માતા-પિતાએ દેશ છોડ્યો, 7000KMની મુસાફરી કરી હવે વર્લ્ડ કપમાં છવાયો પુત્ર

ઈંગ્લેન્ડે ઈરાનને 6-2ના માર્જિનથી હરાવીને ફિફા વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ઈંગ્લેન્ડની આ જીતનો હીરો બુકાયો સાકા (Bukayo Saka)હતો.

માતા-પિતાએ દેશ છોડ્યો, 7000KMની મુસાફરી કરી હવે વર્લ્ડ કપમાં છવાયો પુત્ર
માતા-પિતાએ દેશ છોડ્યો, 7000KMની મુસાફરી કરી હવે વર્લ્ડ કપમાં છવાયો પુત્ર
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Nov 22, 2022 | 11:09 AM

ઈંગ્લેન્ડે 6-2ના અંતરથી જીત મેળવી છે અને ઈગ્લિશ ટીમની શાનદાર જીતનો હિરો બુકાયો સાકા રહ્યો છે. જેમના માતા-પિતાને દેશ છોડવો પડ્ય હતો કારણ કે, તેનો પુત્ર નામ રોશન કરી શકે, સાકાને પ્રેમથી સાકિન્હો બોલાવે છે. 5 સપ્ટેમેબર 2001માં નાઈઝીરિયન પરિવારમાં જન્મેલા સાકાના માતા પિતા તેના જન્મથી પહેલા પોતાના ઘરથી અંદાજે 7 હજાર કિમી દુર લંડનમાં શિફટ થયો હતો. જેનાથી તે પોતાના બાળકને સારું જીવન આપી શકે,

ઈંગ્લેન્ડની ટીમનો ભવ્ય વિજય

ફિફા વર્લ્ડકપ 2022ની બીજી મેચમાં ઈંગ્લેન્ડ અને ઈરાની ટીમ વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં ઈંગ્લેન્ડની ટીમનો ભવ્ય વિજય થયો છે.ફિફા વર્લ્ડકપની આ બીજી મેચ કતારના ખલીફા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ઈરાનની ટીમે 2 ગોલ અને ઈંગ્લેન્ડની ટીમે 6 ગોલ માર્યા હતા. ફિફા વર્લ્ડકપની આ બીજી મેચમાં કુલ 8 ગોલ જોવા મળ્યા હતા. મેચના પહેલા હાફમાં ઈંગ્લેન્ડના 3 ગોલ જોવા મળ્યા હતા. જ્યારે બીજા હાફમાં ઈંગ્લેન્ડના 3 અને ઈરાનના 2 ગોલ જોવા મળ્યા હતા.

સાકાના પરિવારની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી. પોતાની દરેક નાની-નાની જરૂરિયાત પૂરી કરવા માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેમ છતાં તેમનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું, પરંતુ તેમ છતાં, ફૂટબોલ પ્રત્યેનો તેમનો પ્રેમ ક્યારેય ઓછો થયો નથી.

ફુટબોલમાં પાગલ હતો પરિવાર

સાકાના માતા-પિતા ફુટબોલના દિવાના હતા અને તે લંડનમાં પોતાના પુત્રને ફુટબોલ શિખવાડવા માગતો હતો. સાકાનો પરિવાર આર્સેનલને સપોર્ટ કરતો હતો. જેના કારણે તે સાકાનો ફુટબોલમાં રસ વધ્યો અને આ ક્લબમાં એન્ટ્રી લેવાનો લક્ષ્ય લીધો હતો. સાકાના પિતાને તેના સફળ આગળ વધારવાની સંપુર્ણ જવાબદારી લીધી હતી.

આર્સેનલની એન્ટ્રી

સાકાના માતાપિતાએ તેમના પુત્રના આર્સેનલ ફૂટબોલ એકેડમીમાં પ્રવેશ માટે અરજી કરી. સાકાએ આર્સેનલની ટ્રાયલ પણ પાસ કરી અને આ સાથે તેને આ મોટી ક્લબમાં એન્ટ્રી મળી અને તે પછી સાકા માટે એક નવી સફર શરૂ થઈ. જ્યાં તેણે ઘણો સંઘર્ષ કર્યો અને આ સંઘર્ષનું જ પરિણામ છે કે આજે તે વર્લ્ડ કપમાં ધમાલ મચાવી રહ્યો છે. આર્સેનલ સાથે સાકાની વરિષ્ઠ કારકિર્દી 2018 માં શરૂ થઈ હતી. આ પહેલા તેણે ઈંગ્લેન્ડની અંડર 16 ટીમમાં પ્રવેશ કર્યો હતો. સાકા પણ આજે વૈભવી જીવન જીવે છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati