French Open: નોવાક જોકોવિચ એ 19મી વખત ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યુ, ચારેય સ્લેમ જીતનારો ત્રીજો ખેલાડી

ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ (Novak DJokovic) એ બે સેટથી પાછળ રહ્યા બાદ ફ્રેન્ચ ઓપન 2021માં વિજય મેળવ્યો હતો. ફ્રેન્ચ ઓપન (French Open) 2021 ની ફાઇનલ મેચમાં વિશ્વના પાંચમાં ક્રમના ગ્રીક ટેનિસ પ્લેયર સ્ટેફાનોસ સિતસિપાસ (Stefanos Tsitsipas) ને હરાવ્યો હતો.

French Open: નોવાક જોકોવિચ એ 19મી વખત ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યુ, ચારેય સ્લેમ જીતનારો ત્રીજો ખેલાડી
Novak Djokovic
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 14, 2021 | 11:29 AM

ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ (Novak DJokovic) એ બે સેટથી પાછળ રહ્યા બાદ ફ્રેન્ચ ઓપન 2021માં વિજય મેળવ્યો હતો. જોકોવિચ વિશ્વનો નંબર વન ટેનિસ પ્લેયર છે અને તેણે તેની ક્ષમતાનો પરિચય આપતી રમત દર્શાવી હતી. ફ્રેન્ચ ઓપન (French Open) 2021 ની ફાઇનલ મેચમાં વિશ્વના પાંચમાં ક્રમના ગ્રીક ટેનિસ પ્લેયર સ્ટેફાનોસ સિતસિપાસ (Stefanos Tsitsipas) ને હરાવ્યો હતો. જોકોવિચ એ ફ્રેન્ચ ઓપનને જીતી લેવા સાથે જ 19 મી ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ પોતાને નામે કર્યુ હતુ.

જોકોવિચ ઓપન એરામાં તે ઓછામાં ઓછા બે વાર ચારેય ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનારો તે પ્રથમ ખેલાડી બની ચુક્યો છે. તેણે પોતાના ચોથા રાઉન્ડના મેચથી 18 સેટ રમ્યો હતો. ચારેય ગ્રાન્ડ સ્લેમને બે વાર જીતનારો તે ત્રીજો ખેલાડી છે. આ પહેલા રોય એમરસન અને રોડ લેવર આમ કરી ચુક્યા છે.

નોવાર જોકોવિચને સિતસિપાસ એ ફાઇનલ મેચમાં આકરો પડકાર આપ્યો હતો. બંને વચ્ચે અંતિમ સમય સુધી કાંટાની ટક્કર જામેલી રહી હતી. તેણે ફાઇનલમાં ગ્રીસના સ્ટેફાનોસ સિતસિપાસને 6-7(6), 2-6, 6-3, 6-2 અને 6-4 થી હરાવી દીધો હતો. સિતસિપાસે પ્રથમ બે સેટને 7-6 અને 6-2 થી જોકોવિચને હરાવ્યો હતો. પરંતુ જોકોવિચ એ આગળના બંને સેટમાં જોરદાર વાપસી કરી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ટક્કર ભરી ફાઇનલ મેચમાં ત્રીજા સેટમાં સિતસિપાસની સર્વિસ તોડીને જોકોવિચ આગળ નિકળવા સફળ રહ્યો હતો. ત્યારબાદ જોકોવિચે અંત સુધી મચક આપી નહોતી. જે અંતમાં ટાઇટલ વિજેતા સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો.

બે ચેમ્પિયન્સ સામે 9 કલાક રમ્યો

જીત બાદ જોકોવિચ એ કહ્યુ, મે પાછળના 48 કલાકમાં લગભગ 9 કલાક બે ચેમ્પિયન્સ સામે રમ્યો છું. શારીરિક રીતે ખૂબ પડકારભર્યુ હતુ. જોકે મને મારી કાબેલિયત પર ભરોસો હતો, મને ખ્યાલ હતો કે, હું કરી શકીશ. તેણે તેના કોચ અને ફિઝીયોનો આભાર માન્યો હતો. જોકોવિચ હવે 20માં ગ્રાન્ડ સ્લેમના રેકોર્ડથી એક જ સ્ટેપ દુર છે. તે પહેલા રોજર ફેડરર (Roger Federer) અને રાફેલ નડાલ (Rafael Nadal) 20 ગ્રાન્ડ સ્લેમ જીતી ચુક્યા છે.

સિતસિપાસની પ્રથમ ફાઇનલ

કરિયરની દૃષ્ટીએ નોવાક જોકોવિચનુ આ 29 મી ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ મેચ હતી. જ્યારે સિતસિપાસ પ્રથમ વાર કોઇ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલ મેચ રમવા માટે ઉતર્યો હતો. સિતસિપાસ એ સેમીફાઇનલમાં છઠ્ઠા ક્રમાંકના જર્મન એલેકઝાન્ડર ઝેવરેવને હરાવ્યો હતો. જ્યારે જોકોવિચ એ વિશ્વના નંબર ત્રણ ના ખેલાડી સ્પેનના રાફેલ નડાલને હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યુ હતુ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">