ISL 2022 ને આજે મળશે નવો ચેમ્પિયન, ફાઈનલ મેચમાં હૈદરાબાદ FC અને કેરળ બ્લાસ્ટર્સ ટકરાશે
હૈદરાબાદ એફસી પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે જ્યારે કેરળ બ્લાસ્ટર્સ ત્રીજી વખત ફાઇનલ રમશે. બંને ટીમો આજ સુધી ISL ટ્રોફી જીતી શકી નથી.
ઈન્ડિયન સુપર લીગ (Indian Super League) ની ફાઈનલ મેચ આજે સાંજે 7.30 કલાકે રમાશે. આ મેચ ગોવાના ફાટોરડા સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં હૈદરાબાદ એફસી (Hyderabad FC) અને કેરળ બ્લાસ્ટર્સ (Kerala Blasters FC) સામસામે ટકરાશે. બંને ટીમો આજ સુધી આ ટ્રોફી જીતી શકી નથી. આવી સ્થિતિમાં આજે યોજાનારી ફાઈનલ બાદ ISL ને તેનો નવો ચેમ્પિયન મળવાની ખાતરી છે.
કેરળ બ્લાસ્ટર્સ (Kerala Blasters FC) ત્રીજી વખત ISL ની ફાઈનલ રમશે. કેરળ ટીમ છેલ્લી બંને ફાઇનલમાં હારી ગયું હતું. આ વખતે તે પોતાની હારનો સિલસિલો તોડવા માંગશે. આ વખતે કેરળ બ્લાસ્ટર્સ લીગ તબક્કામાં ચોથા ક્રમે રહી હતી. કેરળ બ્લાસ્ટર્સે સેમિ ફાઇનલ મેચમાં જમશેદપુર એફસીને 2-1 થી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સેમિ ફાઇનલના પ્રથમ ચરણમાં, કેરળ બ્લાસ્ટર્સ અને જમશેદપુર વચ્ચે 1-1 થી ડ્રો રહી હતી. પરંતુ બીજા ચરણમાં કેરળ બ્લાસ્ટર્સે જમશેદપુરને 1-0 થી હરાવીને ફાઇનલની ટિકિટ સુરક્ષિત કરી હતી.
હૈદરાબાદ એફસી (Hyderabad FC) પહેલીવાર ISL ની ફાઇનલમાં પહોંચી છે. આ ટીમે આ વખતે ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ટીમ લીગ તબક્કામાં બીજા સ્થાને રહી હતી. સેમિ ફાઇનલ મેચમાં, તેઓએ મોહન બાગાનને કુલ 3-2 થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હૈદરાબાદ સાથે રસપ્રદ વાત એ હતી કે આ ટીમ સેમિ ફાઇનલના પ્રથમ ચરણમાં 0-1 થી હારી જવા છતાં બીજા ચરણમાં 3-1 થી જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશી હતી.
It all comes down to this! 💥
A high-stake encounter as @HydFCOfficial battle it out with @KeralaBlasters for the #HeroISL 🏆#HFCKBFC Match Preview: https://t.co/fDGG46sKbB #LetsFootball #HeroISLFinal #FinalForTheFans #HyderabadFC #KeralaBlastersFC pic.twitter.com/ENvxoZAdVG
— Indian Super League (@IndSuperLeague) March 20, 2022
ક્યારે અને ક્યા મેચ જોવા મળશે? હૈદરાબાદ એફસી (Hyderabad FC) અને કેરળ બ્લાસ્ટર્સ (Kerala Blasters FC) વચ્ચેની ISL ફાઇનલ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર જોઈ શકાશે. તેનું જીવંત પ્રસારણ Star Sports 2/HD અને Star Sports 3/HD પર કરવામાં આવશે. તેની સાથે તેનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar એપ પર પણ જોઈ શકાય છે. જોકે, આ માટે તમારે એપને સબસ્ક્રાઈબ કરવું પડશે. મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.
આ પણ વાંચો : IPL ની શરુઆત પહેલા પાકિસ્તાનીએ PSL ને શ્રેષ્ઠ ગણાવતા CSK ના ભારતીય ખેલાડીએ ‘જડબાતોડ’ જવાબ વાળી મોં બંધ કરી દીધુ
આ પણ વાંચો : IPL 2022: સુરેશન રૈનાને મેગા ઓક્શનમાં કેમ કોઇ ખરીદનાર ના મળ્યુ, આ ટીમના કોચે બતાવ્યુ કારણ