેસ્સીના એક ફેન એ તેનું પોસ્ટર દરિયાની નીચે લઈ જઈને આર્જેન્ટિના અને મેસ્સીને અનોખી રીતે સપોર્ટ આપ્યો હતો.
Looking for recommendations for @FIFAWorldCup semi final screening in South Kolkata. I’m not looking for strictly indoor recommendations. If a locality is projecting the game and the organisers don’t mind having visitors that work just as well. pic.twitter.com/jtw7UvNgDT
— Archit (@ArchitMeta) December 13, 2022
Meet Mr. @pansuraj ! A senior cameraperson who becomes a kid when he sees a football… Doesn’t leave the camera but doesn’t let go the #football either ! इसे कहते है खेल की दीवानगी ! #ArgentinaVsFrance #FIFAWorldCup #WorldCup #Kolkata #Francia #France #Messi #Messi #Qatar2022 pic.twitter.com/hpodEfBbf7
— MANOGYA LOIWAL मनोज्ञा लोईवाल (@manogyaloiwal) December 18, 2022
આર્જેન્ટિનાની ટીમ 18 વાર વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈ હતી. આ ટીમ વર્લ્ડકપની 86 મેચમાંથી 46માં મેચમાં જીત મેળવી શકી છે. આ ટીમે વર્લ્ડકપમાં કુલ 146 ગોલ કર્યા છે. આર્જેન્ટિનાની ટીમ 2 વાર વર્લ્ડ ચેમ્પિયન (1978, 1986) બની છે. જ્યારે 3 વાર રનર અપ (1930, 1990, 2014) ટીમ રહી છે. મેસ્સી પાસે તેનો પહેલો વર્લ્ડકપ જીતવાની તક છે.
ફ્રાન્સની ટીમ વર્લ્ડકપ માટે 16 વાર કવોલીફાય થઈ હતી. ફિફા વર્લ્ડકપની 71 મેચોમાંથી આ ટીમ 38 મેચો જીતી છે. આ ટીમે વર્લ્ડકપમાં કુલ 131 ગોલ કર્યા હતા. ફ્રાન્સની ટીમ 2 વાર વર્લ્ડકપ ચેમ્પિયન રહી છે. જ્યારે 1 વાર બીજા સ્થાને અને 2 વાર ત્રીજા સ્થાને રહી હતી. ફ્રાન્સની ટીમ આ ફાઈનલ જીતશે, તો તે સતત બીજીવાર વર્લ્ડકપ ચેમ્પિયન બનનાર બીજી ટીમ બનશે. ફ્રાન્સનો ખેલાડી એમ્બાપ્પે આ મેચમાં પેલેના રેકોર્ડની બરાબરી કરી શકે છે.
કોને કેટલી પ્રાઈઝ મની મળશે ?
ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલમાં જીતનાર ટીમને 165 કરોડની 18 કેરેટવાળી સોનાની ટ્રોફી મળશે. જોકે, વર્લ્ડકપની સાચી ટ્રોફીના સ્થાને તેમને સુરક્ષાના કારણોસર ટ્રોફીની રેપ્લિકા આપવામાં આવશે. વિજેતા ટીમને- 42 મિલિયન (347 કરોડ) અને રનર અપ ટીમને- 30 મિલિયન (248 કરોડ) પ્રાઈઝ મની આપવામાં આવશે.