Hockey World Cup : નવિન પટનાયકે મેન્સ હોકી વર્લ્ડ કપ ગીત ‘Hockey Hai Dil Mera’ લોન્ચ કર્યું, જુઓ વીડિયો
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે (Naveen Patnaik Chief Minister ) શુક્રવારે FIH મેન્સ હોકી વર્લ્ડ કપ-2023નું ગીત ‘હોકી હૈ દિલ મેરા’ ટાઈટલ ગીત લોન્ચ કર્યું.

મેન્સ હોકી વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે અને વર્લ્ડ કપ શરુ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 16 ટીમોને ચાર અલગ-અલગ ગ્રુપમાં રાખવામાં આવી છે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડ, સ્પેન અને વેલ્સ સાથે ગ્રુપ ડીમાં છે. જ્યારે ગ્રુપ Aમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો આર્જેન્ટિના, ફ્રાન્સ અને દક્ષિણ આફ્રિકા સામે થશે. બેલ્જિયમ, જર્મની, કોરિયા અને જાપાનને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યા છે. ગ્રુપ સીમાં નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, મલેશિયા અને ચિલી છે. આ ટુર્નામેન્ટ 13 જાન્યુઆરી 2023 થી 29 જાન્યુઆરી 2023 સુધી ઓડિશાની રાજધાની ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ અને રાઉરકેલાના બિરસા મુંડા સ્ટેડિયમમાં યોજાશે.
ભારતીય ટીમ સીધી ક્વોલિફાય થઈ
ભારત આ ટુર્નામેન્ટની યજમાની કરી રહ્યું છે. આવી સ્થિતિમાં હોકી રેન્કિંગમાં પાંચમા સ્થાને રહેલી ભારતીય ટીમ સીધી રીતે ક્વોલિફાય થઈ ગઈ છે. કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમને ગ્રુપ Aમાં આર્જેન્ટિના, ફ્રાન્સ અને ચિલી સાથે રાખવામાં આવી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલ્જિયમ એશિયન ચેમ્પિયન દક્ષિણ કોરિયા, જર્મની અને જાપાનની સાથે ગ્રુપ બીમાં છે.
Glad to launch #HockeyWorldCup2023 Song (https://t.co/WRWW1dKWLJ) which encapsulates the spirit of hockey. Thank @ipritamofficial for making it so peppy that reflects the vivacious spirit of the game. I am sure it will touch the hearts of sports lovers. #HockeyComesHome pic.twitter.com/PI7RqPN3Ng
— Naveen Patnaik (@Naveen_Odisha) December 30, 2022
હોકી વર્લ્ડ કપ 2023 ગીત લોન્ચ
વર્લ્ડ કપ શરુ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પટનાયકે કહ્યું, “હોકી વર્લ્ડ કપ 2023 ગીત લોન્ચ કરીને આનંદ થયો, આ ગીત રમતની ઉત્સાહી ભાવનાને પ્રતિબિંબિત કરે છે. મને ખાતરી છે કે તે રમતપ્રેમીઓના હૃદયને સ્પર્શી જશે.”મુખ્યમંત્રીએ હોકી વર્લ્ડ કપ ગીત ‘હોકી હૈ દિલ મેરા’ કંપોઝ કરવા બદલ સંગીતકાર પ્રિતમનો પણ આભાર માન્યો હતો.
અગિયાર ગાયકોએ ગીત માટે પોતાનો અવાજ આપ્યો
બોલિવૂડના ગાયકો બેની દયાલ, નીતિ મોહન, અમિત મિશ્રા, બેની દયાલ, લિસા મિશ્રા, અંતરા મિત્રા, શ્રીરમા ચંદ્રા, નાકેશ અઝીઝ, શાલ્મલી ખોલગડે સહિત કુલ અગિયાર ગાયકોએ ગીત માટે પોતાનો અવાજ આપ્યો છે. ઓડિશા 13 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી, 2023 વચ્ચે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ અને રાઉરકેલાના બિરસા મુંડા સ્ટેડિયમમાં FIH મેન્સ હોકી વર્લ્ડ કપ-2023ની યજમાની કરશે.
Latest News Updates





