French Open 2022ની સેમિફાઈનલમાં ક્લાઈમેટ ચેન્જને લઈને મહિલાએ પોતાને નેટ સાથે બાંધી દીધી, રમત 15 મિનિટ માટે રોકાઈ

Tennis: જ્યારે એક વિરોધી દ્વારા રમત અટકાવવામાં આવી હતી, ત્યારે રૂડે ત્રીજા સેટમાં સિલિક સામે 4-1થી લીડ મેળવી હતી. જોકે આ પછી સુરક્ષાકર્મીઓએ મહિલા પ્રદર્શનકારીને ઉપાડીને જાળીમાંથી બહાર કાઢી હતી.

French Open 2022ની સેમિફાઈનલમાં ક્લાઈમેટ ચેન્જને લઈને મહિલાએ પોતાને નેટ સાથે બાંધી દીધી, રમત 15 મિનિટ માટે રોકાઈ
French Open 2022 (PC: Yahoo Sports)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2022 | 11:48 AM

ફ્રેન્ચ ઓપન 2022 (French Open 2022)માં પુરુષોની સિંગલ્સ કેટેગરીની બીજી સેમીફાઈનલ કેસ્પર રૂડ (Casper Ruud) અને મારિન સિલિક (Marin Cilic) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં કેસ્પર રૂડે શાનદાર પ્રદર્શન કરતા મારિન સિલિકને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. જ્યાં હવે તેનો સામનો 13 વખતના ચેમ્પિયન રાફેલ નડાલ (Rafael Nadal) સાથે થશે. વર્લ્ડ નંબર 8 કેસ્પર રુડે સેમિફાઈનલમાં ક્રોએશિયાના મારિન સિલિકને 3-6, 6-4, 6-2, 6-2થી હરાવ્યો હતો. જોકે એક મહિલા વિરોધીએ નેટમાં ઘૂસી જતાં મેચને થોડા સમય માટે રોકવી પડી હતી. આ પછી તેણીએ તેના ગળામાં નેકલેસ દ્વારા જાળી સાથે તેની ગરદન બાંધી દીધી અને તે જાળીની મદદથી ત્યાં જ બેસી ગઈ.

આ દરમિયાન મહિલાઓના વિરોધની સફેદ ટી-શર્ટ પર લખેલું હતું, ‘અમારી પાસે 1028 દિવસ બાકી છે’. આ લાઈન દ્વારા તે ક્લાઈમેટ ચેન્જ વિશે કંઈક સંદેશ આપવા માંગતી હતી. મહિલા પ્રદર્શનકારીના કારણે લગભગ 15 મિનિટ સુધી રમત રોકવી પડી હતી. સોશિયલ મીડિયા પરના અહેવાલો અનુસાર 22 વર્ષીય વિરોધકર્તા અલીઝી ‘ક્લાઈમેટ નિષ્ક્રિયતા’ વિશે પોતાની ચિંતા વ્યક્ત કરવા માંગતી હતી. તેણીએ કહ્યું “આજે મેં મેદાનમાં પ્રવેશ કર્યો અને નેટ સાથે પોતાને બાંધી દીધી હતી. કારણ કે હું હવે આબોહવા કટોકટી અંગે વધુ જોખમો લઈ શકતી નથી,”

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

મહિલાએ ચાલુ મેચ દરમ્યાન વિરોધ કર્યો હતો. જેથી રમતને અટકાવી પડી હતી. રમત અટકાવી ત્યારે કેસ્પર રૂડે ત્રીજા સેટમાં સિલિક સામે 4-1થી લીડ મેળવી હતી. જો કે ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ મહિલા પ્રદર્શનકારીને નેટમાંથી બહાર કાઢી અને બાદમાં રમત ફરી શરૂ થઈ. આ પહેલીવાર નથી, જ્યારે ફ્રેન્ચ ઓપનમાં કોઈ કારણસર વિક્ષેપ પડ્યો હોય અને રમતને રોકવી પડી હોય. અગાઉ 2009માં રોજર ફેડરર અને રોબિન સોડરલિંગ વચ્ચે મેન્સ સિંગલ્સની ફાઈનલમાં એક દર્શક કોર્ટમાં ઘૂસી ગયો હતો અને ફેડરર સાથે હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">