‘હોકી મહાકુંભ’નું કાઉન્ટ ડાઉન શરુ, જાણો હોકી વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ
Hockey World Cup 2023 : વર્ષ 2022 ફૂટબોલ વર્લ્ડ કપના રોમાંચ સાથે પૂર્ણ થયુ છે, ત્યારે વર્ષ 2023ની શરુઆત હોકી વર્લ્ડ કપના રોમાંચ સાથે થયા જઈ રહી છે. ચાલો જાણીએ હોકી વર્લ્ડ કપના શેડ્યૂલ, તારીખ, સમય, સ્થળ અને લાઇવ સ્ટ્રીમિંગ વિશે.

આખી દુનિયા હોકી વર્લ્ડ કપ 2023ની આતુરતાથી રાહ જોઈ રહી છે. દેશ માટે ગર્વની ક્ષણ છે કે હોકી વર્લ્ડ કપ સતત બીજી વાર ભારતમાં આયોજિત કરવામાં આવ્યો છે. વર્ષ 2018માં પણ હોકી વર્લ્ડ કપ ભારતમાં થયુ હતુ. આપને જણાવી દઈએ કે 13થી 29 જાન્યુઆરી વચ્ચે ઓડિશાના ભુવનેશ્વર અને રાઉરકેલામાં હોકી વર્લ્ડ કપ 2023ની રોમાંચક મેચો રમાશે. હોકી વર્લ્ડ કપ 2023માં કુલ 16ના 288 જેટલા ખેલાડીઓ મેદાન પર ઉતરશે. વર્લ્ડ કપના 51 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર વર્લ્ડ કપની મેચો 2 શહેરોમાં થશે. 15માં હોકી વર્લ્ડ કપની 44 મેચો ભુવેન્શ્વરના કલિંગા સ્ટેડિયમ અને રાઉરકેલાના બિરસા મુંડા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
હોકી વર્લ્ડ કપ 2023નું થીમ સોન્ગ
Glad to launch #HockeyWorldCup2023 Song (https://t.co/WRWW1dKWLJ) which encapsulates the spirit of hockey. Thank @ipritamofficial for making it so peppy that reflects the vivacious spirit of the game. I am sure it will touch the hearts of sports lovers. #HockeyComesHome pic.twitter.com/PI7RqPN3Ng
— Naveen Patnaik (@Naveen_Odisha) December 30, 2022
FIH હોકી વર્લ્ડ કપ 2023માં ટીમોનું ગ્રુપ મુજબનું વિભાજન
A – ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, ફ્રાન્સ અને દક્ષિણ આફ્રિકા.
B – બેલ્જિયમ, જર્મની, કોરિયા અને જાપાન.
C – નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, મલેશિયા અને ચિલી.
D – ભારત, ઈંગ્લેન્ડ, સ્પેન અને વેલ્સ.
