FIFA World Cup 2022 ના Quarter-Final નું લાઈન-અપ નક્કી, જુઓ સંપૂર્ણ શેડ્યુલ

TV9 GUJARATI

|

Updated on: Dec 07, 2022 | 9:52 AM

ક્વાર્ટર ફાઈનલ (Quarter-Final ) ની મેચ 2 દિવસ ચાલશે. 9 થી 10 ડિસેમ્બરની વચ્ચે, 8 ટીમો અહીં પોતાનું નસીબ અજમાવશે, જેમાંથી માત્ર ચાર જ આગળ વધશે.

FIFA World Cup 2022 ના Quarter-Final નું લાઈન-અપ નક્કી, જુઓ સંપૂર્ણ શેડ્યુલ
ફિફા વર્લ્ડકપ 2022ની ક્વાર્ટર ફાઇનલ મેચ
Image Credit source: PTI

ફિફા વર્લ્ડકપની ક્વાર્ટર ફાઈનલનું લાઈન-અપ નક્કી થઈ ચુક્યું છે. સ્વિઝરલેન્ડ સામે પોર્ટુગલની જીતની સાથે આગળની મેચ નક્કી થઈ ચુકી છે. ક્વાર્ટર ફાઈનલમાં 8 ટીમોએ પોતાનું સ્થાન પાક્કું કર્યું છે પરંતુ આ 8 ટીમમાંથી 4ની કિસ્મત ચમકશે. એટલે કે, તેમને સેમીફાઈનલમાં રમવાની ટિકિટ મળશે કારણ કે, બાકીની 4 ટીમ હારી ક્વાર્ટર ફાઈનલથી સીધી પોતાના ઘરે પરત ફરશે.

ક્વાર્ટર ફાઈનલની મેચ 9 થી 11 ડિસેમ્બર વચ્ચે 8 ટીમ પોતાની કિસ્મત ચમકાવશે. હવે આ 8 ટીમ કઈ છે ચાલો તે પણ જોઈ લઈએ. પહેલા આપણે જોઈએ કે, કઈ ટીમ કોની સાથે ટક્કરાશે ? જે ટીમોએ ક્વાર્ટર ફાઈનલમાં પગ રાખ્યો છે. તેમાં બ્રાઝીલ, આર્જેન્ટિના, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, પોર્ટુગલ, મોરક્કો, નેધરલેન્ડ અને ક્રોએશિયા છે.

ક્વાર્ટર ફાઈનલ, ક્યારે કોની મેચ જોવા મળશે ?

ચાલો હવે ફિફા વર્લ્ડકપની 2022માં રમાનારી 4 ક્વાર્ટર ફાઈનલ પર નજર કરીએ અને જોઈએ કોની ટક્કર જોવા મળશે. પ્રથમ ક્વાર્ટર મેચ 9 ડિસેમ્બરના રોજ બ્રાઝીલ અને ક્રોએશિયા વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે સાડા 8 કલાકે જોવા મળશે. બીજી ક્વાર્ટર 9 ડિસેમ્બર ફાઈનલ મોડી રાત્રે 12 કલાકે શરુ થશે. જે નેધરલેન્ડ અને આર્જેન્ટિના વચ્ચે રમાશે. ત્રીજી ક્વાર્ટર ફાઈનલ મોરક્કો અને પોર્ટુગલ વચ્ચે 10 ડિસેમ્બરે સાડા 8 કલાકે રમાશે. ત્યારબાદ મોડી રાત્રે 12 કલાકે ચોથી એને છેલ્લી ક્વાર્ટર ફાઈનલ ફ્રાંસ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે.

ફિફા વર્લ્ડકપ 2022ની ક્વાર્ટર ફાઇનલ મેચ

ક્વાર્ટર ફાઇનલમાં 8 ટીમો જામશે જંગ

ક્વાર્ટરફાઈનલ મેચ                        તારીખ                   સમય

  • Croatia vs Brazil                       9 ડિસેમ્બર             8.30 PM
  • Netherlands vs Argentina      10 ડિસેમ્બર           12.30 AM
  • Morocco vs Portugal               10 ડિસેમ્બર           8.30 PM
  • England vs France                   11 ડિસેમ્બર           12.30 AM

ફિફા વર્લ્ડકપની ક્વાર્ટર ફાઈનલ મેચનું લાઈવ ટેલીકાસ્ટ ક્યાં જોવા મળેશ ?

ફિફા વર્લ્ડકપના ક્વાર્ટર ફાઈનલ મેચનું લાઈવ ટેલીકાસ્ટ Sports18 અને Sports18 HD પર થશે.

ફિફા વર્લ્ડકપ 2022ની ક્વાર્ટર ફાઈનલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે ?

ફિફા વર્લ્ડકપની ક્વાર્ટર ફાઈનલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જીયો સિનેમા એપ પર કરવામાં આવશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati