CPL 2024 : ડિફેન્ડિંગ ચેમ્પિયનને 6 વિકેટથી હરાવી ફાફ ડુ પ્લેસિસની ટીમે પ્રથમ વખત જીત્યું ટાઈટલ

સેન્ટ લુસિયા કિંગ્સ હવે CPLની નવી ચેમ્પિયન છે. તેમણે CPL 2024ની ફાઈનલમાં ગાયન એમેઝોન વોરિયર્સને હરાવીને આ ખિતાબ હાંસલ કર્યો હતો. ગુયાનાની ટીમ કેરેબિયન પ્રીમિયર લીગની ડિફેન્ડિંગ ચેમ્પિયન હતી. સેન્ટ લુસિયા કિંગ્સે ફાફ ડુ પ્લેસિસની કપ્તાનીમાં આ ખિતાબ જીત્યો હતો.

CPL 2024 : ડિફેન્ડિંગ ચેમ્પિયનને 6 વિકેટથી હરાવી ફાફ ડુ પ્લેસિસની ટીમે પ્રથમ વખત જીત્યું ટાઈટલ
CPL 2024 FinalImage Credit source: CPL T20/CPL T20 via Getty Images
Follow Us:
| Updated on: Oct 07, 2024 | 5:14 PM

સેન્ટ લુસિયા કિંગ્સે પ્રથમ વખત CPL 2024નો ખિતાબ જીત્યો છે. સેન્ટ લુસિયા કિંગ્સની આ ત્રીજી ફાઈનલ હતી. જ્યારે, ફાફ ડુ પ્લેસિસ પણ પ્રથમ વખત સીપીએલ ફાઇનલમાં સેન્ટ લુસિયા કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો હતો, આ રીતે, ફાફ ડુ પ્લેસિસ માટે પણ આ ટાઇટલ જીત ખાસ છે. સેન્ટ લુસિયા કિંગ્સે CPL 2024ની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગયાના એમેઝોન વોરિયર્સને 6 વિકેટથી હરાવ્યું હતું. સેન્ટ લુસિયા કિંગ્સની જીતમાં અમેરિકન બેટ્સમેન એરોન જોન્સ અને અફઘાન બોલર નૂર અહેમદે મોટી ભૂમિકા ભજવી હતી.

સેન્ટ લુસિયા કિંગ્સે પ્રથમ વખત ખિતાબ જીત્યો

45 વર્ષના સુકાની ઈમરાન તાહિરની કપ્તાની હેઠળ ગયાના એમેઝોન વોરિયર્સ છેલ્લી સિઝનમાં ચેમ્પિયન રહી હતી. આ વખતે ઈમરાન તાહિરના કમાન્ડમાં ગયાનાની ટીમ ટાઈટલને ડિફેન્ડ કરી રહી હતી. પરંતુ, સેન્ટ લુસિયા કિંગ્સે આવું ન થવા દીધું અને છેલ્લી બે ફાઈનલમાં મળેલી નિષ્ફળતાને ભૂલીને આ વખતે સફળતાની સ્ક્રિપ્ટ લખી.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

ગયાનાએ 20 ઓવરમાં 138 રન બનાવ્યા

ફાઈનલ મેચમાં ગયાના એમેઝોન વોરિયર્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 138 રન બનાવ્યા હતા. સેન્ટ લુસિયા કિંગ્સ તરફથી શાનદાર બોલિંગ હતી, જેણે ગયાનાની ટીમને 150 રન પહેલા જ રોકી દીધી હતી. સેન્ટ લુસિયાના સૌથી સફળ બોલર નૂર અહેમદે 4 ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. સેન્ટ લુસિયાના બોલરોની સામે ગયાનાના બેટ્સમેનોની હાલત એટલી ખરાબ હતી કે 25 રન બનાવનાર બેટ્સમેન ટીમનો ટોપ સ્કોરર હતો.

એરોન જોન્સ-રોસ્ટન ચેઝની વિજયી ભાગીદારી

સેન્ટ લુસિયા કિંગ્સને જીતવા માટે 139 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેનો પીછો કરતાં તેઓ એક સમયે ખરાબ સ્થિતિમાં હતા. ગયાનાએ પણ સેન્ટ લુસિયાની 4 વિકેટ માત્ર 51 રનમાં ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ એરોન જોન્સ અને રોસ્ટન ચેઝ વચ્ચે 50 બોલમાં અણનમ 88 રનની ભાગીદારીએ ટીમને મેચ જીતાડવી. એરોન જોન્સ 31 બોલમાં 48 રન બનાવ્યા બાદ ફાઈનલમાં અણનમ રહ્યો હતો જ્યારે રોસ્ટન ચેઝ 22 બોલમાં 39 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો.

આ પણ વાંચો: IND vs BAN : હાર્દિક પંડ્યાએ બોલ જોયા વિના જ ફટકારી બાઉન્ડ્રી, આવો શાનદાર શોટ ક્યારેય નહીં જોયો હોય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">