FIH હોકી વર્લ્ડ કપ 2023
13મી જાન્યુઆરી
આર્જેન્ટિના vs દક્ષિણ આફ્રિકા ભુવનેશ્વરમાં બપોરે 1:00 વાગ્યે ભુવનેશ્વરમાં બપોરે 3:00 વાગ્યે ઓસ્ટ્રેલિયા vs ફ્રાન્સ ઇંગ્લેન્ડ vs વેલ્સ રાઉરકેલામાં સાંજે 5:00 વાગ્યે સાંજે 7:00 વાગ્યે રાઉરકેલામાં ભારત vs સ્પેન
14મી જાન્યુઆરી
બપોરે 1:00 વાગ્યે રાઉરકેલામાં ન્યુઝીલેન્ડ vs ચિલી બપોરે 3:00 વાગ્યે રાઉરકેલામાં નેધરલેન્ડ vs મલેશિયા ભુવનેશ્વરમાં સાંજે 5:00 વાગ્યે બેલ્જિયમ vs કોરિયા સાંજે 7:00 વાગ્યે ભુવનેશ્વરમાં જર્મની vs જાપાન
15મી જાન્યુઆરી
સાંજે 5:00 વાગ્યે રાઉરકેલામાં સ્પેન vs વેલ્સ ઇંગ્લેન્ડ vs ભારત રાઉરકેલામાં સાંજે 7:00 વાગ્યે
16મી જાન્યુઆરી
બપોરે 1:00 વાગ્યે રાઉરકેલામાં મલેશિયા vs ચિલી બપોરે 3:00 વાગ્યે રાઉરકેલામાં ન્યુઝીલેન્ડ vs નેધરલેન્ડ ભુવનેશ્વરમાં સાંજે 5:00 વાગ્યે ફ્રાન્સ vs દક્ષિણ આફ્રિકા ભુવનેશ્વરમાં સાંજે 7:00 વાગ્યે આર્જેન્ટિના vs ઓસ્ટ્રેલિયા
17મી જાન્યુઆરી
સાંજે 5:00 વાગ્યે ભુવનેશ્વરમાં કોરિયા vs જાપાન ભુવનેશ્વરમાં સાંજે 7:00 વાગ્યે જર્મની vs બેલ્જિયમ
19મી જાન્યુઆરી
મલેશિયા vs ન્યુઝીલેન્ડ ભુવનેશ્વરમાં બપોરે 1:00 વાગ્યે નેધરલેન્ડ vs ચિલી ભુવનેશ્વરમાં બપોરે 3:00 વાગ્યે સાંજે 5:00 વાગ્યે ભુવનેશ્વરમાં સ્પેન vs ઈંગ્લેન્ડ ભુવનેશ્વરમાં સાંજે 7:00 વાગ્યે ભારત vs વેલ્સ
20મી જાન્યુઆરી
રાઉરકેલામાં બપોરે 1:00 વાગ્યે ઓસ્ટ્રેલિયા vs દક્ષિણ આફ્રિકા બપોરે 3:00 વાગ્યે રાઉરકેલામાં ફ્રાન્સ vs આર્જેન્ટિના સાંજે 5:00 વાગ્યે રાઉરકેલામાં બેલ્જિયમ vs જાપાન કોરિયા vs જર્મની રાઉરકેલામાં – સાંજે 7:00 PM
24મી જાન્યુઆરી
ભુવનેશ્વરમાં 4:30 PM પ્રથમ ક્વાર્ટર ફાઈનલ ભુવનેશ્વરમાં સાંજે 7 PM વાગ્યે બીજી ક્વાર્ટર ફાઈનલ
25મી જાન્યુઆરી
ભુવનેશ્વરમાં 4:30 PM ત્રીજી ક્વાર્ટર ફાઇનલ ભુવનેશ્વરમાં સાંજે 7 PM ચોથી ક્વાર્ટર ફાઈનલ
26મી જાન્યુઆરી
પ્લેસમેન્ટ મેચો (9મી-16મી)
27મી જાન્યુઆરી
ભુવનેશ્વરમાં સાંજે 4:30 વાગ્યે પ્રથમ સેમિફાઇનલ ભુવનેશ્વરમાં સાંજે 7 વાગ્યે બીજી સેમિફાઇનલ
29મી જાન્યુઆરી
બ્રોન્ઝ મેડલ મેચ – 4:30 PM ગોલ્ડ મેડલ મેચ – 7:00 PM
હોકી વર્લ્ડ કપ કઈ રીતે જોઈ શકાશે ?
જો તમે પણ હોકીના ફેન છો અને હોકીની તમામ મેચ જોવા માંગો છો તો તેમ ભુવનેશ્વર અને રાઉરકેલાની જઈ તમામ મેચનો આનંદ માણી શકશો. જો તમે ઘર બેઠા આ મેચ જોવા માંગો છો તો તમે watch.hockey appનો ઉપયોગ કરી શકો છો.