FIFA World Cup 2022: લિયોનલ મેસીએ હાથમાં વિશ્વકપ ટ્રોફી ઉઠાવતી વેળા કેમ પહેર્યુ હતુ કાળુ ગાઉન, જાણો આ માટેનુ ખાસ કારણ

ફ્રાંસને હરાવીને જ્યારે આર્જેન્ટિનાના લિયોનલ મેસી ટ્રોફીને પોતાના હાથોમાં ઉઠાવવા માટે નજીક પહોંચ્યો ત્યારે તેને એક કાળા રંગનુ ગાઉન પહેરાવવામાં આવ્યુ હતુ. આવુ વિશ્વકપમાં પ્રથમવાર જોવા મળતા સૌને આશ્ચર્ય સર્જાયુ હતુ.

FIFA World Cup 2022: લિયોનલ મેસીએ હાથમાં વિશ્વકપ ટ્રોફી ઉઠાવતી વેળા કેમ પહેર્યુ હતુ કાળુ ગાઉન, જાણો આ માટેનુ ખાસ કારણ
Lionel Messi એ ટ્રોફી ઉઠાવી એ પહેલા ગાઉન પહેરાવ્યુ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2022 | 10:58 PM

આર્જેન્ટિના ત્રીજી વાર ફુટબોલ વિશ્વકપ વિજેતા બન્યુ છે. ફ્રાંસને ફિફા વિશ્વકપ 2022 ની ફાઈનનલમાં આર્જેન્ટિનાએ હરાવીને ચેમ્પિયન ટ્રોફી લિયોનલ મેસીએ પોતાના હાથમાં ઉઠાવી હતી. આર્જેન્ટિના આ માટે છેલ્લા 38 વર્ષથી આ પળ માટેની રાહ જોઈ રહ્યુ હતુ. મેસી પણ આ સાથે જ પોતાના માટે અંતિમ વિશ્વકપને રમતા આર્જેન્ટિનાને ટ્રોફી અપાવી છે. આ ટ્રોફીને પોતાના હાથોમાં ઉઠાવવા માટે નજીક પહોંચ્યો ત્યારે તેને એક કાળા રંગનુ ગાઉન પહેરાવવામાં આવ્યુ હતુ. આ કાળા ગાઉનને જોઈને સૌ કોઈ આશ્ચર્ય અનુભવી રહ્યા હતા. કારણ કે આવુ વિશ્વકપમાં પ્રથમવાર થયુ હતુ, જેથી સૌને આશ્ચર્યનો અહેસાસ થઈ રહ્યો હતો.

આ પહેલા આર્જેન્ટિનાએ 1978 અને 1986માં ફિફા વિશ્વકપની ટ્રોફી જીતી હતી. ત્યારબાદથી આર્જેન્ટિના ફરીથી આવી જ સોનેરી પળોને જોવા માટે રાહ જોઈ રહ્યુ હતુ. લિયોનલ મેસી માટે પણ આ અંતિમ વિશ્વકપ હતો અને તેણે પણ પોતાનુ સપનુ સાકાર કરતા ટીમને ટ્રોફી અપાવી હતી.

ખાસ માનવામાં આવે છે કાળા રંગનુ ગાઉન

ફુટબોલ વિશ્વકપમાં પ્રથમ વાર આ પ્રકારે ટીશર્ટની ઉપર કાળા રંગનુ ગાઉન પહેરાવવાનુ દ્રશ્ય પ્રથમવાર જોવા મળ્યુ હતુ. મેસીને કતારના અમીર તમિમ બિન હમદ અલ થાનીએ આ બ્લેક ગાઉનને પહેરાવ્યુ હતુ. જે સમયે મેસીને પાસે ફિફાના પ્રમુખ જિયા ઈંફૈટિનો પણ ઉપસ્થિત હતા. મેસીને કાળા રંગનુ જે ગાઉન પહેરાવવામાં આવ્યુ તેની સાથે ખાસ કારણ માનવામાં આવે છે. આરબના દેશોમાં આ ગાઉનને વિશેષ અવસરે પહેરવામાં આવે છે. આ ગાઉનને કોઈ સામાન્ય માણસ પહેરી શકતો નથી. કાળા રંગના આ ગાઉનને બિષ્ટ તરીકે ઓળખવામાં આવે છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

આ કાળા રંગનુ ગાઉન એટલે કે બિષ્ટને ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવે છે. બિષ્ટને બનાવવા માટે ઉંટ વાળ અને બકરીના ઉનનો ઉપયોગ કરવામાં આવે છે. બિષ્ટનો ઉપયોગ અગાઉ કહ્યુ એમ કોઈ સામાન્ય માણસ નહીં પરંતુ રોયલ પરિવારનો વ્યક્તિ જ પહેરી શકે છે. રોયલ પરિવાર ઉપરાંત ધર્મ ગુરુ પણ તેને પહેરી શકે છે.

પેનલ્ટી શૂટઆઉટમાં મેચ પહોંચી હતી

આર્જેન્ટિના અને ફ્રાંસ વચ્ચે રમાયેલી ફિફા વિશ્વકપ 2022 ની ફાઈનલ મેચ નિર્ધારિત 90 મિનિટની રમતમાં સ્કોર 2-2નો બરાબર અટક્યો હતો. પરિણામે મેચ એક્સ્ટ્રા ટાઈમમાં પહોંચી હતી. અહીં પણ સ્કોર બરાબર રહ્યો હતો. જેને લઈ મેચ પેનલ્ટી શૂટઆઉટમાં પહોંચી હતી. જ્યા આર્જેન્ટિનાએ મેચને 4-2થી પોતાના નામે કરી લીધી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">