Paris Olympics 2024: ઓલિમ્પિક મેડલ જીતનાર ભારતીય હોકી ટીમનું અપમાન! સોશિયલ મીડિયા પર ફેન્સ ભડક્યા

પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતીય હોકી ટીમ સ્વદેશ પરત ફરી છે. દિલ્હીમાં ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ સોશિયલ મીડિયા પર એક અલગ જ ચર્ચા છેડાઈ ગઈ છે અને ચાહકો ભારતીય હોકી ટીમનું દેશમાં આગમન બાદ અપમાન થયું હોવાનો આરોપ લગાવી રહ્યા છે.

Paris Olympics 2024: ઓલિમ્પિક મેડલ જીતનાર ભારતીય હોકી ટીમનું અપમાન! સોશિયલ મીડિયા પર ફેન્સ ભડક્યા
Indian Hockey Team
Follow Us:
| Updated on: Aug 10, 2024 | 7:08 PM

ભારતીય હોકી ટીમે તાજેતરમાં પેરિસ ઓલિમ્પિકમાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતે બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને 2-1થી હરાવ્યું હતું. આ ઐતિહાસિક જીત બાદ ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ ભારત પરત ફર્યા છે. દિલ્હી એરપોર્ટ પર ઢોલ-નગારા સાથે ભારતીય ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક ચાહકોને લાગે છે કે સ્વદેશ પરત ફર્યા બાદ ભારતીય હોકી ટીમના ખેલાડીઓનું અપમાન થયું છે. ફેન્સે તેની પાછળનું કારણ પણ જણાવ્યું છે.

ક્રિકેટ સાથે હોકીની સરખામણી

ભારતીય ખેલાડીઓની રાહ જોઈને સવારથી જ એરપોર્ટની બહાર ચાહકો એકઠા થઈ ગયા હતા. ખેલાડીઓ પરત આવતા જ ઢોલ-નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ T20 વર્લ્ડ કપ જીતીને ભારત પરત ફરેલી ટીમ ઈન્ડિયા કરતા આ ભીડ ઘણી ઓછી હતી. એમાં કોઈ શંકા નથી કે ક્રિકેટ દેશની સૌથી લોકપ્રિય રમત છે, અને જ્યારે ક્રિકેટની સરખામણી અન્ય રમતો સાથે કરવામાં આવે છે, ત્યારે ઘણો તફાવત જોવા મળે છે. આ વખતે પણ કંઈક આવું જ જોવા મળ્યું.

5 કારણોથી બગડે છે સ્માર્ટફોન, ભૂલથી પણ ન કરો ભૂલ
અનુષ્કા શર્માની જેમ માધુરી દીક્ષિત પણ હોત ક્રિકેટરની દુલ્હન ! આ કારણે થયું હતું બ્રેકઅપ
તમારા ઘરમાં રખડતાં ઉંદર કેટલા વર્ષ જીવે છે?
ધોનીને મળવા 1200 કિલોમીટર સાઈકલ ચલાવી દિલ્હીથી રાંચી પહોંચ્યો સુપર ફેન
જીલ જોશી એક્ટિંગની સાથે એક સિંગર પણ છે, જુઓ ફોટો
ઘરમાં આ દિશામાં લગાવો 7 દોડતા ઘોડાની તસવીર

શું ભારતીય હોકી ટીમનું અપમાન થયું?

બીજી તરફ ભારતીય હોકી ટીમને જે બસમાં લાવવામાં આવી હતી તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે. વાસ્તવમાં, તે એક સામાન્ય વોલ્વો બસ હતી, જેમાં વધુ સુવિધાઓ દેખાતી ન હતી. ટીમ ઈન્ડિયાને દિલ્હી એરપોર્ટથી લક્ઝરી બસમાં હોટલ લઈ જવામાં આવી હતી. આ બંને બસની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેના પછી ચાહકો ભેદભાવનો આરોપ લગાવી રહ્યા છે.

ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમનો દબદબો

ઓલિમ્પિકના ઈતિહાસમાં હોકીમાં ભારત સૌથી સફળ દેશ છે. ભારતે 8 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 13 મેડલ જીત્યા છે. ભારત 1928 ઓલિમ્પિકથી હોકીમાં ભાગ લઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન ભારતીય હોકી ટીમે તેની પ્રથમ 6 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ભારત સિવાય માત્ર ઓસ્ટ્રેલિયા જ હોકીમાં 10 મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી શક્યું છે. પરંતુ તેમના નામે માત્ર 1 ગોલ્ડ મેડલ છે. નેધરલેન્ડ અને ગ્રેટ બ્રિટને અત્યાર સુધીમાં 9 ઓલિમ્પિક મેડલ જીત્યા છે. જ્યારે પાકિસ્તાનના નામે હોકીમાં 8 મેડલ છે.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા ક્યાં છે? આગામી શ્રેણી ક્યારે યોજાશે? કઈ ટીમો સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
શક્તિપીઠ અંબાજીમાં પ્રથમ નોરતે લાખો માઈ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન
શક્તિપીઠ અંબાજીમાં પ્રથમ નોરતે લાખો માઈ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન
સુરતમાં બોગસ દસ્તાવેજનો પર્દાફાશ, પિતા-પુત્રી સામે નોંધાઈ ફરિયાદ
સુરતમાં બોગસ દસ્તાવેજનો પર્દાફાશ, પિતા-પુત્રી સામે નોંધાઈ ફરિયાદ
મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો
મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો
વાહ રે વિકાસ મોડલ, ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાયો
વાહ રે વિકાસ મોડલ, ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાયો
દ્વારકાના ખેડૂતોએ વિવિધ 6 માગો સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video
દ્વારકાના ખેડૂતોએ વિવિધ 6 માગો સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video
અમદાવાદમાં વિધર્મીના ગરબા આયોજન સામે VHPનો વિરોધ
અમદાવાદમાં વિધર્મીના ગરબા આયોજન સામે VHPનો વિરોધ
અમિત શાહે અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 પર લાવવા કર્યુ આહ્વાન
અમિત શાહે અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 પર લાવવા કર્યુ આહ્વાન
સુરતમાં 15 મોટા કોમર્શિયલ ગરબા આયોજનને અત્યાર સુધી પોલીસની મંજૂરી નહીં
સુરતમાં 15 મોટા કોમર્શિયલ ગરબા આયોજનને અત્યાર સુધી પોલીસની મંજૂરી નહીં
g clip-path="url(#clip0_868_265)">