Croatia vs Belgium : વિશ્વની બીજા નંબરની શ્રેષ્ઠ બેલ્જિયમ ફૂટબોલ ટીમ વર્લ્ડકપમાંથી બહાર, ક્રોએશિયાની ટીમ પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચી

FIFA World cup 2022 Croatia vs Belgium match Result : ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો ક્રોએશિયાની ટીમ આ યાદીમાં 12માં સ્થાને છે, જ્યારે બેલ્જિયમની ટીમ આ યાદીમાં બીજા સ્થાને છે.

Croatia vs Belgium : વિશ્વની બીજા નંબરની શ્રેષ્ઠ બેલ્જિયમ ફૂટબોલ ટીમ વર્લ્ડકપમાંથી બહાર, ક્રોએશિયાની ટીમ પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચી
FIFA World cup 2022 Croatia vs Belgium match Result Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2022 | 11:01 PM

આજે કતારના અહમદ બિન અલી સ્ટેડિયમમાં આજે ક્રોએશિયા અને બેલ્જિયમની ફૂટબોલ ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. ગ્રુપ Fની ટીમો વચ્ચેની આ મેચ રોમાંચક રહી હતી. આ મેચ ફિફા વર્લ્ડકપ 2022ની 41મી મેચ હતી.બંને ટીમોની ગ્રુપ સ્ટેજની આ છેલ્લી મેચ હતી. મેચના પ્રથમ હાફમાં આ બનેં ટીમોનો એક પણ ગોલ થયો ન હતો. છેલ્લી સુધી આ મેચમાં એક પણ ગોલ ન થતા, આ મેચ 0-0થી ડ્રો રહી હતી. આ સાથે જ વર્લ્ડ રેંકિગમાં બીજુ સ્થાન ધરાવતી બેલ્જિયમની ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ હતી. ફિફા વર્લ્ડકપમાં આ પાંચમો મોટો અપસેર્ટ સર્જાયો હતો. જણાવી દઈએ કે બેલ્જિયમની ટીમ વર્ષ 2018ના ફિફા વર્લ્ડકપમાં ત્રીજા સ્થાને રહી હતી.

ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો ક્રોએશિયાની ટીમ આ યાદીમાં 12માં સ્થાને છે, જ્યારે બેલ્જિયમની ટીમ આ યાદીમાં બીજા સ્થાને છે.ક્રોએશિયાની ટીમની પહેલી મેચ મોરક્કો સામે 0-0થી ડ્રો રહી હતી. જ્યારે બીજી મેચમાં કેનેડા સામે ક્રોએશિયાની ટીમે 4-1થી ભવ્ય વિજય મેળવ્યો હતો. બેલ્જિયમની ટીમે પ્રથમ મેચમાં કેનેડાને 0-1થી હરાવી હતી. જ્યારે બીજી મેચમાં મોરક્કોની ટીમ સામે બેલ્જિયમની ટીમમે 0-2થી હારનો સામનો કરવો પડયો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

3 ડિસેમ્બર સુધી ગ્રુપ સ્ટેજની મેચો રમાશે. પ્રી કવાર્ટર ફાઈનલ મેચ 3 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર વચ્ચે રમાશે. પ્રી કવાર્ટર ફાઈનલની 8 મેચો કુલ 16 ટીમો વચ્ચે રમાશે. કવાર્ટર ફાઈનલની મેચો 9થી 11 ડિસેમ્બર વચ્ચે રમાશે, જેમાં 4 કવાર્ટર ફાઈનલ મેચ રમાશે. 14-15 ડિસેમ્બરે સેમીફાનલ મેચ, 17 ડિસેમ્બરે ત્રીજા સ્થાન માટે મેચ અને 18 ડિસેેમ્બરે ફાઈનલ મેચ રમાશે.

ક્રોએશિયા અને બેલ્જિયમ વચ્ચેની મેચ 0-0થી ડ્રો

આખી મેચનો ઘટનાક્રમ

આ હતી ક્રોએશિયા અને બેલ્જિયમની ટીમો

આજે એક સાથે 2 મેચ કેમ ?

જણાવી દઈએ કે આજે ગ્રુપ Fની ચારે ટીમો વચ્ચે છેલ્લી મેચો એકસાથે રમાઈ હતી. એક મેચ મોરક્કો અને કેનેડા વચ્ચે જ્યારે બીજી મેચ ક્રોએશિયા અને બેલ્જિયમ વચ્ચે ભારતીય સમય અનુસાર 8.30 વાગ્યે શરુ થઈ હતી. ચારે ટીમો પોઈન્ટ ટેબલને જોઈને પોતાની રમત ન રમે અને ફિફા વર્લ્ડકપમાં ફેરપ્લે થાય તેવા માટે આવી તમામ ગ્રુપની છેલ્લી મેચો એક સમય પર જ રમાશે.

ગ્રુપ Fનું પોઈન્ટ ટેબલ

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

ફિફા વર્લ્ડકપ 2022ના 8 ગ્રુપમાં વિભાજીત થઈ 32 ટીમો

ગ્રુપ A: કતાર, એક્વાડોર, સેનેગલ, નેધરલેન્ડ ગ્રુપ B: ઈંગ્લેન્ડ, ઈરાન, યુએસએ, વેલ્સ ગ્રુપ C: આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો, પોલેન્ડ ગ્રુપ D : ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ટ્યુનિશિયા ગ્રુપ E: સ્પેન, કોસ્ટા રિકા, જર્મની, જાપાન ગ્રુપ F: બેલ્જિયમ, કેનેડા, મોરોક્કો, ક્રોએશિયા ગ્રુપ G: બ્રાઝિલ, સર્બિયા, સ્વિટ્ઝર્લેન્ડ, કેમરૂન ગ્રુપ H: પોર્ટુગલ, ઘાના, ઉરુગ્વે, દક્ષિણ કોરિયા

ફિફા વર્લ્ડકપ 2022 માટે કતારના 8 સ્ટેડિયમ

1. અલ બાયત સ્ટેડિયમ 2. લુસેલ સ્ટેડિયમ 3. અહમદ બિન અલી સ્ટેડિયમ 4. અલ જાનુબ સ્ટેડિયમ 5. અલ થુમામા સ્ટેડિયમ 6. એજ્યુકેશન સિટી સ્ટેડિયમ 7. ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ 8. સ્ટેડિયમ 974

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">