Morocco vs Croatia playoffs : મોરોક્કો અને ક્રોએશિયા વચ્ચે ત્રીજા સ્થાન માટે થશે જંગ, જાણો મેચ ક્યા સમયે અને કઈ રીતે જોઈ શકાશે

|

Dec 17, 2022 | 9:17 PM

ફિફા વર્લ્ડકપની આ પ્લેઓફની મેચ Sports 18 અને Jio cinema પર જોઈ શકાશે. આ મેચ 17 ડિસેમ્બરના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 એ શરુ થશે.

Morocco vs Croatia playoffs : મોરોક્કો અને ક્રોએશિયા વચ્ચે ત્રીજા સ્થાન માટે થશે જંગ, જાણો મેચ ક્યા સમયે અને કઈ રીતે જોઈ શકાશે
Morocco vs Croatia
Image Credit source: File photo

Follow us on

ફિફા વર્લ્ડકપ 2022માં ત્રીજા-ચોથા સ્થાન માટે સેમિફાઈનલમાં હારેલી ટીમો મોરોક્કો અને ક્રોએશિયા વચ્ચે મેચ આજે 17 ડિસેમ્બરના રોજ કતારના ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. 14 ડિસેમ્બરના રોજ રમાયેલી પ્રથમ સેમિફાઈનલ મેચમાં આર્જેન્ટિનાની ટીમે ક્રોએશિયા સામે 3-0થી ભવ્ય જીત મેળવી હતી. જ્યારે 15 ડિસેમ્બરના રોજ રમાયેલી બીજી સેમિફાઈનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની ટીમે મોરોક્કો સામે 2-0થી જીત મેળવી હતી. મોરોક્કોની ટીમે ફિફા વર્લ્ડકપમાં હમણા સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતુ. આ ટીમના ફેન્સ આશા રાખી રહ્યા છે કે આજની મેચમાં જીતીને મોરોક્કોની ટીમ ત્રીજા સ્થાને રહી વર્લ્ડકપમાં પોતાની શ્રેષ્ઠ છાપ છોડશે.

મોરોક્કો અને ક્રોએશિયાની ટીમો ફિફા વર્લ્ડકપ 2022માં એક જ ગ્રુપ Fમાં હતા. બંને ટીમો વચ્ચે ભૂતકાળમાં 2 મેચ રમાઈ છે. જેમાંથી એક મેચમાં ક્રોએશિયાની જીત થઈ હતી. જ્યારે એક મેચ ડ્રો રહી હતી. બંને ટીમોનો ફિફા વર્લ્ડકપ 2022નો સફર ખુબ રોમાંચક રહ્યો છે. ચાલો જાણીએ બંને ટીમોના વર્લ્ડકપના પ્રદર્શન અને ફાઈનલ મેચના સમય અને લાઈવ ટેલિકાસ્ટની માહિતી વિગતવાર.

ક્યાં અને કઈ રીતે જોઈ શકાશે ફાઈનલ મેચ ?

ફિફા વર્લ્ડકપની આ પ્લેઓફની મેચ Sports 18 અને Jio cinema પર જોઈ શકાશે. આ મેચ 17 ડિસેમ્બરના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 એ શરુ થશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ફિફા વર્લ્ડકપનું પ્રદર્શન

ક્રોએશિયા ટીમ 6 વાર વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈ હતી. આ ટીમે વર્લ્ડકપની 28 મેચમાંથી 12માં મેચમાં જીત મેળવી છે. ક્રોએશિયાની ટીમે વર્લ્ડકપમાં કુલ 40 ગોલ કર્યા છે. આ ટીમ 1 વાર રનર અપ ટીમ રહી (2018) છે અને 1 વાર ત્રીજા સ્થાને (1998) રહી છે. મોરોક્કોની ટીમ વર્લ્ડકપ માટે 6 વાર કવોલીફાય થઈ હતી. ફિફા વર્લ્ડકપની 21 મેચમાંથી આ ટીમ 5 મેચ જીતી છે. મોરોક્કોની ટીમે 19 ગોલ કર્યા હતા. આ વર્ષે આ ટીમ પહેલીવાર કવાર્ટર ફાઈનલ અને સેમિફાઈનલ મેચ રમી રહી હતી. મોરોક્કોની ટીમ ફિફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચનાર પહેલી આફ્રિકન અને અરબ ટીમ બની હતી.

ફિફા વર્લ્ડકપ 2022નું પ્રદર્શન

ક્રોએશિયા ટીમે ફિફા વર્લ્ડકપની ગ્રુુપ સ્ટેજની 3 મેચમાંથી 2 મેચમાં જીત મેળવી છે. મોરોક્કો સામેની પ્રથમ મેચ ડ્રો રહી હતી. પ્રી કવાર્ટર ફાઈનલ મેચમાં જાપાન સામે પેનલટી શૂટઆઉટમાં જીત મેળવી આ ટીમ કવાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. કવાર્ટર ફાઈનલમાં પણ ક્રોએશિયાની ટીમે પેનલટી શૂટઆઉટમાં દુનિયાની નંબર વન ટીમ બ્રાઝિલને હરાવીને સેમિ ફાઈનલમાં સ્થાન પાક્કુ કર્યુ હતું.

ફિફા વર્લ્ડકપ 2022માં સેમિફાઈનલ મેચ પહેલા મોરોક્કોની ટીમ છેલ્લી 5 મેચમાંથી 4 મેચ જીત્યુ હતુ. જ્યારે એક મેચ ડ્રો રહી હતી. ગ્રુપ સ્ટેજની 3 મેચમાંથી પહેલી મેચ ક્રોએશિયા સામે ડ્રો રહી હતી. બીજી મેચાં મોરોક્કોની બેલ્જિયમની મજબૂત ટીમ સામે 2-0થી જીત થઈ હતી. જ્યારે ત્રીજી મેચમાં કેનેડા સામે 2-1થી જીત મેળવી હતી. પ્રી કવાર્ટર ફાઈનલ મેચમાં મોરોક્કોની ટીમે 2010ની ચેમ્પિયન ટીમ સ્પેનને 3-0 હરાવી હતી. જ્યારે કવાર્ટર ફાઈનલ મેચમાં મોરોક્કોની ટીમે રોનાલ્ડોની ટીમ પોર્ટુગલને 1-0થી હરાવી હતી.

કોને કેટલી પ્રાઈઝ મની મળશે ?

વિજેતા ટીમને-  42 મિલિયન (347 કરોડ) અને રનર અપ ટીમને – 30 મિલિયન (248 કરોડ) પ્રાઈઝ મની આપવામાં આવશે. જ્યારે ત્રીજા સ્થાન પર રહેનારી ટીમને 223 કરોડ અને ચોથા સ્થાન પર રહેનારી ટીમને 207 કરોડની પ્રાઈઝ મની મળશે.

ફિફા વર્લ્ડકપમાં આગળની મેચ

ફિફા વર્લ્ડકપ 2022માં હમણા સુધીની 62 મેચમાં કુલ 163 ગોલ થયા છે. રેફરી દ્વારા હમણા સુધી 4 રેડ કાર્ડ અને 209 યેલો કાર્ડ બતાવવામાં આવ્યા છે.

18 ડિસેમ્બરના રોજ ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચ આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે રમાશે. આ મેચ લુસેલ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ત્રીજા સ્થાન માટે સેમિફાઈનલમાં હારેલી ટીમો મોરોક્કો અને ક્રોએશિયા વચ્ચે મેચ 17 ડિસેમ્બરના રોજ કતારના ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

Published On - 8:00 am, Sat, 17 December 22

Next Article